________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
११७ - સ્થિતિ - पूर्वकं दर्शयति → श्रोत्रादिक्षयोपशमलब्धौ सत्यां निर्वृत्तिः शष्कुल्यादिका भवति, यस्य तु लब्धिर्नास्त्येवंप्रकारा न खलु तस्य प्राणिनः शष्कुल्यादयोऽवयवा निर्वय॑न्ते, तस्माल्लब्ध्यादयश्चत्वारोऽपि समुदिताः शब्दादिविषयपरिच्छेदमापादयन्त इन्द्रियव्यपदेशमश्नुवते।
एकेनाप्यवयवेन विकलमिन्द्रियं नोच्यते, नैव स्वविषयग्रहणसमर्थं भवति। असमर्थं ('निर्वृत्त्यादी' इति) भाष्येण दर्शयति → निर्वृत्त्यादीनामिति → सूत्रोपन्यस्तक्रममङ्गीकृत्योच्यते । निर्वृत्त्युपकरणलब्ध्युपयोगानामन्यतमाभावे एकेनाप्यङ्गेन विकले सति समुदाये न जातुचित् शब्दादिविषयस्वरूपावबोधो भवत्यात्मनः, विकलकरणत्वात्।
अत्र च यदा शब्दोपयोगवृत्तिरात्मा भवति तदा न शेषकरणव्यापारः स्वल्पोऽप्यन्यत्र, कान्तद्विष्टाभ्यस्तविषयकलापात् अर्थान्तरोपयोगे हि प्राच्यमुपयोगबलमाव्रियते कर्मणा, शङ्खशब्दोपयुक्तस्य
- હેમગિરા પૂર્વમાં લબ્ધિ ઇન્દ્રિય હોય એ દર્શાવે છે' - શ્રોત્રાદિ અંગેની ક્ષયોપશમ રૂપ લબ્ધિ હોય છતે શખુલી (= કર્ણ વિવર) આદિ અવયવ રૂ૫ નિવૃત્તિ નિર્માણ પામે છે પરંતુ જે જીવને આવા પ્રકારની લબ્ધિ નથી તે પ્રાણીને શખુલી આદિ અવયવો નિર્માણ પામતાં નથી, અને તેથી (= ઉપરોક્ત વાતથી) એ સિદ્ધ થયું કે શબ્દાદિ વિષયના બોધને કરાવતાં ઉપરોકત લબ્ધિ આદિ ચારે પણ સમુદિત (= એકત્રિત) થયેલા ઇન્દ્રિયના વ્યપદેશને (= નામને) પામે છે. આ ચારમાંથી એક પણ અવયવ વડે વિકલ (= ન્યૂન) એવો સમુદાય ઇન્દ્રિય તરીકે કહેવાતો નથી કેમકે તે સ્વવિષયને ગ્રહણ કરવામાં સમર્થ થતો જ નથી.
આ અર્થને (નિવૃજ્યાવીનાનેતરમાવે .....) ભાષ્યથી દર્શાવે છે – પૂર્વ સૂત્રમાં મૂકેલા ઇન્દ્રિયના ક્રમને અંગીકાર કરી ભાષ્યમાં (ધ્યાવીનામ્ એવું ન કહેતાં) નિવૃાવીનમ્ એ પ્રમાણે કહે છે તેનો અર્થ - નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ આ ચારમાંથી કોઈપણ એકના અભાવમાં અર્થાત્ એક પણ અંગથી વિકલ એવો (ઇન્દ્રિય રૂ૫) સમુદાય થયે છતે ક્યારે પણ શબ્દાદિ વિષયનાં સ્વરૂપનો બોધ આત્માને થતો નથી કારણ કે તે સમુદાય વિકલ સામગ્રીવાળો છે.
ર એક સમયમાં એક ઉપયોગ : અહીં (= ઉપયોગમાં) જ્યારે શબ્દનાં ઉપયોગમાં વર્તનારો આત્મા હોય છે ત્યારે અન્યત્ર (= શબ્દ સિવાયના અન્ય રૂપાદિ વિષયોમાં) સ્વલ્પ પણ શેષ કરણનો (= ઇન્દ્રિયનો) વ્યાપાર (= ઉપયોગ) હોતો નથી કારણકે રાગ-દ્વેષથી અભ્યસ્ત વિષયના સમૂહથી અર્થાતર (= બીજા પદાર્થના) ઉપયોગમાં ખરેખર પૂર્વ પદાર્થ વિષયક ઉપયોગનું બળ કર્મથી આવરાઈ જાય છે. “શંખના અવાજમાં ઉપયુક્ત થયેલા જીવને જ્યારે શંખના અવાજ સંબંધી જ્ઞાન નાશ પામે છે ત્યારે જ શૃંગ (વાજિંત્ર)ના અવાજનું જ્ઞાન પ્રગટ થાય છે, આથી એક જ ઇન્દ્રિયના વિષયમાં પણ કમપૂર્વક