________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२६ સૂત્રમ્ - વિપ્રતિ વર્ષ: ૨/રદ્દો
- સ્થિતિ : अथवा संसारिणोऽधिकृतास्ते च संसरणधर्माणो 'भवाद् भवान्तरप्राप्तः, तच्च तेषां संसरणं द्विधा → देशान्तरप्राप्तिलक्षणं भावान्तरप्राप्तिलक्षणं च।
तत्र ये पूर्वशरीरपरित्यागाद् देशान्तरं गत्वा जन्म लभन्ते तेषां देशान्तरप्राप्तिलक्षणम्, ये पुनः स्वशरीर एवोत्पद्यन्ते मृताः सन्तः कृम्यादिभावेन तेषां भावान्तरप्राप्तिलक्षणम्, एतदुभयमपि न चेष्टालक्षणयोगमन्तरेण संसरणमस्ति, त्यक्तपूर्वकशरीरस्य जन्तोर्गतेरभावाद् गतिपूर्विका चोभयप्राप्तिरिति ?
उच्यते → गतिहेतुसद्भावान्न गमनप्रतिषेधः, सा गतिरन्तरालवर्तिनी द्विधा → ऋज्वी वक्रा च, ऋज्वी तावत् पूर्वशरीरयोगोत्थापितप्रयत्नविशेषादेव गतिरिष्यते धनुर्व्याविमोक्षाहितसंस्कारेषुगमनवत्, तस्यां च पूर्वकः स एव योगो वाच्यः, अतोऽन्यस्यां तु विग्रहगतौ कर्मयोगः, विग्रहो સૂત્રાર્થ : વિગ્રહગતિમાં કામણ શરીરનો વ્યાપાર હોય છે. ll૨/ ૨૬ .
-- હેમગિરા અવતરણિકા કરતાં કહે છે કે અહીં પ્રસ્તુતમાં સંસારી જીવોનો અધિકાર ચાલી રહ્યો છે અને તે સંસારી જીવો સંસરણ કરવાના ધર્મવાળા છે, કેમકે તેઓ એક ભવમાંથી અન્ય ભવને પ્રાપ્ત કરે છે. વળી તે સંસારી જીવોનું સંસરણ (૧) દેશાંતરની પ્રાપ્તિના લક્ષણવાળું અને (૨) ભાવાંતરની પ્રાપ્તિના લક્ષણવાળું એમ બે પ્રકારે છે.
ર અંતર્ગતિમાં જીવની ગતિમાં બે હેતુ : પ્રશ્ન : ત્યાં (= બે સંસરણમાં) જે જીવો પૂર્વ શરીરના ત્યાગથી દેશાંતરમાં જઈને જન્મ મેળવે છે, તેઓનું સંસરણ દેશાંતર પ્રાપ્તિ સ્વરૂપ છે. વળી જે ઓ મૃત્યુ પામેલા, કૃમિ આદિ તરીકે સ્વશરીરમાં જ ઉત્પન્ન થાય તેઓનું સંસરણ ભાવાંતર પ્રાપ્તિ સ્વરૂપ છે. આ બન્નેય પ્રકારના સંસરણ ચેષ્ટા સ્વરૂપ યોગ વિના થતા નથી, પરંતુ ત્યાગ કર્યો છે. પૂર્વ શરીરનો જેણે એવા જીવને તો ગતિનો અભાવ હોવાથી ગતિપૂર્વક જ થતાં ઉભય પ્રકારનાં સંસરણની પ્રાપ્તિ કઈ રીતે ઘટે ?
ઉત્તર : ઉપરોકત સંસરણોમાં ગતિ અંગેનો હેતુ રહેલો હોવાથી ગમનનો પ્રતિષેધ નથી. તે અંતરાલવતિ ગતિ ઋજુ અને વક્ર એમ બે પ્રકારે છે. તે બે ગતિમાં પ્રથમ ત્રાજુ ગતિ એ ધનુષની દોરીથી છૂટવા દ્વારા પ્રાપ્ત થયેલ સંસ્કારવાળા બાણની ગતિની જેમ પૂર્વ ભવના શરીરના યોગ (= વ્યાપાર) વડે ઊભા કરાયેલ વિશિષ્ટ પ્રયત્નથી જ ઈચ્છાઈ છે. અને તે (જુગતિ)માં પૂર્વનો (= પૂર્વભવના શરીર સંબંધી) જે યોગ છે તે જ યોગ કહેવો.
આથી (= જુગતિથી) અન્ય એવી વિગ્રહગતિમાં કર્મયોગ હોય છે. વિગ્રહ એટલે વક્ર ૨. માવાન્ પાવા° ૪. જુઓ પરિશિષ્ટ-૪ ટીપ્પણી - ૧૩