________________
१३८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२४ भाष्यम् :- अत्राह→ उक्तं भवता → द्विविधा जीवाः समनस्का अमनस्काश्चेति। तत्र के समनस्का इति ? अत्रोच्यते॥
- गन्धहस्ति भ्रमरादीनामेवेति।
इदमन्तरालमुपजीव्यापरे वातकिनः स्वयमुपरभ्य सूत्रमधीयते → 'अतीन्द्रियाः केवलिनः' येषां मनुष्यादीनां ग्रहणमस्ति सूत्रेऽनन्तरे' त एवमाहुः → मनुष्यग्रहणात् केवलिनोऽपि पञ्चेन्द्रियत्वप्रसक्तिः अतस्तदपवादार्थमतीत्येन्द्रियाणि केवलिनो वर्तन्त इत्याख्येयम् ।
तदेतद् वार्तम्, भगवतो द्रव्येन्द्रियसद्भावात्, भावेन्द्रियाभावश्चात्यन्तिको मत्यादिचतुष्ट्य
ભાષ્યાર્થઃ પ્રશ્નઃ આપના વડે (સંસારી) જીવો સમનસ્ક અને અમનક એમ બે પ્રકારે કહેવાયા હતા. ત્યાં (= બે પ્રકારમાં) સમનસ્ક જીવો ક્યા છે તે કહો? ઉત્તર : આ પ્રશ્નને વિશે ૨/૨૫ સૂત્ર કહેવાય છે.
- હેમગિરા હોવાથી મનુષ્યાદ્રિ પદ લખવાની કોઈ આવશ્યકતા નથી, તો પ્રમાદ્ધિ પદને લખવાની પણ કોઈ આવશ્યકતા નથી કેમકે એક (ચક્ષુ) ઇન્દ્રિયથી અધિક = વધેલી એવી ૩ (સ્પર્શન, રસન અને ઘાણ) ઇન્દ્રિય અર્થાત્ સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ એમ ૪ ઇન્દ્રિયો ભમરાદિ જીવોને જ હોય છે, આથી આ પદને પણ અનાર્મ માનવું પડશે.
... તો કેવળી પણ પંચેન્દ્રિય કહેવાય ? આ અંતરાલને (= સ્થાનને) આશ્રયી કેટલાક બીજા વાતકી (= વાયડા સ્વભાવના = બુદ્ધિના વિપર્યાસથી યુક્તિયુક્ત વાતને નહીં સ્વીકારનારા) સ્વયં ‘ન્દ્રિયા: વનિનઃ' (= ‘કેવલીઓ અતીન્દ્રિય છે') એ પ્રમાણેનું સૂત્ર રચીને અધ્યયન કરે છે અર્થાત્ ૨/૨૪ સૂત્રમાં મનુષ્યાવીનાં' પદને આર્ષ માનનારા એવા જે વ્યક્તિઓ છે, તેઓ આ પ્રમાણે કહે છે -
પ્રશ્ન: અનંતર (૨/૨૪) સૂત્રમાં જે મનુષ્ય આદિનું ગ્રહણ ક્યું છે તે મનુષ્યના ગ્રહણથી કેવલી ભગવંતોને પણ પંચેન્દ્રિય તરીકે માનવાની આપત્તિ આવશે કેમકે કેવલી પણ મનુષ્ય છે. આથી તેઓની પંચેન્દ્રિયમાં બાદબાકી કરવા માટે કેવલીઓ ઈન્દ્રિયને ઓળંગીને રહેલા = અતીન્દ્રિય છે.' એમ કહેવું જોઈએ.
ઉત્તર: તે આ પ્રશ્ન પણ કથન માત્ર છે. કારણકે કેવલી ભગવાનને દ્રવ્યન્દ્રિયનો સદ્ભાવ હોય છે અર્થાત્ કેવલી ભગવંતો મતિજ્ઞાન આદિ ૪ જ્ઞાનથી રહિત હોવાથી તેમને ભાવ ઇન્દ્રિયનો આત્યંતિક (= કાયમી સંપૂર્ણપણે) અભાવ હોય છે પણ દ્રવ્ય ઇન્દ્રિયનો નહીં, આથી અહીં ૨. ઉત્તરે ગત વ° p. ૨. “મુ. (T. .)