________________
૨૨૮
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२२
- સ્થિતિ – उच्यते → श्रुतमिति ज्ञानमत्र प्रस्तुतमात्मनः परिणतिविशेषः शब्दस्तु प्रतिघाताभिभवयुक्तत्वात् मूर्तिमान् रूपाद्यात्मकः श्रोत्रग्रहणलक्षणः स कथं भवितुमर्हति ज्ञानम् ? अयमपि हि जातुचिद् द्रव्यश्रुतव्यपदेशमासादयति भावश्रुतकारणत्वाद् भावश्रुतपूर्वकत्वाद् वा उपचारवशात्, एतच्च प्रथमाध्याये प्रायो निरूपितमिह तु मनसस्तद्विषयत्वेन नियम्यते ।
अनिन्द्रियं मनोऽभिधीयते रूपग्रहणादावस्वतन्त्रत्वादसम्पूर्णत्वादनुदरकन्यावत्, इन्द्रियकार्या करणाद्वाप्यपुत्रव्यपदेशवत्, तच्चाप्राप्तकारि लोचनवत्, तोय-ज्वलनचिन्ताकालेऽनुग्रहोपघातशून्यत्वात्। तत्र च द्रव्यमनः स्वकायपरिमाणमात्मापि भावमनः, सोऽपि त्वक्पर्यन्तदेशव्यापी, भावमनश्च
– હેમગિરા અન્ય કારણની કલ્પના કરવાની શી જરૂર છે ? અર્થાત્ “શબ્દ” એ જ શ્રત હોવાથી અને તે શ્રોત્રેન્દ્રિયનો વિષય હોવાથી તમારે આ બધી કલ્પના કરવાની કોઈ આવશ્યકતા નથી.
ઉત્તર : અહીં પ્રસ્તુતમાં શ્રુત એટલે જ્ઞાન સમજવું. જે આત્માની વિશિષ્ટ પરિણતિ રૂપ છે. વળી પ્રતિઘાત સ્વરૂપ અભિભવ (= પરાભવ)થી યુક્ત હોવાથી મૂર્તિમાન (મૂર્ત) અર્થાત્ રૂપ, રસ, ગંધ, સ્પર્શમય એવો અને શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણ થવાના સ્વભાવવાળો એવો તે શબ્દ શી રીતે (અમૂર્ત) જ્ઞાનાત્મક બનવા સમર્થ હોઈ શકે? આ શબ્દ પણ ક્યારેક ભાવવ્યુતનું કારણ બનતો હોવાથી અથવા તો ભાવયુતપૂર્વક હોવાથી (= શબ્દને બોલવામાં ભાવકૃત એ કારણ હોવાથી) ઉપચારવશાત્ દ્રવ્યશ્રુતના વિધાનને પ્રાપ્ત કરે છે અને આ દ્રવ્ય અને ભાવકૃત પ્રથમ અધ્યાયમાં પ્રાયઃ ઘણાં અંશે વર્ણવાઈ ગયો છે. અહીં (= પ્રસ્તુત સૂત્રમાં) તો તે ભાવથુતને મનના વિષય તરીકે કહેવાયો છે.
ફક અનુદરી કન્યા જેવું અનિન્દ્રિય મન ? જેમ ગર્ભ નહીં ધારણ કરતી પરિણિત સ્ત્રીને અનુદર કન્યા કહેવાય. કેમકે તે ગર્ભના કારણે ફૂલાઈ જતાં ઉદર વિનાની એટલે અસંપૂર્ણ ઉદરવાળી કે ગર્ભધારણ કરવામાં પોતે અસમર્થ એટલે અસ્વતંત્ર ઉદરવાળી છે. તેમ આ મન રૂપાદિને ગ્રહણ કરવામાં અસ્વતંત્ર (= પરાધીન) અને અસંપૂર્ણ હોવાથી (= ઇન્દ્રિયનું લક્ષણ ન ઘટતું હોવાથી) અનિષ્ક્રિય કહેવાય છે અથવા તો પોતાને (સ્વકર્તવ્યને) અનુરૂપ પ્રવૃત્તિ ન કરનારો પુત્ર જેમ અપુત્રના વિધાનને પ્રાપ્ત કરે છે, તેમ ઇન્દ્રિયના સાક્ષાત્ રૂપાદિ ગ્રહણ રૂપ કાર્યને ન કરતું હોવાથી પણ મન અનિષ્ક્રિય કહેવાય છે વળી તે મન નયનની જેમ અપ્રાપ્તકારી છે. કારણકે પાણી અને અગ્નિના ચિંતન કરવાના સમયે તેનાથી (= પાણી અને અગ્નિથી) થતાં અનુગ્રહ અને ઉપઘાત મનને હોતા નથી.
(આ મન દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે.) ત્યાં (= મનના બે પ્રકારમાં) દ્રવ્યમન એ સ્વકાયના પરિમાણવાળું છે અને આત્મા એ ભાવમન છે, તે પણ ત્વચા સુધીના દેશમાં