________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१२७
સૂત્રમ્ :- શ્રુતમનિન્દ્રિય।૨/૨૨૫ ગન્ધત્તિ -
=
श्रुतमनिन्द्रियस्य ( इति सूत्रम्) । श्रुतं = ज्ञानावरणक्षयोपशमप्रभवं द्रव्यश्रुतानुसारि प्रायो'निजार्थोक्तिसामर्थ्यसङ्गतमात्मनः परिणतिप्रसादरूपं तत्त्वार्थपरिच्छेदात्मकं भावश्रुतं तदनिन्द्रियस्य - मनसोऽर्थः, अथवाऽर्थावग्रहसमयात् परतो मतिज्ञानमेव श्रुतज्ञानं भवति तच्च न सर्वेषामिन्द्रियाणामर्थावग्रहात् परतः, किन्तु मनोऽर्थावग्रहादेव परतो मतिः श्रुतीभवति विशेषतस्तु श्रुतग्रन्थानुसारेणेति, द्वयनेक-द्वादशविध विशेषणाद् भावश्रुतविशेषपरिग्रहो न पुनर्भावश्रुतमात्रम्, एकेन्द्रियादीनाम् अनिन्द्रियाभावेऽपि तत्सद्भावात् ॥
ननु च शब्द एव श्रूयमाणत्वाच्छ्रुतव्यपदेशमवरोत्स्यति, किमन्येनान्तर्वर्तिना 'गणविधविशेषण क्लेशलभ्येन श्रुतेन परिकल्पितेन कारणान्तरेण च तद्विषयेणेति ?
સૂત્રાર્થ : અનિન્દ્રિય (= મન)નો અર્થ (= વિષય) શ્રુત છે. ।।૨/૨૨ ।। → હેમગિરા
‘શ્રુતમનિન્દ્રિયસ્થ’ એ ૨/૨૨ સૂત્ર છે. તેનું વિવચેન કરે છે → શ્રુત = જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ, દ્રવ્યશ્રુતને અનુસરનારું, પ્રાયઃ પોતાના અર્થ (વિષય)ને કહેવાના સામર્થ્યથી યુક્ત, આત્માની પરિણતિમાં ઉપકાર કરનારું તત્ત્વાર્થના બોધ સ્વરૂપ એવું ભાવદ્યુત તે અનિન્દ્રિય = મનનો અર્થ (= વિષય) છે. અથવા બીજી રીતે એમ કહી શકાય કે અર્થાવગ્રહના સમય પછી (ઇહાદિ અવસ્થાવાળું) મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન રૂપે થાય છે, વિશેષ એ છે કે તે (મતિજ્ઞાન) સર્વ ઇન્દ્રિયોના અર્થાવગ્રહ પછી શ્રુતજ્ઞાન રૂપે નથી થતું પણ મનના અર્થાવગ્રહ પછી જ મતિ એ સામાન્યથી (ભાવ) શ્રુત રૂપે થાય છે, એમાંય જ્યારે શ્રુતગ્રંથાનુસારે મનના અર્થાવગ્રહ પછી મતિજ્ઞાન થાય છે ત્યારે તે વિશેષથી ભાવશ્રુત રૂપે થાય છે. પ્રસ્તુત ગ્રંથ (ના ૧/૨૦)માં શ્રુતજ્ઞાનનું ‘૨, અનેક અને ૧૨ પ્રકાર’ એ વિશેષણ હોવાથી વિશિષ્ટ એવું ભાવદ્યુત ગ્રહણ કરવું પણ સામાન્ય એવું ભાવદ્યુત નહીં, કેમકે એકેન્દ્રિય આદિને મનનાં અભાવમાં પણ સામાન્ય ભાવશ્રુતનો સદ્ભાવ હોય છે.
* રાબ્દને દ્રષ્યશ્રુત કહેવાય
પ્રશ્ન : (‘બ્રૂયતે તવિત્તિ શ્રુતમ્' એવી વ્યુત્પત્તિ અનુસાર) શબ્દ જ સંભળાતો હોવાથીશ્રુત તરીકે વિધાનને પ્રાપ્ત કરશે અર્થાત્ શ્રુત તરીકે કહેવાશે, તો પછી જે (‘જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થયેલું' વગેરે) ઘણાં બધા વિશેષણોની કલ્પના કરવા રૂપ ક્લેશથી સમજાય છે તેવા કલ્પિત અંતર્વર્તિ એવા (ભાવશ્રુત રૂપ) બીજા શ્રુતની અને તે (= ભાવશ્રુત) જેનો વિષય છે એવા (મનરૂપ) ૬. નિનાર્થીપસા° મુ. (કું. માં.)। ૨. ગતિથ॰ - મુ (લું. માં.)।