________________
१२६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२१
- અસ્થતિ – शब्दोऽपि स्वपरिणाममजहद् योजनद्वादशकप्रमितात् प्रदेशादागतः श्रोत्रेण प्राप्तकारिणोत्कर्षाद् गृह्यते, स चायाति श्रोत्रदेशमाशु पुद्गलमयत्वे सति सक्रियत्वात्, सक्रियत्वं वायुनोह्यमानत्वाद् धूमस्येव, गृहादिषु तु पिण्डीभवनाद् विशेषतश्च द्वारानुविधानात् तोयवत्, प्रतिघाताच्च नितम्बादिषु वायुवदिति। प्राप्तकारित्वं चानुग्रहोपघातपाटव-बाधिर्यादिदर्शनादस्यावसेयम् । अवरतश्चक्षुरङ्गुलसङ्ख्येयभागप्रमितदेशवर्ति रूपं परिच्छिनत्ति, शेषाण्यङ्गुलासङ्ख्येयभागप्रमितप्रदेशादागतं विषयमाददते करणाનીતિ ૨/૨૨I.
यथा चैषां स्पर्शादयोऽस्तैिर्ग्रहणादेवमिदमहत्प्रणीतं यथास्थितजीवपदार्थख्यापनपरम् प्रयोजनापेक्षया द्वयनेकद्वादशभेदं श्रुतज्ञानं मनसोऽर्थ इत्याचिख्यासुराह →
- હેમગિરા – પોતાના પરિણામ (= સ્વસ્વરૂપ)ને નહીં ત્યજતો ઉત્કૃષ્ટથી ૧૨ યોજન જેટલા દૂર રહેલ પ્રદેશમાંથી આવેલો એવો શબ્દ પણ પ્રાપ્તકારી એવી શ્રોત્રેન્દ્રિય વડે ગ્રહણ કરાય છે અને તે શબ્દ શ્રોત્રેન્દ્રિયના દેશમાં શીધ્ર આવી જાય છે કારણકે શબ્દ પુગલમય હોવા સાથે સક્રિય હોય છે.
(શબ્દમાં સક્રિયપણું દષ્ટાંતો દ્વારા દેખાડાય છે – ) ધૂમની જેમ વાયુથી વહન કરાતો હોવાથી વળી પાણીની જેમ શબ્દ ગૃહ આદિમાં એકઠો થતો હોવાથી (બહાર નીકળી શકતો નથી) અને વિશેષથી દ્વાર = વિવરને અનુસરતો હોવાથી (જેમ પાણી નીકળવાનો રસ્તો શોધે તેમ શબ્દો પણ એને નીકળવાના માર્ગને ગોતે છે) અને વાયુની જેમ પર્વતની શ્રેણી આદિઓમાં અથડાતો હોવાથી “શબ્દ” સક્રિય છે એ સિદ્ધ થાય છે, વળી (શબ્દના શ્રવણથી) શ્રોત્રેન્દ્રિયમાં પટુતા થવી વગેરે અનુગ્રહ અને બહેરાપણું થવા રૂ૫ ઉપઘાત દેખાતો હોવાથી આ શ્રોત્રેન્દ્રિયનું પ્રાપ્તકારીપણું જાણવું.
ફe વિષય ક્ષેત્રની જઘન્ય મર્યાદા : ચક્ષુ જઘન્યથી (પોતાનાથી) અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ દૂર રહેલ જે ક્ષેત્ર છે, તેમાં રહેલા રૂપને જોઈ શકે છે. જ્યારે શેષ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ દૂર પ્રદેશમાંથી આવેલા વિષય (= રસ, ગંધ વગેરે)ને ગ્રહણ કરે છે૨/૨૧
૨/૨૨ સૂત્રની અવતરણિકા: જેમ તે સ્પર્શનાદિ ઇન્દ્રિયો વડે ગ્રહણ થતાં હોવાથી સ્પર્ધાદિ એ આ સ્પર્શનાદિ ઇન્દ્રિયોના અર્થો (= વિષયો) કહેવાય છે, એ પ્રમાણે અહત્ પ્રણીત (= કથિત), યથાસ્થિત (= વાસ્તવિક) જીવ પદાર્થને કહેવામાં તત્પર, પ્રયોજનની અપેક્ષાએ ૨, અનેક અને ૧૨ ભેદવાળું એવું શ્રુતજ્ઞાન એ મનનો અર્થ = વિષય છે એવું જણાવવાની ઇચ્છાવાળા વાચકશ્રી આગળના ૨/૨૨ સૂત્રને કહે છે.