________________
१३२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२३ भाष्यम् :- सूत्रक्रमप्रामाण्यात् प्रथमं स्पर्शनमेवेत्यर्थः ।।२/२३॥
– અન્યક્તિ • येषामिति, के पुनस्ते द्वे इति न निश्चिनुमः। एवं त्रीन्द्रियादिष्वपि योज्यम्, तथा सामर्थ्यादिलाद्यनिलान्तानामेकं 'कतमदिन्द्रियं भवतु किं न निर्दिश्यते अतस्तदवस्थः संशयस्तस्मादुपपन्नः प्रश्नः सूत्रारम्भश्चेति। अपि च नोदनाऽनवकाशैव, यतः किमिन्द्रियं कस्य जीवस्य 'विशेष्याभिहितम् ।
पृथिव्यादीनामित्यादि भाष्यम् । वाय्वन्तानामित्युक्ते न ज्ञायते किमादीनामेकं भवत्यतः सामर्थ्यलभ्यपृथिवीग्रहणमकरोद् भाष्यकारः, ततः परमपरस्य जीवनिकायस्यासम्भवादिति । अथैवमाशङ्केत परतो मा भूत् सम्भव, आरात् किं न सम्भवति वाय्वन्तानां वनस्पत्यादीनामबादीनां वा भवत्वेकमिति।
ભાષ્યાર્થ સૂત્ર (૨૦માં સૂત્ર)નો કમ પ્રમાણ હોવાથી અમ્' પદથી પ્રથમ સ્પર્શન ઈન્દ્રિય જ જાણવી. /૨/૨૩ .
- હેમગિરા – સમાધાન : વાત સાચી છે કે બે ઇન્દ્રિયો છે જેઓને તે બેઇન્દ્રિય એમ સામાન્યથી કિત્વ આદિ (= બે આદિ સંખ્યા)ની સમાનતાથી બેઇન્દ્રિય આદિ જીવોનું બેઈન્દ્રિયદિપણું નિશ્ચિત કરાયું હતું, પણ જે ઓને બેઇન્દ્રિય છે તેઓની બેઈન્દ્રિય વિશેષ થકી જણાઈ નથી અર્થાત્ તે બે ઇન્દ્રિયો કઈ છે એમ અમે નિશ્ચય કર્યો નથી. એવી જ રીતે તે ઇન્દ્રિયાદિ જીવોને વિષે પણ સમજવું. (વિશેષથી તે ત્રણ ઇન્દ્રિય કઈ છે એમ અમે નિશ્ચય કર્યો નથી. એમ પંચેન્દ્રિય સુધી જાણવું.) તથા પૃથ્વીકાયથી માંડી વાયુકાય સુધીના જીવોને સામર્થ્યથી પ્રાપ્ત થયેલી એક ઇન્દ્રિય પણ કેટલામી અર્થાત્ પાંચમાંથી કઈ ઇન્દ્રિય હોય છે એ નિર્દેશ કરાયો નથી આથી પ્રસ્તુત સંશય ઊભો જ છે અને તેથી કરાયેલ પ્રશ્ન તથા (તેને અનુરૂપ ઉત્તર રૂ૫) સૂત્રનો આરંભ યુક્ત છે.
વળી બીજી વાત એ પણ છે કે પ્રસ્તુત પ્રશ્નમાં ઉક્ત શંકાને સ્થાન જ નથી કેમકે પ્રસ્તુત ૨/ ૨૩ સૂત્રની અવતરણિકા રૂપ ભાષ્યમાં ‘કઈ / કેટલામી ઇન્દ્રિય કયા જીવને હોય છે એમ વિશેષિત કરીને પ્રશ્ન કરાયો છે (પણ કેટલી ઇન્દ્રિય ક્યા જીવને હોય છે એમ પ્રશ્ન કરાયો જ નથી.)
“pfથલિીનામ્...' ‘વાયુ સુધીના જીવોને એક ઇન્દ્રિય છે' એમ સૂત્રમાં કહેવાય છતે પણ જણાતું નથી કે ક્યા જીવથી માંડીને વાયુ સુધીના જીવોને એક ઇન્દ્રિય હોય છે, આથી સામર્થ્યથી પ્રાપ્ત થયેલ પૃથ્વીનું ગ્રહણ અહીં ભાષ્યકારશ્રીએ કર્યું છે, અને પૃથ્વીકાય ગ્રહણ કરવાનું કારણ પણ એ છે કે – તે પૃથ્વીકાયથી પૂર્વે અન્ય (કોઈ) જવનિકાયનો સંભવ નથી.
પ્રશ્નઃ હવે આ મુજબ કોઈને આશંકા થાય કે પૃથ્વીકાયથી પૂર્વે ભલે કોઈ જવનિકાય ન સંભવે પણ એની પછી કેમ સંભવે નહીં ? અર્થાત્ એની પછી તો વાયુકાય સુધીમાં વનસ્પતિકાય કે અપ્લાય તો સંભવે જ છે, તો પછી વનસ્પતિકાયના કે અપ્લાયના જીવોથી માંડીને વાયુકાય ૨. મિિન્દ્રયં . . (જ.) ૨. વિશેષજ° સં.