________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१२३ - સ્થિતિ છે अर्थग्रहणं च विषयशब्दमपहाय यदकारि सूरिणा तदेतज्ज्ञापयितुमभिप्रेतमावस्थिकमेतदर्थत्वम्, एकमेव हि वस्त्वर्यमाणत्वादवस्थाभेदेन तथा तथार्थतामियर्ति, तथाहि → यदेवाङ्गुल्यग्रेण स्पृश्यते तदेव च विद्रुमद्रुमच्छायानुकारिणा जिह्वाग्रेण रस्यते, मोदकद्रव्यमाघ्रायते च नासिकाविवरेण, चक्षुषा तदेवालोक्यते, तदेव चातिबहुकालपर्युषितमतिकठिनीभूतमभ्यवहियमाणमातनोति ध्वनिम्, न खलु तत्र क्वचिद् देशे स्पर्शः क्वचिद् रसादिरवस्थितः किन्तु य एव देशः शीत उष्णो वा स्पर्शनेनोपलब्धः स एव पुनर्मधुरो रसनेनास्वाद्योपलभ्यते, तस्मात् तदेवैकमभिन्नं पुद्गलद्रव्यमनेकग्रहणापेक्षया भेदमासादयति, पित्राद्यनेकविशेषापेक्षपुरुषभेदप्रतिपत्तिवत्। तद् हि चक्षुर्ग्रहणगोचरतामितं द्रव्यमभेदमपि नीलाद्याकारेण परिणतिमुपागच्छद् रूपमिति व्यपदिश्यते, रसनग्रहणविषयतामापन्नं तिक्तादिपरिणाममास्कन्दद् रस इति तदेवाभिधीयते, एवमितरेन्द्रियप्राप्तावपि वाच्यम्। द्रव्यमिन्द्रियनानात्वान्नानाकारस्पर्शादिभेदमापद्यते । स्वनिमित्ततस्त्वेकाकारद्रव्यस्व (? द्रव्यं
- હેમગિરા –
ફક અવસ્થા ભેદે અર્થ ભેદ રંક વળી વાચકશ્રીએ સૂત્રમાં વિષય: શબ્દ છોડીને ‘નથ’ શબ્દનું ગ્રહણ જે કર્યું છે, તેનાથી તેઓશ્રી એ જણાવા માંગે છે કે આ સ્પર્ધાદિ અર્થી = વસ્તુઓ અવસ્થાને આશ્રયીને છે અર્થાત્ જુદી જુદી અવસ્થા દ્વારા એક જ વસ્તુ જણાતી હોવાથી તે તે પ્રકારની અર્થતાને પામે છે. તે આ પ્રમાણે કે જે મોદક દ્રવ્ય આંગળીના અગ્રભાગ વડે સ્પર્શાય છે, તે જ મોદક દ્રવ્ય વિદ્યુમ = પરવાળાના વૃક્ષની કાંતિ (= લાલાશ)નું અનુકરણ કરનારી એવી જીલ્લાના અગ્રભાગ વડે ચખાય છે અને નાસિકાના વિવરથી તે જ સુંઘાય છે, ચક્ષુ વડે તે જ જોવાય છે અને ઘણાં કાળ સુધી પડયો રહેલો હોવાથી અતિ કઠણ થઈ ગયેલો એવો તે જ (લાડવો) ખવાતો અવાજને કરે છે. (આ પ્રમાણે એક જ પદાર્થ પાંચે ઇન્દ્રિયોનો વિષય બને છે.) ખરેખર એવું નથી કે ત્યાં (લાડવાના) કોઈ દેશમાં (= અમુક ભાગમાં) સ્પર્શ છે, તો ક્યાંક (= અમુક બીજા ભાગમાં) રસાદિ રહેલો છે. પરંતુ જે (લાડવાનો) દેશ, સ્પર્શન ઇન્દ્રિય વડે શીત કે ઉષ્ણ જણાયેલો છે તે જ દેશ પાછો જિલ્લાથી આસ્વાદ કરતાં મધુર જણાય છે, તેથી જેમ એક જ પુરુષમાં પિતૃત્વ, પુત્રત્વ આદિ અનેક વિશેષ ધર્મોની અપેક્ષાએ અનેકત્વ (= ભેદ)ની પ્રાપ્તિ થાય છે, તેમ અભિન્ન (= ભેદ વિનાનું) એક એવું જે પુગલ દ્રવ્ય છે તે જ અનેક (ભિન્ન-ભિન્ન) બોધની અપેક્ષાએ ભેદને પ્રાપ્ત કરે છે.
આ જ વાતને સ્પષ્ટ કરે છે ... ભેદ વિનાનું એક એવું પણ જે (ઘટાદિ) પુદ્ગલ દ્રવ્ય છે તે જ ચક્ષુ દ્વારા બોધના વિષય તરીકે પ્રાપ્ત થયેલું એટલે કે નીલાદિ રંગ (= આકાર) તરીકે (જીવમાં) પરિણતિને પામતું અર્થાત્ નીલાદિ રૂપે જણાતું દ્રવ્ય રૂપ’ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે તથા તે ૨. frો - પ્રા. ૨. તાના- ૫ (ઈ. કાં.).