________________
१०८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१७ ___ भाष्यम् :- उपकरणं बाह्यमभ्यन्तरं च निर्वर्तितस्यानुपघातानुग्रहाभ्यामुपकारीति ॥२/१७॥
- સ્થિતિ – सम्प्रत्युपकरणेन्द्रियस्वरूपमाख्यातुमाह → उपकरणं बाह्यमभ्यन्तरं च निर्वर्तितस्यानुपघातानुग्रहाभ्यामुपकारीति (इति भाष्यम्)। निर्वृत्तौ सत्यां कृपाणस्थानीयायामुपकरणेन्द्रियमवश्यमपेक्षितव्यम्, तच्च स्वविषयग्रहणशक्तियुक्तं खड्गस्येव धारा छेदनसमर्था, तच्छक्तिरूपमिन्द्रियान्तरं, निर्वृत्तौ 'सत्यामपि शक्त्युपघातैर्विषयं न गृह्णाति, तस्मानिवृत्ते श्रवणादिसंज्ञिके २ द्रव्येन्द्रिये सद्भावादात्मनोऽनुपघातानुग्रहाभ्यां यदुपकारि तदुपकरणेन्द्रियं भवति, तच्च बहिर्वति अन्तर्वति च, निर्वृत्तिद्रव्येन्द्रियापेक्षयाऽस्यापि द्वैविध्यमावेद्यते । यत्र निर्वृत्तिद्रव्येन्द्रियं तत्रोपकरणेन्द्रियमपि, न भिन्नदेशवर्ति तस्येति कथयति। तस्याः स्वविषयग्रहणशक्तेर्निर्वृत्तिमध्यवर्तिनीत्वात्।
ભાષ્યાર્થ : ઉપકરણ ઈન્દ્રિય બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. નિર્માણ પામેલ ઈન્દ્રિયને (= નિવૃત્તિ ઈન્દ્રિયને) (આ બાહ્ય ઉપકરણેન્દ્રિય) અનુપઘાત વડે તથા (અત્યંતર ઉપકરણ ઈન્દ્રિય) અનુગ્રહ વડે ‘ઉપકારી’ છે. ૨/૧૭
- હેમગિરા – સ્વરૂપ કહેવા માટે ઉ૫૨ ....' ઇત્યાદિ ભાષ્યને કહે છે - તલવાર સમાન નિવૃત્તિ ઇન્દ્રિયના સદ્ભાવમાં (ધાર સમાન) ઉપકરણ ઇન્દ્રિયની અપેક્ષા રાખવી યોગ્ય છે. જેમ ખડ્ઝ એ છેદવામાં સમર્થ એવી ધારથી યુકત હોય છે તેમ નિવૃત્તિ ઇન્દ્રિય પણ સ્વવિષયમાં સમર્થ એવી ગ્રહણ કરવાની શક્તિથી યુક્ત હોય છે. અને ઇન્દ્રિયાંતર અર્થાત્ ઉપકરણ ઇન્દ્રિય તે નિવૃત્તિમાં રહેલી શક્તિ સ્વરૂપ છે અર્થાત્ ધાર રૂપ છે. નિવૃત્તિ ઇન્દ્રિયના સદ્દભાવમાં પણ શક્તિ સ્વરૂપ ઉપકરણ ઇન્દ્રિયના ઉપઘાતના કારણે જીવ વિષયને ગ્રહણ કરતો નથી, તેથી નિર્માણ પામેલી શ્રોત્ર વગેરે નામવાળી દ્રવ્યન્દ્રિયો વિશે પોતાના સદ્ભાવ થકી ઉપઘાત નહીં થવા દેવા (સુરક્ષિત રાખવા દ્વારા) અને (વિષય બોધમાં) અનુગ્રહ કરવા વડે જે ઉપકાર કરનારી છે તે ઉપકરણ ઇન્દ્રિય છે.
te ઉપકરણેન્દ્રિયના બે પ્રકાર : બાહ્યનિવૃત્તિમાં રહેલી અત્યંતર નિવૃત્તિની સુરક્ષા કરવાની શક્તિ તે બાહ્ય ઉપકરણ અને અત્યંતર નિવૃત્તિમાં રહેલી સ્વવિષયના બોધની શક્તિ તે અત્યંતર ઉપકરણ. આમ તે ઉપકરણેન્દ્રિય બાહ્યવતિ અને અત્યંતરવર્તિ છે. નિવૃત્તિ રૂપ દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ આ ઉપકરણ ઇન્દ્રિયના પણ (બાહ્ય અને અત્યંતર એવા આ) બે ભેદો કહેવાય છે. એટલે કે જ્યાં નિવૃત્તિ રૂપ દ્રવ્યન્દ્રિય હોય છે ત્યાં ઉપકરણ રૂ૫ દ્રવ્યેન્દ્રિય પણ હોય છે, કિન્તુ તેનાથી (= નિવૃત્તિ ઇન્દ્રિયના) ભિન્ન દેશમાં રહેનારી ઉપકરણ ઇન્દ્રિય નથી એમ તાત્પર્ય છે. કેમકે ઇન્દ્રિયની જે સ્વવિષયને ગ્રહણ કરવાની (ઉપકરણ ઇન્દ્રિય રૂ૫) શકિત છે તે નિવૃત્તિ ઇન્દ્રિયની મધ્યમાં રહેનારી છે. આ જ ૨. સત્ય મુ. (. .) ૨. નં - 5 (. ઉં. .) ૩. તભાવાલા - ૫ (ઈ.)