________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
११३
यथा तत् पञ्चविधत्वं तस्यास्तथा दर्शाते → स्पृष्टिः = स्पर्शनं, स्पर्शनं च तदिन्द्रियं चेति स्पर्शनेन्द्रियम्, एतदेव लब्धिः स्पर्शनेन्द्रियलब्धिः शीतोष्णादिस्पर्शपरिज्ञानसामर्थ्यमनभिव्यक्तमुपयोगात्मनेतियावत्। एवं जिह्वेन्द्रियादिलब्धयोऽपि वाच्याः। इतिशब्दो लब्धेरियत्तामावेदयति॥२/१८ ॥
उक्ता लब्धिः अधुनोपयोग उच्यते → यदि लब्धि-निर्वृत्त्युपकरणक्रमेणोपयोगस्ततोऽतीन्द्रियोपयोगाभावो निर्वृत्त्याद्यपेक्षाभावात्, एतदुक्तं भवति → अवध्यादीनामतीन्द्रियत्वादत्यन्ताभाव एव विशेषो वाच्यः ? उच्यते → न खलु सर्व उपयोगो लब्धिनिर्वृत्त्युपरकरणेन्द्रियकृतः, किं तर्हि, स एवैकस्त्रितयनिमित्त इत्यत आह →
• હેમગિરા બે યોગ્ય) પુદ્ગલ દ્રવ્યોથી નિર્માણ કરાયેલી ઇન્દ્રિયો, તે ક્ષયોપશમ રૂ૫ લબ્ધિને અતુલ બળ (= સામર્થ્ય) આપે છે આથી તે પણ એક કારણ છે. (અત્યાર સુધીમાં કહેલા - (૧) ગતિ, જાત્યાદિ નામકર્મ, (૨) તદાવરણીયકર્મનો ક્ષયોપશમ (૩) ઇન્દ્રિયાશ્રય કર્મોદય એવા) ૩ કારણની અપેક્ષાવાળી તે આ લબ્ધિ પાંચ પ્રકારે હોય છે. આ જ રીતે છે તેને ‘તથા' ... ઇત્યાદિ ભાષ્યમાં દેખાડે છે, તે આ પ્રમાણે – પૃષ્ટિ એટલે સ્પર્શન. સ્પર્શન એવી ઇન્દ્રિય તે સ્પર્શનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય એ જ લબ્ધિ તે ‘સ્પર્શનેન્દ્રિય લબ્ધિ' કહેવાય. અર્થાત્ ઉપયોગ રૂપે નહી પ્રગટ થયેલું એવું શીત, ઉણ આદિ સ્પર્શોના પરિજ્ઞાનનું સામર્થ્ય ‘સ્પર્શનેન્દ્રિય લબ્ધિ” કહેવાય. આ પ્રમાણે રસનેન્દ્રિય આદિ લબ્ધિઓ પણ કહેવી. ભાગ્યનો ‘રતિ’ શબ્દ એ લબ્ધિની ઇયત્તા (= સંખ્યાના પ્રમાણ)ને જણાવે છે અર્થાત્ લબ્ધિ આટલી જ છે. ૨/૧૮ | ૨/૧૯ સૂત્રની અવતરણિકા: લબ્ધિ કહેવાઈ ગઈ, અત્યારે ઉપયોગ કહેવાય છે.
ફક તો અતીન્દ્રિય જ્ઞાનમાં ઉપયોગનો અભાવ નહીં થાય ? પ્રશ્નઃ જો લબ્ધિ ઇન્દ્રિય, નિવૃત્તિ ઇન્દ્રિય, ઉપકરણ ઇન્દ્રિય એવા કમે ઉપયોગ સંભવતો હોય તો અતીન્દ્રિય ઉપયોગનો અભાવ થશે, કેમકે અતીન્દ્રિય ઉપયોગ માટે નિવૃત્તિ આદિ ઇન્દ્રિયની અપેક્ષા નથી રહેતી. કહેવાનો આશય એ છે કે અવધિ આદિ જ્ઞાનો અતીન્દ્રિય હોવાથી તે અવધિ આદિ શાનોનો વિશેષ પ્રકારનો અત્યંતભાવ જ કહેવો જોઈએ ?
ઉત્તરઃ આ બરોબર નથી. કારણ બધાય ઉપયોગ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિય વડે કરાયેલ નથી.
પ્રશ્ન : તો શું ?
ઉત્તર ઃ તે જ ૧ (મતિજ્ઞાનોપયોગ) ૩ (= લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ) નિમિત્તવાળો છે એમ જણાવતાં ૨/૧૯ સૂત્રને કહે છે