________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१०७ - અસ્થતિ - कर्मविशेषाभिधानश्रवणादतिसम्प्रमुग्धबुद्धामोहस्तदवस्थ एव चेतसीत्यतस्तदवबोधार्थं भूयोऽ-प्याह → निर्माणनामाङ्गोपाङ्गप्रत्यया मूलगुणनिर्वर्तनेत्यर्थः (इति भाष्यम्)। कर्मविशेषं नामग्राहमाचष्टे निर्माणनाम च अङ्गोपाङ्गं च निर्माणनामाङ्गोपाङ्गे, मध्यव्यवस्थितो नामशब्द उभयं विशेष्यतया क्षिपति, ते कर्मणी प्रत्ययः = कारणं = निमित्तं यस्या निर्वृत्तेः सा निर्माणनामाङ्गोपाङ्गप्रत्यया, मूलगुणनिर्वर्तना उत्तरगुणनिर्वर्तनापेक्षयोच्यते।
उत्तरगुणनिर्वर्तना हि श्रवणयोर्वेधः प्रलम्बतापादनं, चक्षुर्नासिकयोरञ्जन-नस्याभ्यामुपस्कारः तथा भेषजप्रदानाज्जिह्वाया जाड्यापनयः, स्पर्शनस्य विविधचूर्णगन्धवासप्रघर्षादिति विमलत्वकरणम्, एवंविधानेकविशेषनिरपेक्षा यथोत्पन्नवर्तिनी औदारिकादिप्रायोग्यद्रव्यवर्गणा मूलकारणव्यवस्थितगुणनिर्वर्तनोच्यते। इतिशब्द एवं शब्दार्थः एवमेषोऽर्थः प्रवचनविद्भिराख्यात इति ।
- હેમગિરા - અહીં જણાવેલ કર્મ વિશેષનું નામશ્રવણ કરવા થકી અતિમુગ્ધ બુદ્ધિવાળાના મનમાં વ્યામોહ ઉભો જ છે (કે કર્મવિશેષથી કોનું ગ્રહણ કરવું), એથી તે મુગ્ધ બુદ્ધિવાળાને સમજણ આપવા માટે ફરી પણ ભાષ્યકારશ્રી નિમાનામ' ઇત્યાદિ ભાષ્યને કહે છે -
એ ભાષ્યમાં કર્મ વિશેષનો નામોલ્લેખ કરવાપૂર્વક કહે છે કે કર્મ વિશેષથી નિર્માણ નામ અને અંગોપાંગ કર્મ લેવા. (તે બે પદમાં રહેલ દ્વન્દ સમાસનો વિગ્રહ ટીકામાં સ્પષ્ટ જ છે) મધ્યમાં રહેલ “નામ' શબ્દ ઉભયમાં (અંગોપાંગ અને નિર્માણમાં) વિશેષ્ય તરીકે રહેલો છે. - બંને (નિર્માણ અને અંગોપાંગ નામ) કર્મો પ્રત્યય = કારણ અર્થાત્ નિમિત્ત છે જે નિવૃત્તિના તે નિવૃત્તિ નિર્માણ અને અંગોપાંગ નામકર્મના પ્રત્યયવાળી કહેવાય.
ઉત્તરગુણની રચનાની અપેક્ષાએ આ નિવૃત્તિ ઇન્દ્રિય મૂળગુણની રચનાવાળી કહેવાય છે. ઇન્દ્રિયોમાં ઉત્તરગુણની નિર્વર્તના આ મુજબ છે :- બંને કાનોને વિંધવા અને કાનના છીદ્રોને લંબાવવા / (બ્રાહ્મી આદિ), ચક્ષુને અંજન વડે અને નાસિકાને નથની વડે શણગારવા, તથા ઔષધ પ્રદાન કરવા વડે જીભની જડતાને દૂર કરવી તેમજ વિવિધ અરિકા આદિના ચૂર્ણ, સુગંધિત અત્તરાદિ દ્રવ્ય ચોળીને તે સ્પર્શનની = ચામડીની નિર્મળતા કરવી તે ઉત્તરગુણ નિર્વતૈના કહેવાય છે. આવા પ્રકારના અનેક વિશેષોથી (= ઉત્તરગુણોથી) નિરપેક્ષ અર્થાત્ જે રીતે ઉત્પન્ન થઈ તે રીતે જ રહેનારી એવી જે ઔદારિક આદિ પ્રાયોગ્ય દ્રવ્યવર્ગણા છે, તે મૂળ કારણથી વ્યવસ્થિત (= નિર્મિત) ગુણની રચના અર્થાત્ મૂળગુણ નિર્વતના કહેવાય છે.
“ફ” ભાષ્યપદમાં રહેલ “ત્તિ' શબ્દ વં' શબ્દના અર્થમાં છે. આથી અર્થ આ થયો કે (નિવૃત્તિ ઇન્દ્રિયનો) “આ અર્થ પ્રવચનશોએ આ પ્રમાણે કહ્યો છે.’ હમણાં ઉપકરણેન્દ્રિયનું ૨. થરા - મુ (બ) ૨. પ્રયત્ સિ - મુ (જં) રૂ. વ ન્હા° E. (જં)