________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१०३ – સ્થિતિ છે द्वितये द्रव्येन्द्रियं तावनिर्धार्यते स्वरुप-भेदाभ्यां, निर्वर्तनं निर्वृत्तिः प्रतिविशिष्टसंस्थानोत्पादः, उपक्रियतेऽनेनेत्युपकरणं, निर्वृत्तिरवेन्द्रियं निर्वृत्तीन्द्रियम्, उपकरणेन्द्रियमप्येवम्। उभयमेतत् पुद्गलपरिणामरुपमपि सदिन्द्रियव्यपदेशमश्नुते भावेन्द्रियोपयोगकारणत्वात्, यस्मात् हि तत्साचिव्यं भावस्यैवोपलिङ्गने समायाति, आत्मभावपरिणामस्य भाविनो यत् सहायतया क्षमं द्रव्यं तदिह द्रव्येन्द्रियं प्रस्थदारुवदेषितव्यम्। तत्र निर्वृत्त्युपकरणयोः स्वरुपमाविष्करोति भाष्येणैव निर्वृत्तिरङ्गोपाङ्गनामेत्यादिना। निर्माणनाम नामकर्मान्तर्गतः कर्मभेदो वर्धकिस्थानीयः कर्णशष्कुल्याद्यवयवसन्निवेशविशेषरचनायामाहितनैपुणः, तथौदारिकादिशरीरत्रयाङ्गोपाङ्गनाम कर्मभेदो यदुदयादङ्गान्युपाङ्गानि च निष्पद्यन्ते शिरोमुल्यादीनि, एतत् कर्मद्वयमुभयरुपं द्रव्येन्द्रियप्रसाधनाय यतते । भाष्यभावना चैवं कार्या →
– હેમગિરા - બે પ્રકારની ઇન્દ્રિયમાં) પ્રથમ દ્રવ્યેન્દ્રિય (આ સૂત્રમાં) સ્વરૂપ અને ભેદ થકી કહેવાય છે. ‘નિર્વર્તન પામવું ( નિર્માણ થવું) અર્થાત્ પ્રતિવિશિષ્ટ (= અમુક ચોક્કસ પ્રકારના) આકારનું ઉત્પાદન તે નિવૃત્તિ કહેવાય. “જેના વડે ઉપકાર કરાય તે ઇન્દ્રિય ઉપકરણેન્દ્રિય કહેવાય. નિવૃત્તિ એ જ ઇન્દ્રિય તે નિવૃત્તિ ઇન્દ્રિય. ઉપકરણ ઇન્દ્રિય વિશે પણ આ પ્રમાણે જ વિગ્રહ જાણવો. (આ બંનેમાં અવધારણ તપુરુષ સમાસ જાણવો) આ બંને પુદ્ગલ પરિણામ રૂપ હોવા છતાં પણ ઇન્દ્રિયના વ્યપદેશ = નામને પ્રાપ્ત કરે છે કારણ કે તે ઉપયોગ સ્વરૂપ ભાવેન્દ્રિયમાં કારણ છે. અર્થાત્ જેથી કરીને ભાવેન્દ્રિયની જ ઉપલબ્ધિમાં તે બંનેની પ્રધાનતા રહી છે તેથી કરીને ઉપયોગ સ્વરૂપ ભાવેન્દ્રિયમાં નિવૃત્તિ અને ઉપકરણને કારણ કહ્યું છે.
(આ ઉપરોક્ત વાતને દષ્ટાંત દ્વારા બતાવે છે ) જેમ પ્રસ્થ (કાષ્ઠ નિર્મિત માપવાનું સાધન વિશેષ)નું કારણ કાષ્ટ હોય છે, તેથી તે કાષ્ઠને પણ દ્રવ્ય પ્રસ્થ કહેવાય. તેમ અહીં પણ ઉત્પન્ન થનારા આત્માના ભાવરૂપ પરિણામમાં = ઉપયોગ રૂપ ભાવેન્દ્રિયમાં સહાય તરીકે જે સમર્થ દ્રવ્ય હોય તે દ્રવ્યેન્દ્રિય તરીકે સમજવું. ત્યાં (= દ્રવ્ય, ભાવ ઇન્દ્રિયમાં) દ્રવ્યેન્દ્રિય અંતર્ગત નિવૃત્તિ અને ઉપકરણના સ્વરૂપને નિવૃતિરો ...' ઇત્યાદિ ભાષ્યથી જ પ્રગટ કરે છે. -
કર્ણશખુલિ (કાનમાં રહેલ આકાર વિશેષ) આદિ અવયવોને વિશિષ્ટ સમ્યફ સ્થાનમાં રચવામાં / મુકવામાં નિપુણ એવા નામકર્મના અંતર્ગત એક નિર્માણ નામનો કર્મનો ભેદ છે જે સુથારના સ્થાને છે. તેમજ બીજું (નામકર્મની અંતર્ગત) ઔદારિક આદિ ૩ (= ઔદારિક, વૈક્તિ અને આહારક) શરીર સંબંધી અંગોપાંગ નામકર્મનો ભેદ છે, જેના ઉદયથી ઔદારિકાદિ શરીરમાં જીવને મસ્તક અને આંગળી આદિ અંગ અને ઉપાંગોની નિષ્પત્તિ થાય છે. આ બન્ને (નિર્માણ અને અંગોપાંગ) નામકર્મ મળીને નિવૃત્તિ રૂપ દ્રવ્યેન્દ્રિયને બનાવા માટે યત્ન કરે છે. ૨. ‘જોતિને' 5. Sા ‘રોનિદ્ . ૪. જા