________________
७६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/११
- અસ્થતિ - 'संसारिणः' पश्चात् ‘त्रस-स्थावराः' ततः ‘समनस्कामनस्का' इति, तदेतदयुक्तमनाचार्यत्वात् ।
अधुना सूत्रार्थः → समासतस्त एवेत्यादि भाष्यम् । पुनरपि सङ्क्षेपादेव द्वैविध्यमभिधीयते, जीवा इति प्रेक्षापूर्वकारितयोदचीचरद्, इदं कषति चेतसि सूरेर्मुक्तानामप्यभिसम्बन्धप्रसङ्गः समनस्कामनस्कत्वेनेत्यतो जीवाः प्रतिविशिष्टायुर्द्रव्यसहिताः परिगृह्यन्त इति सिद्धव्युदासः। समनस्काश्चेति सह मनसा समनस्काः , तद्विरहितास्त्वितरे।
किं पुनस्तन्मनो येन सम्बन्धात् समनस्का इति व्यपदिश्यन्ते ? उच्यते , द्विविधं तद् द्रव्यभावभेदात्, तत्र मनोऽभिनिर्वृत्त्यै यद् दलिकद्रव्यमुपात्तमात्मना सा मनःपर्याप्तिर्नाम करणविशेषः, तेन
– હેમગિરા - (૨/૧૨) એ પ્રમાણેનું સૂત્ર સ્વીકારે છે. અન્ય કેટલાક તો વળી સૂત્રને અલગ કરીને સૂત્રનો જ વિપર્યાસ કરે છે તે આ રીતે કે પ્રથમ “સંસારિVT:' ૨/૧૧ સૂત્ર એની પછી ત્રણ સ્થાવરાટ' ૨/૧૨ ત્યારબાદ “મનક્ઝામના ' ૨/૧૩ એ પ્રમાણે સૂત્રો બનાવે છે પણ આ વાત અયુક્ત છે કારણકે અન્ય રીતે સૂત્ર રચનાર એ આચાર્ય નથી અર્થાત્ પ્રામાણિક વ્યક્તિ નથી. (સૂત્ર રચના અંગેની પ્રાસંગિક વિચારણા કરી.)
હમણાં સૂત્રનો અર્થ વિચારાય છે. સૂત્રના અર્થરૂપે “મસિતત અવ' ઇત્યાદિ ભાષ્યને કહે છે. તે આ પ્રમાણે કે ફરી પણ ટુંકમાં જ જીવના બે પ્રકાર કહેવાય છે. ભાષ્યમાં ‘નવા?' એવું પદ ચતુરાઈપૂર્વક કહેવાયું છે. તે આ મુજબ - આચાર્યશ્રીના મનમાં એ સ્કુરિત છે કે જો માત્ર તે પર્વ” લખીએ અને નવા’ પદ ન લખીએ તો પૂર્વ સૂત્રમાં સંસારી અને મુક્ત જીવોનું પ્રકરણ ચાલતું હોવાથી સમનસ્ક અને અમનસ્ક તરીકે “તે વ’ પદથી મુક્તાત્માઓને પણ ગ્રહણ કરવાનો પ્રસંગ આવશે. આથી વિશિષ્ટ એવા આયુષ્યકર્મ રૂપ દ્રવ્ય સહિતના સંસારી જીવોને ગ્રહણ કરવા માટે ‘નવા' એવું પદ ગ્રહણ કરાય છે. આ પ્રમાણે સિદ્ધોની બાદબાકી થઈ. હવે “સમનાશ્વ' ઇત્યાદિ ભાષ્યના અર્થને કહે છે તે આ પ્રમાણે - મન સહિતના જીવો સમનસક કહેવાય છે અને મનથી રહિત જીવો અમનસ્ક કહેવાય છે.
દ્રવ્ય મન અને ભાવ મનની ઓળખ છે પ્રશ્ન: તે ‘મન’ એ શું વસ્તુ છે કે જેની સાથે સંબંધ થવાથી જીવોમાં ‘સમનસ્કા’ એ પ્રમાણે વિધાન કરાય છે ?
ઉત્તર : તે “મન” દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. તેમાં પ્રથમ દ્રવ્યમનનું સ્વરૂપ દેખાડતાં કહે છે કે (ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં જ) મનના નિર્માણ માટે (કાયયોગના માધ્યમે) જે (ઔદારિક કે વૈકિય વર્ગણા રૂ૫) દલિક દ્રવ્ય આત્મા દ્વારા ગ્રહણ કરાયું હોય તે મનપર્યાપ્તિ ૨. નિવૃત્તી (7)