________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
- સ્થિતિ - पगमवादी तु निराकार्योऽवश्यं दूषणमुत्प्रेक्ष्य सिद्धान्तवादिना, अतस्तद्बीजभूतमिदं वचनं षडादिप्रतिषेधार्थश्चेति।
___ तत्र मनस्तावदिन्द्रियं न भवति इन्द्रियाणि, चक्षुरादीनि स्वतन्त्राणि सन्ति रुपाद्यर्थग्रहणेषु प्रवर्तन्तेऽन्यनिरपेक्षाणि, मनः पुनश्चक्षुरादीन्द्रियकलापविषयीकृतमनुपतति रूपाद्यर्थं, न साक्षादित्यतश्चक्षुरादिवनेन्द्रियं मनः, किन्त्वनिन्द्रियम् एतच्चोपरिष्टाद् वक्ष्यते।
तथा वागादयः किल वचनादिव्यापारपरायणत्वादिन्द्रियव्यपदेशभाज इत्येतदप्ययुक्तम्, नहि यथा चक्षुरादिद्वारजन्यविज्ञानं परिणमतेऽर्थग्रहणायैवं वागादिद्वारजन्यविज्ञानं वचनादिषु परिणतिमुपैति, न च वाग्वचनयोः कश्चिद् भेदोऽस्ति, शब्दात्मिका चेयमात्मप्रयत्नसंस्कारप्रयोगक्रमवर्तिनीत्वात्, स च श्रोत्रेन्द्रियविषयः, न चेन्द्रियमिन्द्रियान्तरमास्कन्ददिष्यते, नियतविषयत्वात्।
– હેમગિરા - આ જૈન સિદ્ધાંત છે (અહીં નિયમ દ્વારા માત્ર સ્વમત દેખાડીને અટકી નથી જવાનું) સિદ્ધાંતવાદી એ, તો દૂષણ વિચારીને આ (પાંચ)થી અતિરિક્ત અન્ય ઇન્દ્રિયનું અસ્તિત્વ સ્વીકાર કરનાર વાદીનું પણ અવશ્ય નિરાકરણ કરવું જોઈએ, આથી પતિપ્રતિપેથાર્થડ્યું એવું આ વચન તે નિરાકરણનું બીજ ભૂત = કારણ રૂપ છે. (અન્ય વાદીઓ મન, વચન આદિને ઇન્દ્રિય માને છે. તેમાં પ્રથમ મનનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે કે:-)
ત્યાં (ઇન્દ્રિયોના પ્રકરણમાં) પ્રથમ મન એ ઇન્દ્રિય નથી. અન્ય કોઈની અપેક્ષા વિનાની ચક્ષુ આદિ ઇન્દ્રિયો સ્વતંત્ર રહી જતી રૂપ, રસાદિ અર્થને ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. વળી મન તો ચક્ષુ આદિ ઇન્દ્રિયના સમૂહ દ્વારા વિષય કરાયેલ રૂપ વગેરે અર્થને અનુસરે છે, પણ (સ્વતંત્ર રીતે) સાક્ષાત્ નહિ. આ પ્રમાણે હોવાથી ચક્ષુ આદિની જેમ મન એ ઇન્દ્રિય નથી પરંતુ અનિન્દ્રિય છે અને આ વાત આગળ કહેવામાં આવશે.
તથા “વચનાદિના વ્યાપારમાં પરાયણ (= તત્પર) હોવાથી વાણી આદિ તો ખરેખર ઇન્દ્રિયના વ્યપદેશવાળી છે અર્થાત્ ઇન્દ્રિયના નામને યોગ્ય છે' આ વાત પણ બરાબર નથી. કારણકે જે રીતે ચક્ષુ આદિ દ્વારા ઉત્પન્ન થયેલું વિજ્ઞાન રૂપાદિ અર્થને ગ્રહણ કરવા માટે પરિણમે છે, તે રીતે વાણી આદિ દ્વારા જન્ય વિજ્ઞાન પરિણમતું નથી. વળી (ચક્ષુ અને રૂપાદિ વચ્ચે જેમ ભેદ છે તેમ). વાણી અને વચનમાં કોઈ ભેદ નથી. આ વાણી એ આત્માના પ્રયત્ન, સંસ્કાર અને પ્રયોગના ક્રમ મુજબ વર્તનારી હોવાથી શબ્દ સ્વરૂપ છે અને શબ્દ એ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. વળી ‘એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિય પર ચઢી બેસે એટલે કે એકના વિષયને અન્ય ગ્રહણ કરે એ માન્ય નથી, કારણ કે ઇન્દ્રિયો નિયત (સ્વ આશ્રયી) વિષયવાળી હોય છે. ૨. દ્વારવિજ્ઞાન - મુ. (.) ૨. ક્વિષ્ય મુ. પ્રા. (. માં.)