________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- इन्द्रो जीवः सर्वद्रव्येष्वैश्वर्ययोगात् विषयेषु वा परमैश्वर्ययोगात्,
- સ્થિતિ છે वस्य शब्दनिर्भेददिदर्शयिषयाऽऽह → इन्द्रियमिन्द्रलिङ्गमिति । एतावता शब्दप्राभृतप्रसिद्ध लक्षणमुपलक्षयति, स्वयमेव च पुनर्व्याचष्टे , इन्द्रो जीवः सर्वद्रव्येष्वैश्वर्ययोगात्, इन्द्रनादिन्द्रः सर्वभोगोपभोगाधिष्ठान सर्वद्रव्यविषयैश्वर्योपभोगाज्जीवः तच्च पर्यायतोऽस्य सम्भवत्यनादौ संसारेऽनेकजन्मान्तरवृत्तेर्देवादिस्थानापेक्षया, न चास्ति किल कश्चित् प्रदेशो लोकेऽणुमात्रोऽपि यत्रैकेन जन्तुना न जन्ममरणे समनुभूते प्राणापान-शरीराहारादिग्रहणं वा नाकारीति, प्रवचने चोपदिष्टमजापाटकनिदर्शनम्, अत एव भगवद्भिरालोकितसकललोकस्वभावैः, अतः परमेश्वरोऽयं सर्वत्र सर्वस्य सर्वदेश्वरत्वाद् । यो वा सर्वद्रव्यविषयमुक्तन्यायेन परमेश्वरत्वमस्यापहृते प्रवचनाद् बहिर्वर्तमानस्तं प्रति प्रकारान्तरेण परमेश्वरतामाविष्करोति विषयेषु वा - परमैश्वर्ययोगादिति (भाष्येण)। प्रसिद्धाः खलु विषयाः
ભાષ્યાર્થ :- ઈન્દ્ર એટલે જીવ કારણકે (તેને) સર્વ દ્રવ્યો વિષયક ઐશ્વર્યનો યોગ (= ઉપભોગ) છે અથવા (તેને) વિષયોમાં પરમ ઐશ્વર્યનો યોગ છે.
- હેમગિરા -
કરી કે - પાંચ જ ઇન્દ્રિયો હોય છે. હવે “ન્દ્રિયાળ' એવા સૂત્રગત આ અવયવના શાબ્દિક રહસ્યને જણાવવાની ઇચ્છાથી વાચકશ્રી (ન્દ્રિયન્દ્રિતિકું...' ઇત્યાદિ ભાષ્યને કહે છે.
આટલા ભાષ્ય વડે શબ્દ પ્રાભૂતમાં (= પૂર્વનો એક વિભાગ, જેમાંથી વ્યાકરણનું નિર્માણ થયું છે તેમાં) પ્રસિદ્ધ એવા ઇન્દ્રિયના લક્ષણને દેખાડે છે અને ફરી સ્વયં જ (વાચકશ્રી) “ફન્દ્રો નવ:.' ઇત્યાદિ ભાષ્યમાં (આ લક્ષણને) કહે છે કે રૂદ્નાર્ (= ઐશ્વર્યના યોગ થકી) ઇન્દ્ર કહેવાય છે અર્થાત્ સર્વ ભોગ અને ઉપભોગના સ્થાન રૂપ એવા સર્વ દ્રવ્ય વિષયક ઐશ્વર્યના ઉપભોગ થકી જીવ ઇન્દ્ર કહેવાય છે.
આ જીવનો તે ઉપભોગ અનાદિ સંસારમાં પર્યાયની અપેક્ષાએ અનેક જુદા જુદા જન્મમાં જીવની વૃત્તિ હોવાથી દેવાદિ સ્થાનની અપેક્ષાએ સંભવે છે. વળી લોકમાં અણુ જેટલો પણ એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં એક જીવ વડે જન્મ-મરણની અનુભૂતિ કરાઈ નથી અથવા ઉચ્છવાસનિઃશ્વાસ, શરીર, આહારાદિનું ગ્રહણ કરાયું ન હોય ! અને આથી (જીવ વડે સર્વત્ર જન્મ મરણ શરીર આહારાદિનું ગ્રહણ કરાયું હોવાથી) જ પ્રકાશિત કરાયો છે સકલ લોકનો સ્વભાવ જેમના વડે એવા તીર્થકર ભગવાને (આ વસ્તુને સમજાવવા માટે) પ્રવચનમાં “અજાપાટક’નું દષ્ટાંત દેખાડ્યું છે. આમ આ જીવ પરમેશ્વર કહેવાય છે કારણકે સર્વત્ર સર્વ દ્રવ્ય વિષયક ઐશ્વર્ય સર્વદા જીવમાં રહ્યું છે. ૨. રિમો . પ્રિ° - - (ઉં. માં.) ૨. “તોમર્વ 1.