________________
૪૬
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/७
• સ્થિતિ अन्यत्वमिति शरीरादात्मनः, तद्विलक्षणत्वात् परलोकसद्भावाच्चावश्मन्यत्वमभ्युपेयम्, तथाऽण्वादीनामपि परस्परेणास्ति।
कर्तृत्वमिति शुभाशुभकर्मणो निर्वर्तकत्वं योगप्रयोगसामर्थ्यात्, कर्तृत्वादेव च भोक्तृत्वं स्वप्रदेशव्यवस्थितशुभाशुभकर्मकर्तृत्वात्, (तत्फलभोक्तृत्वम्) कर्तृत्वं सूर्यकान्तेऽपि सवितृकिरणगोमयसङ्गमादुपलभ्यतेऽग्निनिर्वृत्तावतः सामान्यम्, भोक्तृत्वं मदिरादिष्वत्यन्तप्रसिद्धं भुक्तोऽनया गुड इति।
क्रोधादिमत्त्वाद्गुणवत्त्वं ज्ञानाद्यात्मकत्वाद् वा, परमाण्वादावपि गुणवत्त्वमेकवर्णादित्वात् समानम्। त्वक्पर्यन्तशरीरमात्रव्यापित्वात् असर्वगतत्वं संसार्यात्मनः, मुक्तस्यापि समन्ततः परिमितत्वात् स्वदेह
– હેમગિરા - પણ સામાન્યથી રહેલું છે.
અન્યત્વ -- શરીર થકી આત્મામાં અન્યત્વ’ ધર્મ છે. દેહની અપેક્ષાએ આત્મામાં અવશ્ય અન્યત્વ સ્વીકારવું જોઈએ. કારણકે આત્મા એ શરીરથી વિલક્ષણ છે તેમજ પરલોકમાં આત્માનો સદ્ભાવ છે (આ વર્તમાન ભવના શરીરનો નહીં). તે રીતે અણુ આદિમાં પણ એક બીજાની અપેક્ષાએ “અન્યત્વ’ ધર્મ છે.
શકતૃત્વ-ભોકતૃત્વની સંયોજના છે કતૃત્વ -- મન, વચન, કાયા એ ૩ યોગના પ્રયોગના સામર્થ્યથી (જીવમાં) શુભ કે અશુભ કર્મનું કર્તુત્વ છે અને કર્તુત્વ હોવાથી જ ભોકતૃત્વ ધર્મ (જીવમાં) છે. અર્થાત્ સ્વ (= આત્મ) પ્રદેશમાં વ્યવસ્થિત (ક્ષીરનીર ન્યાયે એકમેક થયેલ) શુભાશુભ કર્મનું કર્તૃત્વ હોવાથી જ તેના ફળ નું ભાતૃત્વ (જીવમાં) હોય છે. એ જ પ્રમાણે કર્તૃત્વ અજીવમાં ય જોવા મળે છે. તે આ રીતે – (અજીવ એવા) સૂર્યકાંતમણિમાં પણ સૂર્યના કિરણો અને છાણનો સંગમ થવાથી અગ્નિની ઉત્પત્તિ વિષયક કર્તૃત્વ પ્રાપ્ત થાય છે. આથી આ કર્તૃત્વધર્મ બંનેમાં હોવાથી સાધારણ છે. તથા મદિરા આદિમાં પણ ‘ભોકતૃત્વ’ ધર્મ અતિ પ્રસિદ્ધ છે, જેમકે લોકમાં એમ કહેવાય છે કે આ મદિરા વડે ગોળ ખવાયો છે (અર્થાત્ આ મદિરા પ્રચુર ગોળ વડે નિર્માણ થઈ છે. આમ વ્યવહારથી ભોકતૃત્વધર્મ એ જડમાં પણ હોય છે. આથી આ ભાતૃત્વ ધર્મ સાધારણ છે.)
ગુણવત્ત - આત્મા (કર્મભનિત એવા) ક્રોધાદિ અથવા જ્ઞાનાદિ (ગુણ) આત્મક હોવાથી આત્મામાં ગુણવત્ત્વ ધર્મ રહ્યો છે. એ જ રીતે પરમાણુ આદિ પણ એક વર્ણ (વાળા, બે વર્ણવાળા, એમ બીજા પણ વર્ણ, ગંધ, રસ) આદિ ગુણવાળા હોવાથી પરમાણુ આદિમાં પણ ગુણવત્ત્વધર્મ સમાન છે. (એમ આ ગુણવત્ત્વ ધર્મ પણ જડ અને ચેતનમાં સમાન છે.)
અસર્વગતત્વ - (સંસારી આત્મા) પોતાની ચામડી સુધીના શરીર માત્રમાં વ્યાપી હોવાથી ૨. નિર્વસ્ત વયોr° - j. ૨. નિવૃતાવત સામાન્યમ્ - પ..