________________
गन्धहस्ति
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/७ स्वतत्त्वमिति । इत्येते पञ्च भावा इत्यादि भाष्यम् । इतिशब्दः सकलभावोपसंहारार्थः । एत इति प्रतिपदं य उद्दिष्टा औपशमिकादयः । पञ्चैवाऽन्यूनाधिका भावाः = पर्यायान्तराण्यात्मनस्त्रिपञ्चाशद्भेदा येषां ते त्रिपञ्चाशद्भेदा भवन्ति आत्मनः स्वतत्त्वं द्वि-नवाष्टादिसूत्रे ( अ. २, सू. २) च सङ्ख्या प्राग्नियता सैवानेनोपसंहृतेति ।
५०
एते च भावविकल्पा जीवानां यथासम्भवमायोज्याः, न सर्वे सर्वेषामिति, क्षायिक-पारिणामिकावेव सिद्धानाम्, औपशमिकवर्जा नारक - तिर्यग्योनीनाम्, देव-मनुष्याणां पञ्चापि, न त्वौपशमिकक्षायिके सम्यक्त्वचारित्रे वा युगपद् भवत इति, एवमयमात्मा परिणामैरेभिरौपशमिकादिभिर्युक्तः परिणामी द्रव्यमिति निश्चेतव्यः, न हि श्रद्धानादिलक्षणा: परिणामाः 'केनचिद् कदाचिद् घटादिषूपलब्धपूर्वाः, तस्मादेषां भावानामवश्यं केनचिदन्वयिना पदार्थेन भवितव्यम्', स चात्मेति ॥२/७॥ → હેમગિરા -
‘નૃત્યેતે પબ્ધ ભાવા’ઇત્યાદિ ભાષ્યનો અર્થ આ મુજબ છે -> ‘કૃતિ’ શબ્દ એ સમ્યક્ત્વ આદિ સર્વે ભાવોના ઉપસંહાર કરવા માટે છે. ‘તૅ’ પદ એ ઔપામિક વગેરે જે ભાવો પોતપોતાના નામથી સાક્ષાત્ સૂત્રમાં ઉદ્દિષ્ટ હતા તેઓનો સૂચક છે. ‘પશ્ચ’ પદથી આ ઔપામિકાદિ ૫ જ છે, ઓછા કે વધારે નહીં એવું સૂચિત કર્યું છે. ‘ભાવાઃ’ = ભાવો એટલે કે આત્માના (ઔપરામિકાઠિ) જુદા જુદા પર્યાયો. ‘ત્રિપગ્વાશઘેવા’ પદમાં બહુવ્રીહી સમાસ થયેલ છે, જેનો વિગ્રહ ટીકામાં સ્પષ્ટ છે. તેથી અર્થ આ પ્રમાણે થયો કે - ૫૩ ભેદવાળા આ ઔપરામિકાદિ ૫ ભાવો આત્માના સ્વતત્ત્વ છે. વળી ‘-નવ...’ ઇત્યાદિ આ ૨/૨ સૂત્રમાં જે ૫૩ની સંખ્યા પૂર્વમાં નિયત કરેલી તે જ સંખ્યાનો આ ભાષ્યમાં ઉપસંહાર કર્યો છે.
* ભાવોની પાંચ ગતિમાં યોજના હ
વળી આ (૫૩) ભાવના વિકલ્પો જીવોમાં યથાયોગ્ય જોડવા, બધા વિકલ્પો બધામાં ન જોડવા. તે આ પ્રમાણે કે સિદ્ધોમાં ક્ષાયિક અને પારિણામિક બે જ ભાવો ઘટાડવા. નારક અને તિર્યંચ યોનિમાં ઔપમિક વર્જી શેષ ૪ ભાવો ઘટાડવા, દેવ અને મનુષ્યમાં પાંચેય ભાવો યોજવા. વિશેષ એ ધ્યાનમાં લેવું કે ઔપરામિક અને ક્ષાયિક એવા સમ્યક્ત્વ અને ચારિત્ર એક સાથે હોતા નથી અર્થાત્ ઔપશમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર એક સાથે એક જીવમાં હોતા નથી. આ પ્રમાણે અત્યાર સુધીમાં કહેલા ઔપરામિકાઠિ પરિણામો (= ભાવો)થી યુક્ત પરિણામી દ્રવ્ય આ આત્મા બીજા ઘટ વગેરે નહીં, એમ નિશ્ચય કરવો કારણકે ઘટાદિ જડ પદાર્થોમાં આ શ્રદ્ધાનાદિ સ્વરૂપવાળા (સમ્યક્ત્વાદિ) પરિણામો કોઈના વડે કયારેય પૂર્વે મેળવાયા નથી. તેથી આ ભાવો (= પરિણામો)નો ચોક્કસ કોઈ અન્વયી પદાર્થ (= પરિણામી દ્રવ્ય) હોવો જોઈએ અને તે (અન્વયી દ્રવ્ય) આત્મા છે એ પ્રમાણે ફલિત થાય છે. ।।૨/૭ II ૨. ચિત્ ઘટાવિ॰ - મુ (ä. મા.)। ૨. ભાવ્યમ્ - રા. માં।