________________
३४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५ भाष्यम् :- सम्यक्त्वं चारित्रं संयमासंयम इत्येतेऽष्टादश क्षायोपशमिका भावा ભવન્તરિ ૨/કા
– " ક્તિ उच्यते → अत एव सूत्रे नोपात्ताः, प्रतिपदं विवरणे पुनर्न दोषः कश्चित्, यथा यथा सुविवृतं भवति तथा तथा विवृणोति। एताः पञ्चापि लब्धयोऽन्तरायकर्मणः क्षयोपशमाद् भवन्ति, सम्यक्त्वमनन्तानुबन्धिकषाय-दर्शनमोहक्षयोपशमादाविश्चकास्ति, चारित्रमपि दर्शनमोह-कषायद्वादशकक्षयोपशमाज्जायते सकलविरतिलक्षणम्, संयमश्चासावसंयमश्च संयमासंयम = सङ्कल्पकृतात् प्राणातिपातानिवृत्तिरारम्भकृतादनिवृत्तिः तथा मृषावादादिष्वपि योज्यम्।
सक्षेपतो द्वादशविधः श्रावकधर्मः संयमासंयमो व्यावृत्ति-प्रवृत्तिलक्षणः। स च दर्शनमोहापोहादनन्तानुबन्ध्यप्रत्याख्यानकषायाष्टकक्षयोपशमाज्जायते।
ભાષ્યાર્થઃ- સમ્યકત્વ, ચારિત્ર અને સંયમસંયમ આમ (કુલ મળી) ૧૮ ક્ષાયોપથમિક ભાવ હોય છે. ૨/૫ ..
- હેમગિરા -
છે પુનરુત દોષનો વિવરણમાં અભાવ છે શંકા હમણાં ૨/૪ સૂત્રમાં પોતપોતાના નામ થકી કહેવાયેલી આ જ લબ્ધિઓ અહીં (૨/૫ સૂત્રના ભાષ્યમાં) ગ્રહણ કરી શકાશે. ફરીથી નામપૂર્વક કહેવાની જરૂર નથી.
સમાધાનઃ ફરીથી અહીં નથી કહેવી આથી જ સૂત્રમાં તે લાભ વગેરે પ્રત્યેક લબ્ધિઓ ગ્રહણ કરાઈ નથી. પરંતુ ભાષ્યમાં તો પોતપોતાના નામ વડે વિવરણ કરવામાં કોઈ દોષ નથી. કારણ કે જે જે રીતે વિવરણ સારું કરાયેલું અર્થાત્ સરલ થાય તે તે રીતે વિવરણકાર વિવરણ કરતાં હોય છે.
આ પાંચેય લબ્ધિઓ અંતરાયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. સમ્યગ્દર્શન એ અનંતાનુબંધી કષાય અને (વિવક્ષિત) દર્શન મોહનીયના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. સર્વવિરતિના લક્ષણવાળું ચારિત્ર પણ દર્શન મોહનીય તેમજ (અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય રૂ૫) ૧૨ કષાયના ક્ષયોપશમથી થાય છે. સંયમ યુક્ત અસંયમ તે સંયમસંયમ અર્થાત્ દેશવિરતિ. (અહીં ઉભયપદ વિશેષણ કર્મધારય સમાસ છે.) સંકલ્પ વડે થતાં પ્રાણાતિપાત (= જીવવધ) થકી નિવૃત્તિ અને આરંભથી થતા પ્રાણાતિપાત થકી અનિવૃત્તિ તે સંયમસંયમ છે. તે રીતે મૃષાવાદ વગેરે પાપોમાં પણ સંયમસંયમને યોજવું.
- સંક્ષેપથી નિવૃત્તિ અને પ્રવૃત્તિના લક્ષણવાળો ૧૨ પ્રકારનો શ્રાવક ધર્મ તે સંયમસંયમ છે. અને તે (સંયમસંયમ) દર્શનમોહનીયના અપોથી (મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયના સર્વથા ૨. નાં મુ. . (ઉં. માં.)