________________
१४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१
– Wત્તિ – जीवनाज्जीव इति, मुक्तानां तदनभिसम्बन्धात्।
अथवा द्रव्य - भावप्राणसामान्याङ्गीकरणे सति प्रतिविशिष्टसम्बन्धापेक्षः शब्दो भवत्येव जीवनाज्जीवः, संसारिणो द्रव्यप्राणाः पञ्चेन्द्रियादयः सिद्धानां भावप्राणा ज्ञानोपयोगादय इति।
स्वतत्त्वमित्ययं स्वशब्द आत्मात्मीयादिषु प्रसिद्धः, तत्रात्मनि वर्तमानोऽङ्गीक्रियते, तत्त्वशब्दो भावाभिधायी, ततश्चायं समुदायार्थः → जीवस्यायमात्मा भावः जीवस्यायमात्मस्वरूपभवनम्, एवमौपशमिकादिरूपेणात्मनैव स तथा भवतीति, अव्यतिरेकलक्षणा चेयं कर्तुरनर्थान्तरं षष्ठी, स्वतत्त्वं च पदार्थानामनध्यारोपितमनपोदितं च भवति, सर्वदा जीवश्चेतनालक्षण इति नाध्यारोपितं, नापोदितं
– હેમગિરા –
છે જીવ શબ્દનો વિવક્ષિત અર્થ છે અહીં “આત્મા’નો પર્યાયવાચી એવો શુદ્ધ (= વ્યુત્પત્તિ શૂન્ય) “જીવ’ શબ્દ ગ્રહણ કરાય છે પરંતુ જીવન થકી જીવ’ એવી વ્યુત્પત્તિને આશ્રયીને આયુષ્ય રૂપ દ્રવ્યપ્રાણના સંબંધથી કહેવાયેલો
જીવ’ શબ્દ ગ્રહણ નથી કરાયો કેમકે મુક્ત જીવોને આયુષ્ય વગેરે સ્વરૂપ દ્રવ્યપ્રાણનો સંબંધ નથી હોતો. અથવા તો દ્રવ્ય (= આયુષ્ય વગેરે) અને ભાવ (= જ્ઞાનોપયોગ વગેરે) પ્રાણોનો સામાન્ય રીતે અંગીકાર કરવાથી જીવન થકી જીવ’ એ વ્યુત્પત્તિને આશ્રયીને પણ, ચોક્કસ પ્રકારના પ્રાણના સંબંધની અપેક્ષા રાખનાર, જીવ’ શબ્દ જ થાય છે. સંસારીને પાંચ ઇન્દ્રિય વગેરે દ્રવ્ય પ્રાણી હોય છે અને સિદ્ધોને જ્ઞાનોપયોગ વગેરે ભાવ પ્રાણી હોય છે.
હવે સૂત્રગત સ્વતવ પદનો અર્થ કરતાં કહે છે કે “સ્વતત્ત્વ' પદમાં રહેલ આ ‘વ’ શબ્દ આત્મા, આત્મીય આદિ અર્થમાં પ્રસિદ્ધ છે. ત્યાં (= આ બંને અર્થમાં) પ્રસ્તુતમાં ‘વ’ શબ્દ ‘આત્મા’ અર્થમાં રહેલો ગ્રહણ કરાય છે. ‘તત્ત્વ' શબ્દ ભાવ અર્થ (= હોવું, થવું)ને કહેનારો છે અને તેથી નવી સ્વતત્ત્વ' પદનો આ સમુદાય અર્થ થયો કે આ ઔપથમિક આદિ ભાવો જીવના આત્મભૂત ભાવો છે (સ્વ = આત્મા = આત્મ સ્વરૂપ = આત્મભૂત, તત્ત્વ = ભાવ) અર્થાત્ આ પાંચ ભાવો જીવના સ્વસ્વરૂપે થાય છે. આ પ્રમાણે ઔપશમિકાદિ રૂપ આત્મભૂત ભાવથી જ તે જીવ તેવા (= ઔપશમિકાદિ ભાવ) રૂપે થાય છે.
તથા નવશ્ય' પદમાં રહેલી અવ્યતિરેક લક્ષણાવાળી આ પછી વિભક્તિ કર્તા એવા જીવ સાથે (ઔપશમિકાદિ ભાવોના) અનર્થાતરને = અભેદને સૂચવનારી છે.
જીવના આરોપ અને અપવાદ રહિત સ્વતત્ત્વની વિચારણા (જીવાદિ) પદાર્થોનું સ્વતત્ત્વ અધ્યારોપિત (આરોપ રહિત) અને અનપોદિત (= અપવાદ રહિત) હોય છે. (આત્માના પાંચ ભાવો પ્રાય તેવા અનધ્યારોપિત અને અનપોદિત સ્વતત્ત્વ રૂપ નથી કેમકે પ્રાયઃ જીવ સદા એ પાંચ ભાવયુક્ત હોતો નથી.) હંમેશા જીવ ચેતના લક્ષણવાળો જ