________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ।
– સ્થિતિ परिणामानन्यत्वात्, अन्योऽन्यानुगतौ सत्यामविभागात्, तदात्मकत्वमुदक-दुग्धयोरिवात्म-कर्मणोः, अतः स्वतत्त्वमात्मनो गत्यादयः, सैव हि चेतनाऽनपायिनी कर्ममलदिग्धाऽनेकावस्थान्तरावस्कन्दिनी तथा व्यपदिश्यते इति न दोषः।
कश्चिदाढौकते परिणाम एव हि पारिणामिक इति स्वार्थे प्रत्ययो, न प्रयोजन-निर्वृत्त्योः, किं कारणम् ? आदिमत्त्वप्रसङ्गाज्जीव-भव्याभव्यत्वादेः, यदि परिणामः प्रयोजनमस्येति व्युत्पत्तिः पारिणामिको जीव इति ततः प्रागवस्थायां नाभूज्जीव इति, युक्त्यागमाभ्यां चैष पक्षो विरुध्यते, एवं 'निर्वृत्त्यर्थेऽपि प्रागनिर्वृत्तौ निर्व]त, स एव दोषः, तथा भव्याभव्यत्वादिष्वपि योज्यम् । युक्तिविरोधस्तावत्
- હેમગિરા ૦ આત્મા અને કર્મ પરસ્પર એકમેક (= અનુગત) થયે છતે તેમનો વિભાગ હોતો નથી. વળી પાણી અને દૂધની જેમ આત્મા અને કર્મનું તદાત્મકપણું જાણવું.
આથી ગતિ વગેરે રૂપ (ઔદયિક ભાવો) આત્માના સ્વતત્ત્વ છે. આમ હોવાથી અનન્યાયી (= ક્યારેય નાશ ન પામનારી = અવ્યાપ્તિ આદિ દોષ રહિત લક્ષણ સ્વરૂપ) એવી તે ચેતના જ ખરેખર કર્મરૂપી મળથી લેપાયેલી અનેક (ઔદયિક ભાવ રૂ૫) અવસ્થાતરોને પામતી તેવી રીતના (ગતિ, ક્રોધ વગેરે રૂ૫) વ્યપદેશને પામે છે. આમ હોવાથી દોષ નથી.
પારિણામિક ભાવનું સ્વરૂપ છે (પૂર્વે ટીકામાં પૃષ્ઠ-૮માં પરિપામ વ પરિમા એમ સ્વાર્થમાં વ્યુત્પત્તિ દર્શાવી એથી) કોઈ પ્રશ્ન કરે છે કે
પ્રશ્ન : પરિણામ જ ખરેખર પારિણામિક છે, એવી વ્યુત્પત્તિને આશ્રયીને પારિણામિક શબ્દમાં લાગેલો રૂમ્ પ્રત્યય સ્વાર્થમાં છે પણ પ્રયોજન અને નિવૃત્તિ અર્થમાં નથી. આમ કહેવા પાછળ શું કારણ છે ?
ઉત્તર : (જો એમ ન કહેવાય તો) જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે પારિણામિક ભાવોને આદિવાળા માનવાની આપત્તિ આવે. તે આ રીતે કે જીવ (= જીવ7) એવો જે પરિણામિક ભાવ છે એમાં જો પારિણામિક શબ્દની ‘પરિણામ પ્રયોજન છે જેનું એ પારિણામિક’ આવી વ્યુત્પત્તિ કરશો તો પૂર્વ અવસ્થામાં જીવ ન હતો (અર્થાત્ જીવત્વ એ સાદિમાન છે) એમ કહેવાની આપત્તિ આવે. આ વાત યુક્તિ અને આરામથી વિરૂદ્ધ/અયુક્ત કરે છે. આમ પ્રયોજન અર્થની જેમ નિવૃત્તિ અર્થમાં (પરિણામથી નિર્માણ થયેલ તે પારિણામિક એમ વ્યુત્પત્તિ કરતાં) પણ જે પૂર્વે બનેલું ન હતું એને બનાવાય છે, આમ તે જ દોષ આવશે. તે જ રીતે ભવ્યત્વ, અભવ્યત્વ આદિને વિષે પણ યોજી લેવું. (અર્થાત્ તેઓને પણ સાદિ માનવાનો દોષ આવશે.) ૨. નિવૃત્તાર્થે - .