________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
– દક્તિ ભ ___ इह केचिद् विद्वांसः 'संसारस्थानामिति वाक्यशेषमधीयते सिद्धव्यावृत्त्यर्थं, न किलैते द्वयादिभिन्नास्तेषु सम्भवन्ति भावाः, एकरूपः पारिणामिक एव सम्भवति।
तदेतदयुक्तम् → तत्र हि यथासम्भवं ग्रहीष्यन्ते, नावश्यं सर्वैः स्वभेदैः सर्वत्र भवितव्यम्, यथा संसारिणामपि मिथ्यादृष्टीनां न कदाचिदौपशमिक-क्षायिकौ भवतः अभव्यानां वा, तथा सिद्धेष्वपि यथासम्भव-ग्रहणमिति न किञ्चिद्वाक्यशेषेण। तथैकरूपः पारिणामिक एव सम्भवति, तदेतदयुक्तम्, यस्मात् क्षायिक-सम्यक्त्व-वीर्य-सिद्धत्व-दर्शन-ज्ञानैरात्यन्तिकैः स युक्तोऽतिनिर्द्वन्द्वेनापि च सुखेन, ज्ञानादयस्तु भावप्राणाः, मुक्तोऽपि जीवति स तैर्हि, तस्माज्जीवत्वं नित्यं सर्वस्य जीवस्येत्येवमादयः पारिणामिका अपि भावाः सन्ति, न परिणाम एवेत्यवधृतिः।।
- હેમગિરા - છે ‘સંસારસ્થાનાં' પદના અધ્યાહારનું નિરાકરણ છે અહીં સૂત્રમાં કોઈક વિદ્વાનો સિદ્ધ ભગવંતોની બાદબાકી કરવા માટે “સંસારસ્થાન' એ પદનો અધ્યાહાર કરે છે. તેઓનું એવું કહેવું છે કે ખરેખર સંસારીની જેમ આ ૨ આદિ પ્રકારવાળા ભાવો તેઓ (= સિદ્ધ ભગવંતો)માં સંભવી શકતા નથી, માત્ર ૧ રૂપવાળો પરિણામિક ભાવ જ સિદ્ધોમાં સંભવે છે.' (તેથી તેમને આશ્રયી સૂત્રમાં યથોક્ત ભાંગાઓ લખવાનો કોઈ અર્થ નથી.) આ વાત અયુક્ત છે કારણકે સિદ્ધોમાં (સૂત્ર નિર્દિષ્ટ ભાવોમાંથી) જેટલા ભાવો ઘટે તેટલાનું ગ્રહણ કરી શકાશે. એવું જરૂરી નથી કે પોતાના પેટા ભેયુક્ત બધા ભાવો સર્વત્ર (= સર્વ જીવોમાં) હોવા જ જોઈએ.” (પણ જેમાં જેટલા ભાવો ઘટતા હોય તેટલા ઘટાડવા.) જેમકે સંસારીઓમાં પણ ભવ્ય અને અભવ્ય મિથ્યાદષ્ટિઓને કયારે પણ ‘ક્ષાયિક અને ઔપથમિક’ આ બે ભાવો હોતા નથી. (પણ માત્ર ૩ જ ભાવો હોય છે.) તે જ રીતે સિદ્ધોમાં પણ યથાસંભવ (= આ ૫ ભાવોમાંથી જે ઘટે તે) ગ્રહણ કરવા, આથી વાક્યશેષથી (= “સંસારસ્થાન' એવો અધ્યાહાર કરવાથી) કોઈ અર્થ સરતો નથી.
સિદ્ધોમાં પણ અનેક ભાવે છે (તમે ઉપર જે “સંસરિસ્થાન' પદ મુકવા પાછળ હેતુ આપતાં કહ્યું હતું કે, સિદ્ધોમાં ૧ રૂપવાળો જ પારિણામિક ભાવ સંભવે (બીજા નહિ), આ વાત બરોબર નથી કારણકે સિદ્ધ ભગવંતો આત્યંતિક (= શાશ્વત) એવા ક્ષાયિક સમકિત, ક્ષાયિક વીર્ય, ક્ષાયિક સિદ્ધત્વ, ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન વડે તથા અતિ નિર્બદ્ધ (= દુઃખલેશ પણ જેમાં નથી) એવા સુખ વડે યુકત જ છે; વળી જે જ્ઞાનાદિ ભાવ પ્રાણી છે તેઓના વડે તે મુક્ત જીવ પણ ચોક્કસ જીવે છે, તેથી જીવત્વ સર્વ જીવમાં નિત્ય (= સર્વકાળ) છે. આવા પ્રકારના બીજા પણ પરિણામિક ભાવો સિદ્ધમાં છે, તેથી ૨. સ્થાયિનાન્ સિ - . ૨. તર્થવરૂપ પબિપિ - મુ. (. માં.)