________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
- ન્યુક્તિ पारिणामिकशब्देन च द्रव्य-भावप्राणावस्थाख्यः परिणाम (जीव) उच्यते, तथा सेधनयोग्यः परिणामो भव्यः, अभव्यस्तु न कदाचित् सेधनयोग्यः परिणाम इति ।
सूत्रपर्यन्तवर्ती चशब्दः समुच्चये, औपशमिकादयो भावाः जीवस्य स्वतत्त्वमौदयिक-पारिणामिकौ च स्वतत्त्वमिति, भावानां पर्यन्ते च वृत्तावितिशब्दोऽर्थपदार्थकः १, एते = औपशमिकाद्यर्थाः पञ्च भावा जीवस्य स्वतत्त्वं भवन्ति, विनाऽप्येवकारेण सङ्ख्याशब्दोपादानादवधृतिर्गम्यते पञ्चैवाऽन्यूनाधिका भावाः पर्यायाः जीवस्य स्वतत्त्वमुपलक्षणद्वारेण भूयसा भवन्ति । एते च सर्वजीवेषु सर्वदा साकल्येन न भवन्तीत्युपलक्षणमात्रमतो द्रष्टव्याः। एवमौपशमिकादिभावयुक्तो द्रव्यं जीवः सङ्कोच-विकासस्वभावो लोकाकाशप्रदेशमानासंख्येय
- હેમગિરા -
છે ત્રણ પ્રકારના પારિણામિક ભાવ છે વળી આ પારિણામિક શબ્દથી, દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ રૂપ અવસ્થા દ્વારા પ્રસિદ્ધ એવો જીવ (= જીવત્વ) સ્વરૂપ પરિણામ કહેવાય છે તેમજ સિદ્ધિગમનને યોગ્ય એવો ભવ્ય (= ભવ્યત્વ) સ્વરૂપ પરિણામ કહેવાય છે અને ક્યારેય સિદ્ધિ ગમનને અયોગ્ય એવો અભવ્ય (= અભવ્યત્વ) સ્વરૂપ પરિણામ કહેવાય છે.
મૂળ સૂત્રને છેડે રહેલ ર’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. સમુચ્ચય આ રીતે કરવો “ઔપશમિક આદિ (૩) ભાવો જીવના સ્વતત્ત્વ છે તથા ઔદયિક અને પરિણામિક ભાવ જીવના સ્વતત્ત્વ છે.” તથા ભાષ્યમાં ૫ ભાવોના અંતે જે તિ' શબ્દ છે તે અર્થવાચક છે, શબ્દવાચક નથી અર્થાત્ ઔપશમિક વગેરે પદોનો ઔપથમિક વગેરે શબ્દો એ અર્થ ન કરવો પરંતુ તે પદોથી વાચ્ય ઔપશમિક વગેરે ભાવો એ અર્થ કરવો એમ તિ' શબ્દ દ્વારા ભાષ્યકારશ્રી સૂચન કરે છે. “આ ઔપશમિકાદિ પદાર્થ રૂપ પાંચ ભાવો જીવના સ્વતત્વ છે.' આ પંક્તિમાં સંખ્યાવાચી ‘પષ્ય’ શબ્દ ગ્રહણ કરેલો હોવાથી એવકારનો નિર્દેશ ન કરવા છતાં અવધારણ (જ' કાર) અર્થ જણાય છે કે જીવના સ્વતન્ત પાંચ જ ભાવો = પર્યાયો હોય છે, ચૂનાધિક નહિ. વળી ઉપલક્ષણ દ્વારા તો ઘણાં હોય છે. આ ભાવો સર્વ જીવોમાં હંમેશા એક સાથે હોતા નથી. આ પ્રમાણે હોવાથી (આ ભાવોને) માત્ર ઉપલક્ષણ રૂપે જોવા યોગ્ય છે.
છે જીવના સ્વરૂપની ઓળખ છે આ પ્રમાણે જીવ ઔપશમિકાદિ ભાવ યુક્ત દ્રવ્ય છે, તેમજ જેમ દીપક (= દીપકનો પ્રકાશ) સ્વ આશ્રયના પ્રમાણ જેટલા પ્રમાણવાળો ભાસે છે તેમ લોકાકાશના પ્રદેશ પ્રમાણ અસંખ્ય પ્રદેશવાળો પણ જીવ સંકોચ અને વિકાસના સ્વભાવવાળો હોવાથી સ્વ આશ્રયભૂત ૨. વાર્થ:, વ તે - મુ. (જ. હું.)