________________
सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम्
ભાષ્યમ્ :- જ્ઞાન, વર્શન, વાન, નામ: મોળ, ૩૫મો:, વીર્યમિત્યેતાનિ સયવત્વ-ચરિત્રે च नव क्षायिका भावा भवन्तीति ॥ २/४ ॥
-૦ ગન્ધત્તિ -
२७
उच्यते → वक्ष्यति हि दशमे ‘औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्वज्ञान- दर्शन - सिद्धत्वेभ्य:' ( अ. १०, सू. ४) इति, तन्न खलु विस्मृत इहाचार्यस्यायं सिद्धत्वलक्षणो भावः, किन्तु मोक्षकाष्ठा परासाविति तत्रैवोपादास्यामहे → मोक्षाधिकार एव पठिष्यामः इत्यमुनाऽभिप्रायेण नेहाधीतः, ये पुनः कर्माष्टकैकदेशक्षयात् जातास्त इहावध्रियन्ते नवेत्यदोषः ॥
भाष्याक्षराण्यधुनाऽनुगम्यन्ते
ज्ञानमिति केवलं सकलज्ञेयग्राहि समस्तज्ञानावरणक्षयप्रभवं परिगृह्यते, न शेषमसम्भवात् । ભાષ્યાર્થ :- જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય આ પ્રમાણે આ (૭) અને સમ્યક્ત્વ અને ચારિત્ર એમ ૯ ક્ષાયિક ભાવો હોય છે. ।।૨/૪૫
હેમગિરા - પ્રશ્ન : આચાર્યશ્રીનો આ અભિપ્રાય કઈ રીતે જાણી શકાય ?
→
ઉત્તર ઃ ૧૦મા અધ્યાયના ચોથા સૂત્રમાં કહેવાશે જ કે ‘ક્ષાયિક સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન તેમજ સિદ્ધત્વ એ ૪ ક્ષાયિકભાવો મુક્ત આત્મામાં હોય છે, કારણકે એ સિવાયના ઔપરામિક આદિ ભાવો તેમજ ભવ્યત્વ રૂપ ભાવનો તેમાં અભાવ હોય છે.' તેથી ચોક્કસ અહીં (સૂત્રમાં) આચાર્યશ્રીને આ ‘સિદ્ધત્વ’ સ્વરૂપ ક્ષાયિક ભાવ (લખવાનો) ભૂલાઈ ગયો નથી ( પરંતુ આ (= સિદ્ધત્વ) મોક્ષની શ્રેષ્ઠ કક્ષા (= અવસ્થા) રૂપ છે આથી ‘ત્યાં જ અમે (તેને) કહીશું અર્થાત્ મોક્ષના અધિકારમાં એટલે કે ૧૦મા અધ્યાયમાં જ કહીશું’ એવા આ અભિપ્રાયથી અહીં સિદ્ધત્વ સ્વરૂપ ભાવ કહેવાયો નથી. પણ જે ૮ કર્મના એક દેશના ક્ષયથી ઉત્પન્ન થયેલા ક્ષાયિક ભાવો છે તે ૯ જ અહીં કહેવાય છે તેથી (સર્વ કર્મના ક્ષયરૂપ સિદ્ધત્વના અગ્રહણમાં) કોઈ દોષ નથી.
હવે ભાષ્યના પદોની વ્યાખ્યા કરે છે.
♦ ક્ષાયિક જ્ઞાનાદિનું સ્વરૂપ
૧. જ્ઞાન : જ્ઞાન એટલે કેવળજ્ઞાન, જે સકલ જ્ઞેયોનું ગ્રાહક છે. વળી જે સમસ્ત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનારું છે તે અહીં જ્ઞાન તરીકે ગ્રહણ કરાય છે, શેષ સર્વ (મતિ વગેરે) નહિ કારણકે (તે જ્ઞાનો સમસ્ત જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન ન થતાં હોવાથી) તેઓનો ક્ષાયિક જ્ઞાનમાં અસંભવ છે.
છું. વામન્યત્વાયંત્ર પ્રા. -હા ૨. પ્રમાવું - માં.