________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१
- ન્યક્તિ - विषयो रूपमिति, उपयोगः पुनः स्वतत्त्वं यथा मूर्ती रूपमिति तथा चाग्नेरुष्णत्ववच्चैतन्यलक्षणमहेयमात्मनः, तस्यैवाग्नेधूमवदौपशमिकादि प्रायो हेयमुपलक्षणमिति।
___ कर्मविपाकाविर्भाव उदयः तत्प्रयोजनस्तन्नित्तो वा औदयिको भावः। तद्यथा→ नरकगतिनामकर्मोदयानरकगतिरौदयिकोऽभिधीयते भावः, कषायमोहनीयोदयाच्च क्रोधी मानीत्याद्यौदयिकः, सर्वत्रैवं वासनाऽऽधेया।
यद् यत्र नरकगतिनाम विपक्वं सदौदयिकशब्देनोच्यते कषायमोहनीयं च विपक्वं क्रोधादि तत् कथं जीवस्य स्वतत्त्वं स्यात् ? यतः कर्म पौद्गलिकं मूर्तमचेतनं, आत्मस्वभावस्तु तद्विपरीत इति।
उच्यते , ननूक्तमेव प्राग् उपलक्षणभूताश्चैते प्रायः पार्थक्येनापि वर्तमाना धूमवदग्नेरात्मनो भावा गमका भवन्ति हेयाश्च, अथवा य एते गत्याद्याः परिणामविशेषाः स जीव एव कर्मावष्टम्भजनित
- હેમગિરા આત્માનું લક્ષણ રૂપ સ્વતત્ત્વ અહેય છે. જેમ (ઇંધનાદિ સહકારી સામગ્રી દ્વારા અગ્નિથી જન્ય એવો) “ધૂમ’ એ તે જ અગ્નિનું ઉપલક્ષણ રૂપ સ્વતત્વ હેય છે તેમ કર્મને અપેક્ષીને આત્મામાં થનારા ઔપશમિકાદિ ભાવો પ્રાયઃ ઉપલક્ષણ રૂપ સ્વતત્ત્વ હેય છે.
(ઔપશમિક, ક્ષાયિક અને મિશ્રભાવની વ્યાખ્યા કર્યા બાદ હવે ઔદયિક ભાવને કહે છે.) કર્મોના વિપાકનો આવિર્ભાવ = પ્રગટ થવું તે ઉદય. તે પ્રયોજન છે જે (ભાવ)નું તે અથવા તે (= ઉદય)થી નિર્માણ થયેલો જે ભાવ તે ઔદયિક ભાવ કહેવાય. તે આ પ્રમાણે - નરકગતિ નામ કર્મના ઉદય થકી “નરકગતિ’ ઔદયિક ભાવ કહેવાય અને કષાય મોહનીયના ઉદયથી ‘ક્રોધી, માની' ઇત્યાદિ ઔદયિક ભાવ કહેવાય. આ પ્રમાણે સર્વત્ર ભાવના જાણવી.
છે ઉદયગત કર્મ પણ જીવનું સ્વતવ કહેવાય છે પ્રશ્ન : યત્ર = જીવમાં ઉદયમાં આવેલું એવું જે નરકગતિ નામ કર્મ અને ઉદયમાં આવેલા એવા જે ક્રોધ વગેરે કષાયમોહનીય કર્મ ઔદયિક શબ્દથી કહેવાય છે, તે જીવના સ્વતત્ત્વ શી રીતે હોઈ શકે ? કારણકે કર્મ એ પૌગલિક, મૂર્ત અને અચેતન છે, જ્યારે આત્માનો સ્વભાવ તો તેનાથી વિપરીત છે.
ઉત્તર : આ પ્રશ્નનો જવાબ પૂર્વે કહેવાયેલો જ છે કે આ ગતિ વગેરે ઔદયિક ભાવો લક્ષણ રૂપ નથી જ પણ ઉપલક્ષણરૂપ સ્વતત્ત્વ છે અને ઉપલક્ષણરૂપ એવા આ ભાવો પ્રાયઃ આત્માથી ભિન્નપણે પણ રહેતા આત્માના ગમક અને હેય રૂપ હોય છે. જેમ અગ્નિથી ભિન્ન હોવા છતાં ધૂમ અગ્નિનું ગમક બને છે અને અગ્નિનું હેય રૂ૫ લક્ષણ છે તેમ અહીં પણ સમજવું. અથવા જે આ ગતિ આદિ વિશિષ્ટ પરિણામો છે તે જીવ (સ્વરૂપ) જ છે કારણકે કર્મની સહાયથી ઉત્પન્ન થયેલા તે પરિણામોથી જીવ અનન્ય (= અભિન્ન) છે અને આનું પણ કારણ એ છે કે