________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
– पूर्वभावद्वयवर्तिजीवेभ्या भूयिष्ठाः क्षायोपशमिकभावभाजः प्राणिनः, चरमयोः पृथक्करणं जीवाजीवसाधारणत्वख्यापनार्थम्', पूर्वकास्त्रयो जीवानामेव, इतरौ तु साधारणौ, समासश्चावियोगप्रचिकाशयिषयाऽनयोर्द्वयोरपि।
___ अत्र चाद्यास्त्रयो भावाः कर्मविघातापेक्षाः प्रादुःष्यन्ति, बहलरजोवितानविघाते सति तिग्मरश्मेर्दीधितिकलापोत्पत्तिवत्, स पुनर्विघातो द्विविधः स्ववीर्यापेक्षो', देशक्षयः कर्मणः सर्वक्षयश्च, कर्मव्यापारापेक्ष श्चतुर्थः, स्वोपात्तकर्मोदयात् गत्यादयो भावाः समुपजायन्त आत्मनः सुरापानजनित नृत्यादिविकारवत्, मदोद्रेकानृत्यति हसति 'रोदिति गायति क्रुध्यति च यथा शीलवानपि तथा गत्यादिकर्मोद्रेकाज्जीवस्तां तां विक्रियां प्रतिपद्यते गति-कषायादिकाम् । पारिणामिकस्तु निर्निमित्तः, स्वार्थे प्रत्यय
• હેમગિરા - હોય છે અને ભેગા મળેલા એ બંન્ને ભાવો ઉત્તર (= ક્ષાયોપથમિક ભાવ)નું કારણ બને છે.
વળી મિશ્ર પદનો ઔપશમિક અને ક્ષાયિક પદ સાથે સમાસ નથી કર્યો, કારણકે પૂર્વના બે ભાવોમાં રહેલાં જીવો કરતાં ક્ષાયોપથમિક ભાવમાં રહેલા જીવો અધિક છે. આમ ક્ષાયોપથમિક ભાવના સ્વામીની બહુલતા જણાવવા માટે 'મિશ્ર:' એમ સમાસ રહિત અલગ પ્રયોગ કર્યો છે.
ઔદયિક અને પરિણામિક એ બે ભાવો જીવ અને અજીવ બન્નેમાં હોય છે એવી સમજણ આપવા માટે ઔદયિક અને પરિણામિક ભાવોનો અલગ નિર્દેશ કર્યો છે અર્થાત્ પ્રથમ ૩ ભાવો જીવોના જ હોય. પરંતુ છેલ્લા બે ભાવો જીવ અને અજીવ એ બન્નેમાં સાધારણ હોય છે. તથા (ઔદયિક ભાવ જ્યાં હોય ત્યાં પારિણામિક ભાવ અવશ્ય હોય જ એવો) અવિયોગ (= અવિનાભાવ રૂપ સંબંધોને જણાવવાની ઇચ્છાથી ‘કૌયિ-પરિમિક્ટી' એ બે પદ વચ્ચે સમાસ કરાયો છે.
છે બે પ્રકારના કર્મ વિઘાત છે જેમ વધુ માત્રામાં ઉડતી ધૂળનો સમૂહ દૂર થવાથી સૂર્યના કિરણોનો સમૂહ સ્પષ્ટપણે પ્રગટ થાય છે (દેખાય છે), તેમ અહીં (ભાવોમાં) કર્મના વિઘાતની અપેક્ષાવાળા આદ્ય ૩ ભાવો કર્મના પડળ દૂર થવાથી પ્રગટ થાય છે. વળી સ્વ (= આત્મ) વીર્યની અપેક્ષાવાળો તે વિઘાત બે પ્રકારે હોય છે, (૧) કર્મના દેશ ક્ષયરૂ૫ અને (૨) કર્મના સર્વક્ષયરૂ૫.
કર્મના વ્યાપારની (= વિપાકની અપેક્ષાવાળો ચોથો (ઔદયિક) ભાવ છે. જેમ દારું પીવાથી નૃત્ય આદિ વિકારો ઉત્પન્ન થાય છે, તેમ જીવના પોતે કરેલા કર્મના ઉદયથી આત્માના મનુષ્યગતિ આદિ ભાવો (= વિકારો) ઉત્પન્ન થાય છે. જેમ દારુના નશાના ઉક (= જોર, ઉદય)થી શીલવાન સજજન માણસ પણ નાચે છે, ગાય છે, હસે છે, રડે છે, ક્રોધ કરે છે, તેમ ગતિ વગેરે કર્મોના ઉદયથી જીવ તે તે ગતિ, કષાય આદિ વિકૃતિઓ (= વિકારો, ભાવો)ને પામે છે. ૨. ર્તો નીવે - મુ. (ઉં. જા.) ૨, "નાર્થઃ - પ્રા. રૂ. ૧ક્ષા - પા. ૪. તિવૃજ્યારિ - ક. લૌત્તિ - માં.