________________
(૨૩)
આ હકીકત પુણ્યના ચાર પુણ્યાનુબંધી અને પાપાનુબંધી એ બે પ્રકાર અને પાપના પણ એ બે પ્રકાર સાથે પણ ઘટાવાય છે એમ સાંભળ્યું છે,
“દહેરાવાસી શબ્દ--દહેરાવાસી' શબ્દ અનુચિત છે એ વાત વિચારાઈ છે.
હિંસા એટલે?— હિંસા પાપનું સ્થાનક છે પણ પાપ નથી” એ વાત દર્શાવાઈ છે.
વ્યવહારુ જ્ઞાન-મરચાંની બળતરા મટાડવાને ઉપાય, ખાજાં ખાતાં એની કરચ પડે, સિંહ આવે ત્યારે કેટલાંક જાનવરે આંખ મીંચે, ડુંગળીને બાળવા છતાં ગંધ ન જાય, ઘાસની ગાંઠડી એવી બંધાય છે કે તેમાં તણખે પડે તે ઉપરનું બળે પણ અંદર બચે ઇત્યાદિ બાબતે, ખેડૂતનું ઉદાહરણ, ગોરના બે પ્રકાર અને શેરિફ એટલે કણ અને એનું કાર્ય શું ? એ હકીકત વ્યાખ્યાતાના વ્યવહારુ જ્ઞાનની વિશાળતાને ખ્યાલ કરાવે છે.
પારખ–કીડી એક જેજને રહેલી ચીજની ગન્ધને પારખે છે. કીડીમાં ગંધ પારખવાની જેટલી શક્તિ છે એટલી આપણામાં નથી.
રસ્તે પારખવાની તાકાત જે કુતરામાં છે તે ભલભલામાં નથી. સનું છે કે પિત્તળ તેની પારખ માટે કટી છે. ચાંદી છે કે કલાઈ છે તેની પારખ માટે લીંપણ છે.
પ્રાચીન કાળમાં રાજાઓ ખાવા બેસતા ત્યારે “ચકેર” પક્ષી રાખતા, કેમકે એ પક્ષીને સ્વભાવ એ કે ઝેરી વસ્તુ હોય તે રાડારાડ પાડે. આને અંગે સમરાઈચચરિય (ભવ ૪, પત્ર ૩૦૬)ની સાક્ષી અપાઈ છે.
ઉપદેશપ્રાસાદ (સ્તમ્ભ ૨, વ્યાખ્યાન ૨૩) માં અવતરણ રૂપે નીચે મુજબનું પદ છે