________________
શ્રી વચનામૃતજી
સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬
શિયળ-બ્રહ્મચર્ય - એ સુંદર કલ્પવૃક્ષ સમાન છે. મન, વચન અને કાયાથી જે સ્ત્રી-પુરુષ સેવશે તેઓ અનુપમ ફળ-મોક્ષ મેળવશે. ૬
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭
વળી શાસ્ત્રોમાં કહ્યું છે કે પાત્ર વગર કોઈ વસ્તુ રહે નહિ. પાત્રતા હોય તો આત્મજ્ઞાન થાય. માટે પાત્રતા કેળવવા હમેશાં હે બુદ્ધિમાન જીવો ! બ્રહ્મચર્યનું સેવન કરો. ૭
શિક્ષાપાઠ ૪૫. સામાન્ય મનોરથ
(સવૈયા)
મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવેભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. ૧
મારા યોગક્ષેમને નિત્ય અખંડપણે તે વ્રતોમાં પ્રવંતાથી ભવભ્રમણથી મુક્ત થાઉં.
તે ત્રિશલાતનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું.
Jain Education International
૧૧
સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતારુ. ૨
(૧) મોહિનીભાવને મનમાં ધારણ કરી પરસ્ત્રીને જોઈશ નહીં. (૨) લોભને કાબુમાં લઈ નિર્મળ તત્ત્વોને ધ્યાનમાં લઈ પ૨વૈભવને પથ્થર સમાન ગણીશ. (૩) બાર વ્રત અને દીનભાવ– લઘુતાભાવને ધારણ કરી, સ્વરૂપનો વિચાર કરી સાત્ત્વિક ભાવોને ધારણ કરીશ.
આ ભાવનાઓ ત્રિશલારાણીના પુત્ર ભગવાન મહાવીરે મનમાં ચિંતવ્યા હતા તેને ચિંતવી જ્ઞાન, વિવેક અને સુવિચારણામાં વધારો કરીશ. દરરોજ નવતત્ત્વને શુદ્ધ કરતો કરતો ઉત્તમ બોધનો વિચાર કરતો રહીશ. અંતરમાં સંશયરૂપી બીજ ઊગે નહીં માટે જિનેશ્વર કથિત વચનોને અંતરમાં ધારણ કરીશ. શ્રીમદ્ રાજચંદ્રજી (પ.કૃ.દેવ) કહે છે કે મારા એ સદાયના મનોરથ છે અને જે કરવાથી હું મોક્ષમાર્ગનો પ્રવાસી થઈશ.
For Personal & Private Use Only
www.jainelibrary.org