________________
શારદા શિખર * કઈ માણસે ચોરી કરી અને તે પકડાઈ ગયો. એને સજા ભોગવવા જેલમાં પૂરવામાં આવ્યું. સજા તે ચોરી કરનાર ભગવે છે પણ એના માતા-પિતા-પત્ની બધાને દુઃખ તે થાયને? પણ જે જેલમાં બેઠો છે તેને બે વર્ષને છોકરે છે તેને દુખ નથી થતું. કારણકે છોકરી નાખે છે. એને જ્ઞાન નથી તેથી દુઃખ નથી થતું. પણ મા-બાપને થાય છે કે મારે પુત્ર છે. પત્નીને થાય છે કે મારા પતિ જેલમાં છે. એ સબંધ લક્ષમાં રહ્યો તેથી દુઃખ થયું અને સગાઈને સંબંધ ન રહ્યો તે દુઃખ ના થયું તમે કઈ કિંમતી ચીજ તમારા મિત્રને આપી દીધી. પછી તેની પાસેથી બેવાઈ જાય તે દુઃખ કોને થાય? કેણ શેાધે ? જેણે પિતાનું માન્યું તેને દુઃખ થાય ને તે શોધે છે. બીજાને દુઃખ થતું નથી ને તે શોધતે પણ નથી. આ રીતે જ્ઞાની ફરમાવે છે કે આત્મામાં અંધારું ન કરે. જ્ઞાનદીપક ચોવીસે કલાક જલતે રાખે. જે કર્મો હું ભોગવું છું તે મારા કરેલા છે. આવી ધારણ રહે તેને આર્ત કે રૌદ્રધ્યાનમાં જવાને વખત ન આવે. આવી સમજણને દીપક સળગતા હોય તે આર્ત–રૌદ્રધ્યાન રૂપી ચોરે અંદર પ્રવેશ કરી શકતા નથી. આ જ્ઞાનને પ્રકાશન હોય તે આર્ત-રૌદ્રધ્યાનથી બંધાતા કર્મ રૂપી ચેરે આત્મઘરમાં પેસીને જ્ઞાન-દર્શન ચારિત્ર તપ આદિ ગુણ રૂપી માલ ચેરી જાય છે. આ કર્મરૂપી ચેરેથી બચવું હોય તે જિનેશ્વર ભગવંતના વચનમાં શંકા-કખાદિ દે લગાડી રહ્યા છે તેનાથી બચે. એ દેને દૂર કરે.
જે મનુષ્ય જિનશાસન પામ્યા છે, જિનેશ્વર ભગવાનના વચનમાં જેને યથાર્થ શ્રદ્ધા છે અને તે પ્રમાણે આચરણ કરે છે તેને દેષ લાગતું નથી. પણ જે જિનશાસનનો મહિમા સમજ્યા નથી તેને સાવધાન બનવાની જરૂર છે. ઘણાં માણસ નાની બાબતમાં સાવધાન બને છે પણ મેટી બાબતમાં બેદરકાર રહે છે. માની લો કે કઈ મેટી દુકાનનો માલિક છે. દુકાનમાં ઘણાં ગ્રાહકે આવે છે. માલના ઢગલા પડ્યા છે. ઘરાક કંઈ ઉઠાવી ન જાય તે માટે ખૂબ સાવચેતી રાખે છે. પણ એની દુકાનમાં ઘણાં મનિમ અને નેકરે કામ કરે છે તેમની સાવચેતી ન રાખી તે ? ઘરાક કદાચ લઈ જશે તે વધુ નહિ લઈ જાય પણ મુનિમ અને નેકરની દાનત બગડી તે મોટો ગોટાળે કરશે. તેને માર જે તે નહિ પડે. તમારા ઘરમાં રહીને તમારું લઈ જશે. એટલે ઘરાક કરતાં મુનિમની સાવધાની વધુ રાખો. જિનશાસન પામવા છતાં સત્યમાર્ગને નહિ સ્વીકાર અને અસત્યમાં રહેશે તે ઘરાકને છેતરીને લૂંટી લાવશે ને ઘરે મુનિમ અને નકારે ખાઈ જશે, નુકશાન કરશે. એવી સ્થિતિ તમારી ન થાય તેનું ધ્યાન રાખે.
જેને જિનેશ્વર ભગવંતના વચન ઉપર અખૂટ શ્રદ્ધા છે તેને ગમે તેવા દુઃખ આવે તે પણ પરભાવમાં તે છવ જ નથી. અર્ધન શ્રાવકની દરિયામાં દેવે કસોટી