________________
શારદા શિખર ચોક્કસ છે. તે વખતે સંવર તપ આદિ ધર્મક્રિયાઓ કરી કર્મની નિર્જરા કરવાનું કોઈ સાધન પાસે હતું ? “ના. જ્યાં સાધન, સામગ્રી કે સમજણ ન હોય ત્યાં જુના કર્મો ભગવતાં નવા કર્મો બંધાય છે. અત્યારે કર્મના દેણાં ચૂકવવા માટે ભરપૂર સામગ્રી મળી છે તે સમજણપૂર્વક સહન કરી લે.
, જેન શાસન પામ્યા છે તે કંઈક પામી જાવ.” મહાન પુણ્ય ભેગે આપણને આ વીતરાગ શાસન મળ્યું છે. આ શાસનમાં જે રીતે કર્મની ફલેફી સમજાવવામાં આવી છે તેવી બીજે ક્યાંય નથી. જૈન શાસન પામીને જે મનુષ્ય કર્મની ઉદય વખતે સમતા ભાવથી દુઃખ સહન કરે છે તે નિષ્ફળ જતુ નથી. પૂર્વે અશાતા વેદનીય કર્મ બાંધ્યું છે તે ઉદયમાં આવ્યું એટલે દુઃખ આવ્યું. તે વખતે આર્તન રૌદ્ર અશુભ ધ્યાન આવ્યું. આ રીતે દુઃખ સહન કરવાથી કર્મની નિર્જરા તે થાય છે પણ નવા કર્મ તીવ્ર બંધાય છે. કેઈપણ ગતિ કે જાતિને જીવ ઉદયમાં આવેલાં કર્મથી મળતું દુઃખ સહન તે કરે છે પણ આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં જોડાય એટલે જે કર્મ નિર્જરાને લાભ થ જોઈએ તે થતું નથી. માની લે કે કઈ બહેન સારા કપડાં પહેરીને બહાર જવા માટે નીકળી. તે સમયે કોઈએ એને રાખેડીના છાંટા ઉડાડયા. તે સમયે રાખના છાંટા ધોવા માટે વાસણ ધોયેલા ગંદા પાણીથી ભરેલી ક્રૂડીમાં કપડા ઝબળી દે સાફ થાય કે હતા તેનાથી વધારે ખરાબ થાય? આ રીતે કર્મનું સમજે. પહેલાના બાંધેલા કર્મોને કારણે દુઃખ આવ્યું. એ દુઃખ ભેગળ્યું એટલે એ કર્મોની નિર્જરા તે થઈ પણ તે ભગવતી વખતે આર્તધ્યાન-રૌદ્રધ્યાન રૂપી ગંદા પાણીની ડીમાં ડૂબકી મારીને હતા તેનાથી વધુ નવા કર્મો બાંધ્યા. ચારે ગતિમાં આ રીતે જે જુના કર્મો ભેગવતા નવા કર્મો બાંધે છે. ને ચતુર્ગતિ સંસારમાં રખડે છે આટલા માટે ભગવંતે ફરમાવી ગયા છે કે હે જીવ! તને શારીરિક, માનસિક, આર્થિક કે સંગિક, પિતાનાથી કે પારકાથી કઈ પણ રીતે દુઃખ આવે ત્યારે એક વાત ખ્યાલમાં રાખવી કે મારા કરેલાં કર્મો હું ભેગવું છું.
“આત્મામાં જ્ઞાન દીપક પ્રગટશે તે કર્મ રૂપી ચેર પ્રવેશી નહિ શકે.”
સાંભળે, કઈ મકાનમાં દી જલતે હશે તે તેના ઘરમાં ચાર પેસતાં વિચાર કરશે. તેમ આપણું આત્મઘરમાં જે જ્ઞાનરૂપી દીપક જલતે હશે તે કર્મરૂપી ચાર પ્રવેશ કરતાં વિચાર કરશે. એ કયે દી રાખશે? મારા કરેલાં કર્મો હું ભેગવું છું. બીજું કંઈ મને દુઃખ દેનાર નથી. જૈનના જીવનમાં ડગલેને પગલે આ વિચાર હવે જોઈએ કે કેઈન કરેલા કર્મો કઈ જીવ ભગવતે નથી. કર્મ કરે બીજા ને ભેગવે બીજા એવું હેત તે કોઈ જીવ દુઃખી ન થાત. નરક-તિર્યંચાદિ દુર્ગતિમાં કઈ જાત નહિ. તમે નજરે દેખે છે ને કે જે ગુન્હો કરે તેને સજા જોગવવી પડે છે,