________________
છે,(૩) તે જીવ પોતાના પુણ્ય-પાપનો કર્તા છે, (૪) તે જીવ પોતપોતાના પુણ્યપાપનો ભોક્તા છે, (૫) નિર્વાણ=મોક્ષ, ધ્રુવ=નક્કી, છે, (૬) તે મોક્ષનો ઉપાય પણ નક્કી છે, તેમાં સંદેહ=શંકા, નથી. આ છ સ્થાનક સમકિતનાં જાણવાં .Ital ભાવાર્થ :
(૧) જીવ છે, તેનો અર્થ શરીરથી પૃથર્ જીવદ્રવ્ય છે. (૨) અને તે એકાંતે નિત્ય નહિ હોવા છતાં “નિત્ય છે, એમ કહીને એ કહેવું છે કે, મારું આત્મદ્રવ્ય શાશ્વત છે, આ ભવની સમાપ્તિ સાથે આત્મદ્રવ્યની સમાપ્તિ થતી નથી. (૩) વળી તે જીવ પોતાના પુણ્ય-પાપનો કર્તા છે, એમ કહીને એ કહેવું છે કે, વર્તમાન કૃત્ય પ્રમાણે પુણ્ય-પાપની પ્રાપ્તિ થાય છે. (૪) અને તે પુણ્ય-પાપનાં ફળ મારે જ ભોગવવાનાં છે, માટે મારે પાપને અનુકૂળ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને પુણ્યને અનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી નિત્ય એવો મારો આત્મા દુર્ગતિની પરંપરાને ન પામે. (૫) અને સર્વ કર્મથી મુક્ત એવી જીવની અવસ્થારૂપ નક્કી મોક્ષ છે, માટે સર્વ વિડંબણારહિત મોક્ષઅવસ્થા માટે મારે પ્રયત્ન કરવો જોઈએ. (૬) અને મોક્ષના ઉપાયો પણ નક્કી છે, માટે મારે મોક્ષના ઉપાયોમાં યત્ન કરવો જોઈએ. આવી જે જીવની તીવ્ર રુચિ તેની નિષ્પત્તિનાં કારણભૂત આ છ સ્થાનો છે, તેથી આ છ સ્થાનોને સમકિતનાં સ્થાનો કહેલ છે, કેમ કે આવી તવ્રરુચિસ્વરૂપ જીવનો પરિણામ એ સમ્યક્ત્વ છે. III
અવતરણિકા :
સમ્યકત્વનાં છ સ્થાનોથી વિપરીત મિથ્યાત્વનાં છ સ્થાનોને બતાવતાં કહે છે – ચોપાઈ :
समकितथानकथी विपरीत, मिथ्यावादी अति अविनीत । तेहना भाव सवे जूजूआ, जिहां जोइजइ तिहां ऊंडा कूआ ।।४।। ગાથાર્થ :
સમકિતના સ્થાનકથી જે વિપરીત (વચન, તે મિથ્યાત્વનાં છ સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org