________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૨૨ સારા રાખ્યા. લક્ષ્મીના મેં દાન આપ્યાં. પૈસા ખર્ચા. પાંચ – દશ – લાખ વીસ લાખ, કોણ આપે બાપા...! ભાઈ..! એ પૈસાની જે પર્યાય છે એ એના દ્રવ્ય અને ગુણથી રચાયેલી છે. બીજો (અજ્ઞાની) કહે કેઃ બીજાને પૈસાની પર્યાય દઉં છું. એમ એ મિથ્યાશ્રદ્ધા અને અજ્ઞાન (કર) છે. (શ્રોતા ) પૈસા કમાય છે, ને...! (ઉત્તર) કોણ કમાય, ધૂળ કમાય ? વકીલાતમાં કમાત' તા ને તે દી' મોટી..! પાંચ કલાક જાતા તો બસો રૂપિયા લેતા. ૩૦ વર્ષ પહેલાં, ૩૫ વર્ષ પહેલાં કોર્ટમાં. ઈ પૈસા ઈ લેતા હશે? પૈસાની પર્યાય છે. એ પૈસાના પરમાણુ અને ગુણથી રચાયેલી છે, એના દ્રવ્યગુણના લક્ષણો માથે (ઉપર) કહ્યાં. એમ કીધું ને.! “જેમના લક્ષણો ઉપર કહેવામાં આવ્યા.” આહા. હા..! બાપુ...! આ વીતરાગનાં (વચનો છે). આ કાંઈ કથા નથી ! આ કાંઈ વાર્તા નથી. ! પ્રભુ....! આ તો ત્રણ લોકના નાથના તત્ત્વની દષ્ટિનો વિષય છે..! જેને ચાર જ્ઞાનના (મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યય ) અને ચૌદ પૂર્વના ધરનાર પણ ગણધરો સાંભળે છે. એ વાત કેવી હશે. બાપા..!! આહા.... હા ! જેમાં (તીર્થકરના સમવસરણમાં) સો ઇન્દ્રો આવે ને..! આ સભામાં વાઘ ને, સિંહ ને, નાગ ને, દેવેન્દ્ર ને અસુરેન્દ્રો ને વિમાનના (સ્વર્ગોના) ઇન્દો સાંભળે એ ભગવાનની (દિવ્ય) વાણી સાંભળે. એ વાણી ( દિવ્ય ધ્વનિ) કેવી હોય ઈ ..?! આહાહા ! (અલૌકિક વાણી હોય). પ્રભુ તો એમ કહે છે કે જે વાણીની પર્યાય જે થઈ છે તે પરમાણુના દ્રવ્ય-ગુણથી થઈ છે એ વાણીની પર્યાય મારાથી થઈ નથી (શ્રોતા ) તો પછી ભગવાનની દિવ્ય ધ્વનિ એમ કહે છે ને....! (ઉત્તર) દિવ્યધ્વનિ એ તો નિમિત્તથી કથન છે. “દિવ્યધ્વનિ” જે અવાજ (છે). લ્યો, આ “પ્રવચનસાર” - પ્રવચન+સાર. આનું નામ પ્રવચનસાર. પ્ર=વિશેષ દિવ્ય વચનો છે. પણ એ અક્ષરો ને આ (વાણીની) પર્યાયો, તેને ઉપર કહ્યા તેવા દ્રવ્ય-ગુણને મેં જે સિદ્ધ કર્યા છે, તે દ્રવ્ય-ગુણથી આ પર્યાયો રચાયેલી છે..! બીજો, પુસ્તક લખનારો, રચનારો બનાવનારો (એ પર્યાયો પરમાણુના દ્રવ્ય-ગુણની છે). તેથી કોઇ કહે (માને) મેં આ પુસ્તક બનાવ્યું તો એ ભ્રમણા-અજ્ઞાન અને મિથ્યાત્વ છે..! આહા...હા...! સમજાણું કાંઈ...?
એને (અજ્ઞાનીને) દ્રવ્ય - ગુણ અને પર્યાય કોની છે ને... કોનાથી થઈ છે...? એની એને ખબર નથી. (શ્રોતા:) સકર્ણ કહે છે ને..! (ઉત્તર) સકર્ણા કીધું છે ને...! (શાસ્ત્રમાં કહે છે કે:) હે સકર્ણા..! શ્રદ્ધાહીનને વાંદીશ નહિ. જેને એની વસ્તુની શ્રદ્ધાની ખબરું ન મળે.. આહા.. એ સાધુ નામ ધરાવે ને નગ્ન દિગંબર (થયા હોય), પણ જે પરની અવસ્થાને કરી શકીએ (છીએ). દયા, દાનના પરિણામની અવસ્થા એ મારું સ્વરૂપ છે (એવી માન્યતાવાળા) એ બધા મિથ્યાદષ્ટિ છે. આવું છે..! આહા..હા! .
(અહીંયા શું કહે છે) કેઃ પર્યાયની શું વ્યાખ્યા કરી....? દ્રવ્યની શું વ્યાખ્યા કરી...? (ગુણની શું વ્યાખ્યા કરી... ?) કે વિસ્તારસામાન્યસમુદાય અને આયત સામાન્યસમુદાય તે દ્રવ્ય. ગુણ તેને કહીએ કે અનંત ગુણ હોવા છતાં તે એક દ્રવ્યને આશ્રય રહે તેને ગુણ કહીએ. પર્યાય કોને કહીએ...? કે જે દ્રવ્ય અને ગુણના લક્ષણો વર્ણવ્યાં તે દ્રવ્ય અને ગુણથી અવસ્થા થાય તેને પર્યાય કહેવામાં આવે છે. આહા...હા..! સમજાણું..?
(કહે છે) દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલ હોવાથી પર્યાય, દ્રવ્યસ્વરૂપ પણ છે. અને ગુણસ્વરૂપ પણ છે. આહા... હા..! કેટલી ટીકા..!! થોડા શબ્દોમાં ગજબ કર્યું છે ને..!! આહી..આ સિદ્ધાંત કહેવાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com