________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૨૦ છે, કોની દુકાનો....? ધૂળ મોટી....! બાપા! એ તો જડની દશા...! એ પરમાણુઓ જે છે તે તેની પર્યાયને પ્રાપ્ત કરે છે, અને તે પર્યાયો, દ્રવ્ય ને ગુણથી રચાયેલી છે. એના (જડનાં) ગુણ અને એનું (જડ) દ્રવ્ય એનાથી રચાયેલી એ પર્યાય છે. અરે ! આ તે કેમ બેસે...?! કોઈ દિવસ (આવું) સાંભળ્યું ન હોય. કહે છે કે, આ પગ જે હાલે છે એ (હાલવાની) પર્યાય પગના પરમાણુની છે. એ પગ આત્માએ હલાવ્યો છે એમ ત્રણ કાળમાં છે નહીં. અરર.. ૨! આવી (આકરી) વાત...! ક્યાંય સાંભળી ન હોય...! (કહે છે) આ પગ ચાલ છે ને ! તે પગની પર્યાય આમ ગતિ કરે છે ને...! આમ અવસ્થા (થાય છે). એ અવસ્થા તે દ્રવ્ય – ગુણથી ઉત્પન્ન થયેલી (છે). એના (દ્રવ્ય) ગુણથી ઉત્પન્ન થયેલી (તે) પર્યાય છે. આત્માથી નહીં. આત્મા પગને હલાવી શકે નહીં. આહા...એ કેમ બેસે.? (શ્રોતા:) પક્ષઘાત થાય ત્યારે બેસે,! (ઉત્તર) ત્યારે તો ખબર પડે ને...! કે હવે હલાવી શકું નહીં. આહા...! આ બિચારા જુઓને લાભુભાઈ..! પાંત્રીસ વર્ષથી તો બ્રહ્મચર્ય, અમારી પાસે લીધેલું. સંવત ૨000 માં રાજકોટ અમારી પાસેથી જાવજીવનું બ્રહ્મચર્ય (લીધેલું) એમાં (એના) મા વિરુદ્ધમાં, શ્વેતાંબર હતા નેઅડસઠ વર્ષની ઉંમર અત્યારે હેમરેજમાં વડોદરા (છે).
અહીં હતા ત્યારે બહુ ઘુંટણ ને મનન ને આ વાત (નો) રસ ! (છતાં) દેહની (આ) દશા...! જે પર્યાય, જે કાળે જડની (જે) થવાની તે પરમાણુ (દ્રવ્ય) અને ગુણની તેની પર્યાય થઇ છે..! પરમાણુઓ (પણ) દ્રવ્ય છે, એવા અનંતા આ (શરીરના) પરમાણુઓ છે. આ... પૈસો, આ મકાન... આ (ચીજ-વસ્તુઓ) માં અનંત અનંત પરમાણુઓ છે તે બધા જડ છે. તે એક - એક પરમાણુ, તેની વર્તમાન દશાને, તેના દ્રવ્ય-ગુણથી પર્યાય થાય છે. (શું કહે છે.. ?) કેઃ કડિયો મકાન બનાવે છે.? કે” ના. સઈ (દરજી) કપડું સીવે છે...? કે ” ના. કુંભાર ઘડો કરે છે..? કે” ના. ત્યારે (લોકો) કહે છે કે ઘડાની પર્યાય થઈ કેમ...? (તો સર્વજ્ઞ ભગવાન કહે છે કે, તે એના પરમાણુના અને પરમાણુમાં જે ગુણો છે – એનાથી ઘડાની પર્યાય રચાયેલી છે, કુંભારથી નહીં. સમજાણું કાંઈ..?
અરેરે! આવી (કઠણ) વાત...! વીતરાગની (છે, તે) કોણ સાંભળે...?! (શ્રોતા.) જેને વીતરાગ થવું હોય તે (સાંભળે) આવી વાત છે..!! વીતરાગનું તત્ત્વ સમજવું (આકરું છે) બાપુ....! વીતરાગ સર્વજ્ઞ દેવ, જિનેશ્વર દેવ- જેને એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોકનું જ્ઞાન (વર્તે છે) એમણે કહેલાં દ્રવ્યો - તત્ત્વો સમજવામાં ઘણી ધીરજ જોઇએ ભાઈ...અને એને જે રીતે છે એ રીતે નહીં સમજે તો મિથ્યાદષ્ટિ છે. અહીંયાં કહે છે કે પર્યાય, જેટલી પરમાણમાં અને આત્મામાં થાય - તે પર્યાયની રચના તે દ્રવ્યને ગુણથી થઈ છે. બીજુ તત્ત્વ કરે જો એમ માને તો તે મિથ્યાદષ્ટિ છે. તેને પર્યાયની સ્વતંત્રતાની ખબર નથી. આ ગુણની વ્યાખ્યા આવી. ગુણમાંથી પર્યાય (દ્રવે છે.) આહા...હા..! (પ્રશ્નઃ) આ આવું (વસ્તુસ્વરૂપ) ક્યાંથી કાઢયું..? (ઉત્તર) ભગવાને કહ્યું છે. ભગવાન...! બાપુ...! અનંત તીર્થકરો અનાદિથી કહેતા આવ્યા છે. પણ તું વાડામાં (પશુની જેમ) બંધાઈ ગયેલો (છે). અને માથા (ઉપરથી) હો, હા કરી કરીને જિંદગી ગાળી, તત્ત્વથી વિરૂદ્ધ (વર્યો) આહા...હા..!
પહેલાં એમ આવ્યું હતું કેઃ દ્રવ્ય – ગુણ, પર્યાયની પહોંચે – પ્રાપ્ત કરે એમ આવ્યું હતું ને..! અહીંયા એમ આવ્યું કેઃ પર્યાયને, દ્રવ્ય અને ગુણ રચે છે, આહા.... હા... હા..!! સમજાય છે કાંઈ....?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com