________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૨૧ (કહે છે) એ રોટલી જે થાય છે એ રોટલીની જે પર્યાય છે. એ (પર્યાય) પરમાણુ અને પરમાણુના ગુણોથી રચાયેલી છે. (એ રોટલીની પર્યાય થઈ તેમાં) સ્ત્રી કહે છે કે મેં રોટલી કરી, એ મિથ્યાત્વ છે. અથવા વેલણાથી રોટલી થઈ એમ માને તે પણ મિથ્યાદષ્ટિ છે. કેમ કે વેલણાની પર્યાય એના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલી છે. અને રોટલીની પર્યાય તેના પરમાણુ ને દ્રવ્ય-ગણીથી ઉત્પન્ન થયેલી છે. વેલણાના (કે સ્ત્રીના હાથના) દ્રવ્ય-ગુણથી રોટલીની પર્યાય થઈ નથી. ભાઈ..! જજમાં આવું બધું કાં આવ્યું હતું ક્યાંય....? જજમાં હતા ત્યારે) તમે બધાય ગપ્પા મારતા હતા. બધાને એમ હતું એમ હતું ને....! (એટલે કે કર્તા બુદ્ધિનો ભ્રમ હતો ને...!) આહા...હા..! આ તો ત્રણલોકનો નાથ....! સર્વજ્ઞ પરમેશ્વર ! પ્રભુ તું સર્વજ્ઞ છો..! એ સવારમાં (વ્યાખ્યાનમાં) “સલ્વવાળી સવ્વર્શી” આવ્યું હતું ને...! તું પ્રભુ છો..!
આહા...હા...! કોઈની પર્યાયને કરે એ તું નહીં. તું તો સર્વને – વિશ્વને જાણનાર- દેખનાર સ્વભાવવાળો (છો). તે જાણવા – દેખવાની પર્યાય, તારા દ્રવ્ય ને ગુણથી રચાય છે.....! એ જાણવા - દેખવાની પર્યાય (માં) શેય જણાય માટે એનાથી આ (પર્યાય) થાય છે, એમ નથી. આ પુસ્તક જ્ઞાનમાં જણાય છે માટે આનાથી અહીં જ્ઞાનથી પર્યાય થાય છે એમ નથી. તેમ આ વાણીથી અંદર જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. વાણીની પર્યાયના જે પરમાણુ જડ છે એના દ્રવ્ય-ગુણથી (એ પર્યાય) ઉત્પન્ન થયેલી છે. અને જે જ્ઞાનની પર્યાય છે એ એના દ્રવ્ય એટલે આત્મા અને એનો ગુણ એટલે જ્ઞાનગુણ એનાથી રચાયેલી પર્યાય છે. અરે! આ વેણ એ ક્યારે સાંભળે ને..!! અને (આ વસ્તુસ્થિતિ) સમજ્યા વિના, જાણ્યા વિનાની પ્રતીતિ પણ બધી મિથ્યાભ્રમ છે. આહાહા! સમજાણું?
કીધું ? (ક) પર્યાયની વ્યાખ્યા કરી. પર્યાયો – અવસ્થાઓ – હાલત છે એ દ્રવ્યની (જે ઉત્પન્ન થાય છે) કે જેઓ આયતવિશેષોસ્વરૂપ છે. કે જે આમ – કાળક્રમે – લંબાઈથી થતી દશાઓવિશેષ છે. તેઓ - જેમનાં લક્ષણો કહેવામાં આવ્યાં ” કોના? કે: દ્રવ્યના અને ગુણના. “એવાં દ્રવ્યોથી તેમ જ ગુણોથી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે.” – જેમના લક્ષણો ઉપર કહેવામાં આવ્યાં. કોના? દ્રવ્ય ને ગુણનાં. દ્રવ્ય એને કહીએ કે જે વિસ્તારસામાન્યગુણો અને લંબાઈમાં (આયાતસામાન્ય) પિંડ તેને દ્રવ્ય કહીએ. અને ગુણ એને કહીએ કે તેમાં અનંતા ગુણો વિસ્તારથી (એક સાથે) રહેલાં, એક દ્રવ્યના આધારે (છે) તેને ગુણ કહીએ. એવું જે દ્રવ્યગુણનું સ્વરૂપ પહેલાં જે કીધું છે એનાથી ઉત્પન્ન થયેલી તે પર્યાયો છે. આ લખવાની પર્યાય (થાય છે). અજ્ઞાની એમ માને (છે) કે હું આ કલમને હુલાવું છુ. અને અક્ષર લખું છું. તો પ્રભુ (સર્વજ્ઞ પ્રભુ ) કહે છે તને વસ્તુ ( સ્થિતિ) ની ખબર નથી. એ કલમનું હલવું (એટલે ) જે અવસ્થા છે એ કલમના પરમાણુમાં દ્રવ્ય ને ગુણ જે ઉપર કહ્યા; દ્રવ્ય-ગુણનું લક્ષણ (જે ઉપર કહ્યું) એનાથી ઉત્પન્ન થયેલી કલમની (પર્યાયથી) એ હુલે છે. તે પર્યાયો છે. (આત્માથી), હાથથી એ કલમ હલે છે એ પણ નહીં (શ્રોતા:) કલમથી અક્ષર તો થાય છે! (ઉત્તર) બિલકુલ નહીં. અડતું પણ નથી ને...! કલમ અક્ષરને અડતી નથી. અક્ષર કાગળને અડતો નથી. કાગળનો એક રજકણ (પરમાણું) બીજા રજકણને અડતો નથી. આહા.... હા...!! પ્રભુ,, શું છે આ? આવું છે બાપા! આ (વાત) દુનિયાથી જુદી જાત છે! પ્રભુની (વાત) બાપા..! અને (આ વાત સમજ્યા વિના અજ્ઞાની) આમને આમ, અભિમાનમાં ને અભિમાનમાં મરી જાય. મેં કર્યું. મેં કર્યું. મેં કર્યું. ... આનું મેં કર્યું. દુકાનની વ્યવસ્થા મેં કરી, નોકરો (મું)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com