________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૧૯ આહાહા...! આ શરીર આમ હાલે. આ ભાષા નીકળે.... આ હોઠ આમ હાલે એ બધી) પરમાણુ જડની પર્યાયો છે. એ પર્યાય એના દ્રવ્યથી રચાયેલી છે, અને કાં એના ગુણથી રચાયેલી છે. અર્થાત્ એના દ્રવ્ય અને ગુણ છે એનાથી (પર્યાય) રચાયેલી છે, બીજા (કોઈ) દ્રવ્ય અને ગુણને બીજાં પરમાણુથી કે આત્માથી રચાયેલ (નથી). (કહે છે કેઃ) આ આત્માથી આ ભાષાપર્યાય રચાય છે કે હાથ હલવાની (પર્યાય) છે એમ નહીં, આહાહા..!! હવે આવું ક્યાં (સમજવાની) નવરાશ (છે)..? ધંધા આડે નવરાશ ન મળે. વાણિયા ને! એમાં માથે (ઉપરથી) કહે “જે નારાયણ” (એટલે કે ફુરસદ નથી સમજવાની) એમ કરીને જિંદગી ગાળી અનંત કાળથી....! આહા.... હા..!
એ (“સમયસાર' ગાથા-૧ની ટીકામાં) આવી ગયું છે ને....! “શબ્દબ્રહ્મમૂલક” (“કેવા છે તે અર્વપ્રવચનનો અવયવ...? અનાદિ નિધન પરમાગમ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોનો સમહુને સાક્ષાત કરનાર કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી... ગણધર દેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓનાં આગમની જેમ છત્મસ્થ (અલ્પજ્ઞાની) ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય). તથા પ્રવચનસાર ” ગાથા ૯૨ ની ટીકા- જયવંત વર્તે તે ૧ શબ્દબ્રહ્મમુલક આત્મતત્ત્વ – ઉપલબ્ધિ – કે જેના પ્રસાદને લીધે, અનાદિ સંસારથી બંધાયેલી મોહગ્રંથિ તુરત જ છૂટી ગઈ; અને જયવંત વર્તે પરમવીતરાગચારિત્ર સ્વરૂપ શુદ્ધોપયોગ કે જેના પ્રસાદથી આ આત્મા સ્વયમેવ (પોતે જ) ધર્મ થયો. ૯૨. - આહા...હા..! પરમાત્મા જિનેશ્વર દેવ (ની વાણી) સમ્યજ્ઞાનમાં – આ ભગવાનની શબ્દબ્રહ્મ (રૂપ) જે વાણી તે મૂળ છે. એ વાણી સિવાય બીજાની વાણી – અજ્ઞાનીની વાણી – એ (સમ્યગ્દર્શન-શાનમાં) નિમિત્ત પણ હોઈ શકે નહીં. એમ કહે છે. જિનેશ્વર દેવની વાણી, પરમાત્મા ત્રિલોકનાથ (સર્વજ્ઞ) વીતરાગ દેવની વાણી –એને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનમાં મૂળ કહ્યું છે. બીજાની (અલ્પજ્ઞાનીની) કે અજ્ઞાનીઓ કે જેણે આત્મા જોયો નથી એની વાણી નિમિત્ત (પણ) થઈ શકે નહીં. તો એણે પહેલું (સૌ પ્રથમ ) સર્વજ્ઞની વાણી કેવી છે? ક્યાં છે..? એનો નિર્ણય કરવો પડશે વળી સર્વજ્ઞ કોણ છે ને ક્યાં છે..? કેમાં છે અને એની વાણી શામાં છે એ (બધો ) નિર્ણય પહેલાં કરવો પડશે. આહા... હા..! ઝીણી વાત બહુ બાપુ..!
એ સર્વજ્ઞને વાણી એ (તો) સંપ્રદાયમાં છે જ નહીં. સ્થાનકવાસી સંપ્રદાય હો કે શ્વેતાંબર, સંપ્રદાય હો એમાં સર્વજ્ઞ નથી અને સર્વશની વાણી પણ એમાંય નથી (શ્રોતા ) કેવળજ્ઞાનને માને છે.! (સમાધાનઃ) એ કલ્પીને માને છે. કીધું ને.! (તેમાં) કેવળજ્ઞાન માને છે એક સમયમાં જાણે છે અને પછી બીજા સમયે દેખે છે એમ (કેવળજ્ઞાન) માને છે. અનંત ગુણની પર્યાય એક સમયમાં સાથે છે એમ એ માનતા નથી. બધો ફેર છે..! પણ એ કોણ વિચારે.! જેમાં (જે સંપ્રદાયમાં) પડ્યા. એ “જે નારાયણ” (વિચારવાની દરકાર જ નથી..!) સમજાણું કાંઈ....?
આહા...હા...! એનો શેઠ મોટો ૫૦ કરોડ રૂપિયા (છે) નામ શું છે? કિલાચંદજી વીરચંદ..! આવ્યા” ના દર્શન કરવા અમારાં (શ્રોતા) ગામે-ગામ દુકાનો છે...! (ઉત્તર) પચાસ કરોડ રૂપિયા, ઘણી મોટી દુકાનો
––
–
–
––
–
––
–
––
–
–
–––
–
–
––
–
––
–
––
–
––
––
–
–
––
–
––
–
––
–
––
––
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧. શબ્દબ્રહ્મમુલક = જેનું મૂળ કારણ છે એવી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com