________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૧૭ આયત સામાન્ય સમુદાયથી જાણો, આ (એક દ્રવ્ય છે. આહા... હા....!
(શું કહે છે... ?) કેઃ દ્રવ્ય એટલે અહીંયા પૈસો નહી. (શ્રોતા:) આમાં લખ્યું તો છે, એ દ્રવ્ય તો છે...! (સમાધાન) એ આ (કહ્યું તે) દ્રવ્ય છે. પૈસો તો અનંત પરમાણુંનો પિંડ છે, એ એક દ્રવ્ય નથી. પૈસો, આ નોટ, આ રૂપિયો, સોનું પાઈ (આદિ) એ તો અનંત પરમાણુનું દળ છે. એમાંનો એક પરમાણુ જે છે તે અનંતમાં ભાગમાં તે એક એક પરમાણુ અનંતા સામાન્ય ગુણના વિસ્તારથી ભરેલું તત્ત્વ છે. અને (તેની) પર્યાયો અનાદિ-અનંત છે તેનો (ત્રિકાળી) પિંડ તે પરમાણુ (દ્રવ્ય) છે. આવી વાત છે !! એ દ્રવ્યની વ્યાખ્યા તો આવી ગઈ. હવે ગુણની વ્યાખ્યા (ચાલે છે).
વળી દ્રવ્યો "એક જેમનો આશ્રય છે એવા વિસ્તારવિશેષોસ્વરૂપગુણોથી રચાયેલાં (ગુણોનાં બેનલાં) હોવાથી ગુણાત્મક છે.”
આહાહા...! “વળી દ્રવ્યો” એટલે જે દ્રવ્ય છે. જગતમાં ભગવાને છ દ્રવ્યો જાતિ – અપેક્ષાએ અને સંખ્યાએ અનંત દ્રવ્યો પરમેશ્વર-કેવળજ્ઞાની–પરમાત્માએ જોયાં (છે). એમાં દ્રવ્યો એ જ જેનો આશ્રય છે (એ) ગુણો છે અનંત પણ એનો આશ્રય એ જ (દ્રવ્યો) છે. નીચે (ફૂટનોટમાં) લખ્યું છે. આહા...હા ! અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે. ભગવાન આત્મા – એમાં અનંત ગુણો જ્ઞાન – દર્શન – (ચારિત્ર) એવા અનંત, અનંત, અનંત, અનંત, અનંત ગુણો છે. જે અનંતની સંખ્યાનો પાર ન મળે..!! એવા અનંત ગુણો, એક દ્રવ્યના આશ્રયે છે. પહેલી દ્રવ્યની વ્યાખ્યા કરી, હવે આ ગુણની વ્યાખ્યા છે. ગુણ કહેવા કોને? કેઃ જે દ્રવ્ય છે ભગવાન આત્મા, એને આશ્રય આ અનંત – અનંત ગુણો છે, એને ગુણ કહેવા. એમ એક પરમાણું છે. એક રજકણ-પોઇટ (તેના આશ્રયે) પણ અનંતા વર્ણ-રસ-ગંધ સ્પર્ધાદિ (અનંત ગુણો છે.) તેનો આશ્રય એક પરમાણુ દ્રવ્ય છે. આહાહા...!
આ તો, હજી તો દ્રવ્ય-ગુણ-પર્યાય, એકડાના મીંડાની આ વાતું છે. એને (અજ્ઞાનીને) દ્રવ્ય કોને કહેવું, ગુણ કોને કહેવા, પર્યાય કોને કહેવી (તેની) ખબરું ય ન મળે અને ધર્મ થઈ જાય એને (તે ન બને) અહીંયા પ્રભુ કહે છે કેઃ બાપુ! તું મૂઢ (અજ્ઞાની) થઈને અનાદિથી (પડ્યો છે) તને) દ્રવ્ય કોને કહેવું, ગુણ કોને કહેવા, પર્યાય કોને કહેવી એની ખબર નથી...! અને તેથી વર્તમાન એક સમયની પર્યાય, અહીં સજાતીય અને વિજાતીય બધી ભેગી નાખી છે. (તેને જ સ્વરૂપ માને છે.) આવું છે...! સમજાણું કાંઈ...?
આહા... હા..! “દ્રવ્યો એક જેમનો આશ્રય છે એવા વિસ્તાર વિશેષોસ્વરૂપ” – એવા વિસ્તારવિશેષરૂપ ગુણો આમ – પહેલાં આવી ગયું છે ને.... આત્મામાં એવા વિસ્તાર વિશેષ સ્વરૂપ (ગુણો છે). દ્રવ્ય છે તે સામાન્ય છે પણ આ વિસ્તારવિશેષોસ્વરૂપ તે “ગુણોથી રચાયેલાં - ગુણોનાં બનેલાં હોવાથી (ગુણાત્મક) - ગુણસ્વરૂપ છે.”
(અહીંયાં, કહ્યું..? દ્રવ્યની વ્યાખ્યા કાલ થઈ ગઈ. આ તો ગુણની જ વ્યાખ્યા આવે છે. ગુણ એટલે દરેક વસ્તુમાં વિસ્તાર – એક સમયમાં અક્રમે સાથે રહેલા ભાવો તેને ગુણ કહે છે. તે ગુણ અનંત હોવા છતાં તે ગુણોનો આશ્રય તે એક દ્રવ્ય છે. આહા...હા...હા...હા...!! ભગવાન આત્મામાં અનંતજ્ઞાન, ૧. અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com