________________
પ્રતિમાશતક કાવ્ય-૨
तत एव नामादिसम्बद्धमपि भावस्य किं न प्राप्नोति ? इत परिभावय । कश्चिदाह जडमतिव्युद्ग्राहितःकिमेताभिर्युक्तिभिः? महानिशीथ एव भावाचार्यस्य तीर्थकृत्तुल्यत्वमुक्तं निक्षेपत्रयस्य चाकिञ्चित्करत्वमिति भावनिक्षेपमेव पुरस्कुर्वतां नः क इवापराधः ? तथा चोक्तं तत्र पञ्चमाध्ययने →
‘से भयवं ! किं तित्थयरसंतियं आणं नाइक्कमिज्जा उयाहु आयरियसंतियं ? गोयमा ! चउव्विहा आयरिया पण्णत्ता, तं जहा-नामायरिया, ठवणायरिया, दव्वायरिया, भावायरिया । तत्थ णं जे ते भावायरिया ते तित्थयरसमा વેવ કવ્વા, તેત્તિ સતિય આળ નામિા । તે મયવ ! જ્યરે ખં માવાયરિયા શાંતિ ? ગોયમા ! ને અપ્નपव्वईए वि आगमविहीए पयं पयेणाणुसंचरंति ते भावायरिए । जे उण वाससयदिक्खिए वि हुत्ताणं वायामित्तेणं वि आगमओ बाहिं करेंति ते नाम-ठवणाहिं णिओइयव्वे 'त्ति ॥ [ महानिशीथ अ. ५, सू. १८]
12
દ્રવ્યવત્ નામવગેરેમાં પૂજ્યતા
શંકા - ભાવ ભગવાન્ એટલે તીર્થંકર-પરમાત્મપદને પામેલો જીવ. આ જીવ પોતે અરૂપી છે. તેથી સાક્ષાત્ પરમાત્મજીવને વંદન અશક્ય છે કારણ કે છદ્મસ્થ જીવને અરૂપી દ્રવ્યોનો સાક્ષાત્કાર થઇ શકે નહિ. તેથી ભાવજિનસાથે સંબંધ સીધેસીધો થઇ શકે નહિ. પણ ભાવજિનથી અધિષ્ઠિત શરીરના માધ્યમથી જ તે ભાવજિન સાથે સંબંધ થઇ શકે. આમ ભાવિજનનું શરીર તો ભાવિજનને વંદન કરવાનું માત્ર માધ્યમરૂપ જ છે. તાત્પર્ય :- • ભાવજિનસાથે સંકળાયેલું હોવાથી જ ભાવવજનના શરીરને કરેલું વંદન ખરેખર તો ભાવવજનને જ થાય છે.
સમાધાનઃ- · શતાયુ ભવ ! તમારી વાત તદ્દન સાચી છે. ભાવજિનસાથે સંકળાયેલાં ભાવજિનના શરીરને થતું વંદન ભાવજિનને છે. બસ તેજ પ્રમાણે નામ-સ્થાપના પણ ભાવજિનસાથે જ સંકળાયેલા છે. તેથી નામવગેરે ત્રણને જે વંદનઆદિ થાય છે, તેમાં નામઆદિ ત્રણ તો માત્ર માધ્યમ જ છે. ખરેખર વંદન તો ભાવને જ પહોંચે છે. માટે જ ભાવસાથે નહિ સંકળાયેલા નામવગેરે ત્રણને અમે પૂજ્યતરીકે સ્વીકારતા જ નથી. બરાબર છે ? શાંતિથી વિચારો.
માત્ર ભાવાચાર્યની તીર્થંકરતુલ્યતા - પૂર્વપક્ષ
જડમતિ=પ્રતિમાલોપકથી વ્યુત્ક્રાહિત થયેલી બુદ્ધિવાળો પોતાની વાત માંડે છે.
પૂર્વપક્ષ ઃ- આવી બધી યુક્તિઓથી સર્યું. ભઇ ! અમે તો શાસ્ત્રચક્ષુ છીએ. માત્ર શાસ્ત્રને જ આગળ કરીને ચાલનારા છીએ. મહાનિશીથ શાસ્ત્રમાં કહ્યું છે કે → ‘ભાવાચાર્ય તીર્થંકરતુલ્ય છે અને નામવગેરે ત્રણ વ્યર્થ છે.’ તેથી અમે આ શાસ્ત્રને આગળ કરી માત્ર ભાવનો જ સ્વીકાર કરીએ અને નામઆદિ ત્રણનો ત્યાગ કરીએ તેમાં અમારો દોષ નથી. (નીતિમાન રાજાની આજ્ઞાને માથે ચડાવી એકને ઇનામ અને બીજાને દંડ દેવામાં કોટવાળ ગુનેગાર ઠરતો નથી.) અને હા! અમારી વાત શાસ્ત્રપાઠપૂર્વક જ છે. જુઓ ! આ રહ્યો મહાનિશીથના પાંચમા અધ્યાયનો પાઠ →
(ગૌતમસ્વામીનો ભગવાનને પ્રશ્ન) ‘ભગવન્ ! તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું કે આચાર્યની આજ્ઞાનું ? (ભગવાનનો જવાબ) હે ગૌતમ ! આચાર્ય ચાર પ્રકારના કહ્યા છે. (૧) નામઆચાર્ય (૨) સ્થાપનાઆચાર્ય (૩) દ્રવ્યઆચાર્ય અને (૪) ભાવઆચાર્ય. તેમાં જે ભાવઆચાર્ય છે, તે તીર્થંકરસમાન જ છે. તેથી તે ભાવાચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. (અર્થાત્ ભાવાચાર્યોની આજ્ઞા તીર્થંકરની આજ્ઞાથી વિરુદ્ધ હોય જ નહિ.) (ગૌતમસ્વામીનો પ્રશ્ન) ભગવન્ ! ભાવઆચાર્ય કોણ કહેવાય ? (ભગવાનનો ઉત્તર) ગૌતમ ! જે આજનો દીક્ષિત હોય તો પણ ડગલે ને પગલે આગવિધિ મુજબ જ આચરણ કરતો હોય તેને ભાવઆચાર્ય સમજવો. અને જે સો વર્ષનો દીક્ષિત હોવા છતાં વચનમાત્રથી પણ આગમબાહ્ય ચેષ્ટા કરે છે, તેનો નામ સ્થાપના આદિથી નિયોગ કરવો.’ (અર્થાત્ તે ભાવઆચાર્ય