________________
નિશ્ચયથી ભાવનિક્ષેપાની અનેકાંતિક્તા
स्वगताध्यात्मोपनायकतागुणेन वन्द्यत्वमपि चतुष्टयविशिष्टमित्युक्तं भवति । शिरश्चरणसंयोगरूपं हि वन्दनं भावभगवतोऽपि शरीर एव सम्भवति ॥
ननु भावभगवत्यरूपे आकाश इव तदसम्भवी, भावसम्बन्धाच्छरीरसम्बद्धं वन्दनं भावस्यैवायातीति । નિક્ષેપાસ્વીકાર્ય ન હોય, તો તમારે ઉપદેશ આપવો બંધ કરવો જોઇએ. કેમકે ઉપદેશ શ્રોતાના હૈયામાં ભાવને જગાડે છે. આમ ઉપદેશ ભાવનું કારણ બનતો હોવાથી દ્રવ્યરૂપ છે. સાર:- જો નામઆદિ ત્રણ નિક્ષેપ વ્યર્થ માનશો, તો સંસાર અને મોક્ષના તમામ વ્યવહારનો ઉચ્છેદ માનવાનો પ્રસંગ આવશે.
કાવ્યમાં પૂર્વોક્ત વિશેષણયુક્ત પ્રતિમાલોપકોને નિજમુનાલોકાર્થી અંધસાથે સરખાવ્યા છે. તેથી ઉભેલા અલંકાર છે. અથવા કલ્પિત ઉપમાનના આધારે ઉપમા અલંકાર છે. આ બાબતમાં નિર્ણય અલંકારગ્રંથના નિષ્ણાતોએ કરવો.
નિશ્ચયથી ભાવનિક્ષેપાની અનેકાંતિક્તા પૂર્વપક્ષ - ભાવઅરિહંત ભવ્યજીવોમાં અવશ્ય ભાવોલ્લાસપ્રગટાવે છે. આમ ભાવનિક્ષેપો અવશ્ય ફળદાયી છે. અર્થાત્ ભાવજિનના નિરીક્ષણથી અવશ્ય ભાવોલાસ પ્રગટે છે. જ્યારે નામઆદિ ત્રણ જિનની પ્રતિપત્તિ આરાધનાથી ભાવોલ્લાસ પ્રગટે જ એવો એકાંત નિયમ નથી. આમ નામઆદિ ત્રણ નિક્ષેપા ભાવોલ્લાસરૂપ પોતાનું ફળ દેવામાં અનેકાંતિક છે. તેથી જ અમે ફળપ્રત્યે એકાંતિક એવા ભાવનિપાનો સ્વીકાર અને અનેકાંતિક એવા નામઆદિનો ત્યાગ કરીએ છીએ.
ઉત્તરપઃ - તમારી વાત ખોટી છે. (નિશ્ચયનયથી વિચાર કરીએ, તો પોતાના ભાવોલાસ માટે પોતાના સિવાય બીજું કોઇ કારણ નથી. નિશ્ચયનય મતે પોતાના પરિણામ માટે પોતાને છોડી બીજા કોઇ બાહ્ય નિમિત્તો કારણ નથી. ભાવજિનમાં રહેલો ભાવનિક્ષેપો પણ પોતાના ભાવોલ્લાસમાટે બાહ્ય નિમિત્ત છે. તેથી સ્વગતભાવોલાસરૂપ ફળ માટે એ ભાવનિક્ષેપો પણ નામઆદિ ત્રણ નિપાની જેમ કારણ નથી. અને જો વ્યવહારનયથી વિચારીએ અને બાહ્ય નિમિત્તોને કારણે માનીએ, તો પણ કહેવું પડે કે) ભાવજિન પણ આપણા ભાવોલ્લાસમાટે એકાંતે કારણ બનતા નથી. કેમકે ભાવજિનને જોવા છતાં બધાને ભાવોલ્લાસ થતો દેખાતો નથી. ઘણા અભવ્યો અને દૂરભવ્યોને ભાવભગવાન મળ્યા છતાં તેઓના હૈયા કોરાધાકોર જેવા જ રહ્યા. દા.ત. કાલસૌકરિક કસાઇ. અને ગોશાળા જેવાને તો ભાવજિનપર એવો ષ આવ્યો કે તેજોલેશ્યા ફેંકવાની કુચેષ્ટા કરી. તેથી વ્યવહારનયથી પણ ભાવજિન એકાંતે ફળદાયી થતા નથી. માટે તમારે હિસાબે તો ભાવજિન પણ ઉપાદેય ન બને.
શંકા - ભલે ભાવજિન અભવ્યાદિના ભાવોલ્લાસમાટે કારણ ન બને. પણ કેટલાક આસન્નસિદ્ધિક ભવ્યોના ભાવોલ્લાસમાં તો તેઓ ભાગ ભજવે જ છે.
સમાધાન - બસ એજ પ્રમાણે નામ આદિ ત્રણ પણ કેટલાક ભવ્યોના ભાવોલ્લાસમાં સમાનરૂપે નિમિત્ત બને જ છે. તેથી ચારે નિક્ષેપતુલ્યતાને પામે છે. આમ પોતાનામાં રહેલા અધ્યાત્મભાવને ઉત્પન્નકરવામાં, વધારવામાં અને શુદ્ધ કરવામાં ચારે નિક્ષેપ સમાનતયા નિમિત્ત છે. તેથી ચારે નિક્ષેપ સમાનતયા વંદનીય છે એમ ફલિત થાય છે. વળી જ્યારે મસ્તકથી ભાવજિનને ચરણે સ્પર્શ કરવારૂપ વંદન કરવામાં આવે છે, ત્યારે વંદન પણ ભાવજિનના શરીરના માધ્યમથી જ થાય છે. ભાવજિનનું આ શરીર પોતે ભાવજિનરૂપ નથી. પરંતુ ભાવજિનનું આધાર હોવાથી દ્રવ્યરૂપ છે. આમ ભાવજિનને વંદનાદિક્રિયામાં પણ દ્રવ્યઆદિ નિક્ષેપા આવશ્યક છે. તેથી માત્ર ભાવને પકડી રાખવામાં ડહાપણ નથી.