________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૭
નંદીષેણ મુનિ
રાજગૃહી નગરીના શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ, એક દિવસ મહાવીરની દેશના સાંભળી વૈરાગ્યની ભાવના થઈ દીક્ષા લેવા પ્રભુને વિનંતી કરી. ભગવાન મહાવીરે તેમને થોભી જવા કહ્યું - હજુ તારે સંસારના ભોગ ભોગવવા બાકી છે. પણ તીવ્ર વૈરાગ્યનો રંગ લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. ભગવાને ભાવિ ભાવ જાણી તેમને દીક્ષા આપી. દીક્ષા વખતે શાસન દેવતાએ પણ દિવ્ય ધ્વનિ દ્વારા ચીમકી આપી કે સંસારી કર્મ ભોગવવાં બાકી છે, કર્મ કોઈને છોડતું નથી. પણ નંદીષેણે દીક્ષા લીધી અને તપ અને સંયમી જીવન ગાળતાં ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ભવિષ્ય ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી, છઠને પારણે આયંબિલ અને પાછો છઠ એમ તપ આરંભ્યાં. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડ્યું, પણ માંકડા જેવું મન વિકારી વિચારો ન છોડી શક્યું. મન મનાવવા ખૂબ મથામણ કરી અને તે આવા વિકારી મનથી હારી આપધાત કરવાના વિચારે એક ટેકરી ઉપર ચડી ભૂસકો મારી આપઘાતની તૈયારી કરી. પણ ભૂસકો મારતાં પહેલાં આત્માનો ધક્કો લાગ્યો - કે આવું આપઘાતનું પાપ કર્મ કેમ થાય પ્રભુ મહાવીરનું નામ લજવાશે. આપઘાત ન જ થાય. મનને વારી દીક્ષાના દિવસો પસાર કરતા રહ્યા.
૧૧.
તેઓ એક દિવસ ગોચરી માટે નીકળ્યા અને એક અજાણ્યા આવાસમાં જઈ ચડ્યા.
ધર્મલાભ બોલી ગોચરીની જિજ્ઞાસા બતાવી. કર્મ સંજોગે એ આવાસ કોઈ ગૃહસ્થીનો ન હતો, એ તો વેશ્યાનો આવાસ હતો. વેશ્યાએ ધર્મલાભની સામે જવાબ આપ્યો, અહીં ધર્મલાભનું કોઈ કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ.
નંદીબેણને પણ આ મહેણું લાગ્યું. લે તારે અર્થલાભ જોઈએ છે ને કહી એક તરણું હાથથી હલાવી સાડી બાર કોડીની વર્ષા ઘરમાં કરી દીધી.
-
એમ
આવી વિદ્યાવાળો જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવ-ભાવ, ચંચળતા દેખાડી મુનિને લોભાવી દીધા-મુનિ સાધુતા છોડી ગ્રહસ્થ બની ગયા મનને મનાવ્યું ભાવિ ભાવ સંસારી ભોગ ભોગવવા બાકી છે. એ વીરવાણી ખરેખર સાચી જ હોય. ભોગ ભોગવી લેવા રહ્યા.
૨
·