________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮ર
પોતાને ઘેર પહોંચી અંજનાને બાળક સહિત ઘેર મૂકી પોતાનું કોઈ કાર્ય કરવા માટે અન્ય સ્થાનકે ચાલ્યો ગયો. અહીં પવનંજય વરુણ વિદ્યાધરને સાધી ઘેર આવ્યો. માતાપિતાને પ્રણામ કરી તે પોતાની પત્નીના આવાસમાં ગયો, તો ત્યાં સ્ત્રીને જોઈ નહીં તત્કાળ માતાપિતાને પૂછ્યું ત્યારે તેમણે કલંક લાગવાથી કાઢી મૂક્યા સંબંધી વાર્તા કહી તે સાંભળી તેણે ખુલાસો કરી જણાવ્યું કે, તે પોતે ગયા પછી રાત્રે આવેલ તે હકીક્ત જણાવી. અંજના સતીને દુઃખી કરી તે અતિ ઉતાવળું અને અણસમજનું પગલું ભર્યું છે તેમ જણાવી પવનંજ્ય વિરહ વ્યાકુળ થઈ મરણને માટે ચંદનની ચિતા રચી બળી મરવા તૈયાર થયો. તે સમયે તેના મિત્ર ઋષભદતે કહ્યું, “સખે ! જો હું અંજનાને શોધીને ત્રણ દિવસમાં ન લાવું તો પછી યોગ્ય લાગે તેમ કરજે.” આ પ્રમાણે કહી તેનું નિવારણ કરી ઋષભદત્ત વિમાનમાં બેસી આકાશ માર્ગે પરિભ્રમણ કરતાં ત્રીજે દિવસે સૂર્યપુર આવી પહોંચ્યો. ત્યાં ઉપવનમાં બાળકો તથા સ્ત્રીઓ વચ્ચે થતી ગોષ્ઠી તેણે સાંભળી. તે વખતે કોઈ બાળકે કહ્યું કે, મિત્રો ! અહીં અંજના નામે કોઈ સુંદરી પુત્ર સહિત આવેલી છે. તે આપણા રાજા સૂર્યકેતુની સભામાં દરરોજ આવે છે. આવા શબ્દો અકસ્માત સાંભળી ઋષભદત્ત હર્ષ પામો અને તત્કાળ તેને આવીને મળ્યો. અંજના તેને જોઈ લજજાથી નમ્ર મુખ કરીને પોતાના મામાની પાછળ ઊભી રહી. ઋષભદત્ત પાસેથી પતિના દિગ્વિજ્યની તેમ જ તેના વિરહવ્યાકુળપણાની વાર્તા સાંભળી ત્યાં જવાને ઉત્સુક થઈ. પછી તેણે મામાની આજ્ઞા લીધી. મામાએ પણ અંજનાને પુત્ર સાથે ઋષભદત્તને સોંપી એટલે ઋષભદત્ત તેને લઈ વેગથી પવનંજ્યના નગરમાં આવ્યો. તેના આવ્યાના ખબર સાંભળી પવનંજ્ય ઘણો હર્ષ પામ્યો, અને મોટા ઉત્સવથી તેણે સ્ત્રી-પુત્રને નગરપ્રવેશ કરાવ્યો. સર્વ નગરજનો પણ આનંદ પામ્યા.
પવનંજ્ય અને અંજના બન્ને દંપતીને પ્રતિદિન પ્રીતિમાં વૃદ્ધિ થવા લાગી. તે પુત્રનું નામ તેમણે હનુમાન પાડ્યું. તે અતુલ બળવાન હતો. એક વખતે વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થના કોઈ મુનિઓ ત્યાં પધાર્યા. તેમની દેશના સાંભળી, પવનંજય અને અંજનાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી
બાળક હનુમાન મોટો થતાં વીર હનુમાન બન્યો, અને શ્રી રામચંદ્રની સેનાનો અધ્યક્ષ બન્યો.
પવનંય મુનિ તથા સતી અંજના સાધ્વી નિરતિસાર વ્રતને પાળી સ્વર્ગે ગયાં.