________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૩૦
સભામાં બોલાવ્યાં. નારદે સતીને પૂછ્યું કે, "હે સતી ! પાંચ પતિથી સંતોષ ધરાવનારાં એવાં તમે સતીપણું, સંબંધ, શુદ્ધપણું, પતિના પ્રેમ અને મનમાં સંતોષ એ પાંચ બાબત સંબંધી જે સત્ય હોય તે કહો.” દ્રૌપદી અસત્યથી ભય પામીને જે સ્ત્રીઓનું ગુહ્ય હતું તે સત્ય સત્ય રીતે કહેવા લાગ્યાં : "હે મુનિ ! રૂપવાન, શૂરવીર અને ગુણી એવા મારે પાંચ પતિઓ છે, તથાપિ કોઈ વાર છઠ્ઠામાં મન જાય છે. હે નારદ ! જ્યાં સુધી એકાંત, યોગ્ય અવસર અને કોઈ પ્રાર્થના કરનાર મળે નહીં ત્યાં સુધી જ સ્ત્રીઓનું સતીપણું છે. સ્વરૂપવાન પુરુષ પિતા, ભ્રાતા કે પુત્ર હોય તો તેને પણ જોઈને કાચા પાત્રમાંથી જલની જેમ સ્ત્રીઓનાં ગુપ્તાંગો ભીંજાયા કરે છે. હે નારદ ! જેમ વર્ષા ઋતુનો સમય કષ્ટદાયક છે, તથાપિ આજીવિકાનું કારણ હોવાથી સર્વને વહાલો લાગે છે તેમ ભરથાર ભરણપોષણ કરે છે તેથી સ્ત્રીને વહાલો લાગે છે, કાંઈ પ્રેમથી વહાલો લાગતો નથી. સરિતાઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી અને સર્વ પ્રાણીઓથી યમરાજ તૃપ્ત થતો નથી, તેમ પુરુષોથી સ્ત્રી તૃપ્ત થતી નથી.
હે નારદ ! સ્ત્રી અગ્નિના કુંડ સમાન છે, તેથી ઉત્તમ જનોએ સ્ત્રીઓનો સંસર્ગ છોડી દેવો. આ પ્રમાણે દ્રૌપદી પાંચ સત્ય બોલી, તેમાં પ્રથમ સત્યે આંબાને અંકુર થયા. બીજે સત્યે પલ્લવ થયાં, ત્રીજે સત્યે ટીસીઓ થઈ, ચોથે સત્ય મંજરી થઈ અને પાંચમા સત્યે પાકાં મધુર ફળ થઈ ગયાં. તે જોઈ સર્વ સભાસદો પ્રશંસા કરવા લાગ્યા, પછી તે આમ્રના રસ વડે યુધિષ્ઠિરે સર્વ મુનિઓને પારણું કરાવ્યું.
આ પ્રમાણે સત્ય વચનનો મહિમા લોકમાં અને શાસ્ત્રમાં વર્ણવેલો છે. એથી હે શ્રીકાંત શેઠ !! તમે પણ તે સત્ય વ્રત સ્વીકારો." આ પ્રમાણે સાંભળી શ્રીકાંતે સત્ય વ્રત સ્વીકાર્યું. જિનદાસે કહ્યું “શ્રેષ્ઠી જીવનની જેમ આ વ્રત યાવજિવ પાળજો." શ્રીકાંતે કહ્યું કે, "રાય જાઓ અને આ નાશવંત પ્રાણ પણ જાઓ, પણ મારી વાચા ન જાઓ. આવું નીતિનું વચન છે, તેથી મેં જે વ્રત લીધું છે તેનો હું કદી પણ ભંગ કરીશ નહીં."
હવે શ્રીકાંત શેઠે આ વ્રત ગ્રહણ કર્યું. તથાપિ તેનો ચોરીનો સ્વભાવ તો ગયો નહોતો. તેથી એક વખતે શ્રીકાંત શેઠ ચોરી કરવા ગયો. ત્યાં માર્ગે નગરચર્ચા જોવા નીકળેલા શ્રેણિક રાજા અને અભયકુમાર મળ્યા. તેમણે શ્રીકાંતને પૂછ્યું કે, "તું કોણ છે ?” તેણે કહ્યું, “હું પોતે છું.” ફરી પૂછ્યું કે તું ક્યાં જાય છે ?" શ્રીકાંતે કહ્યું કે, “રાજાના ભંડારમાં ચોરી કરવાને જાઉં છું.” પુન: પૂછ્યું કે “તું ક્યાં વસે છે ?" શ્રીકાંતે કહ્યું કે, "અમુક પાડામાં. વળી પૂછ્યું કે, "તારું નામ શું ?” શ્રીકાંતે કહ્યું કે, "મારું