________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ર૮૩.
રાત્રી થતાં સાગર, સુકુમારિકા સાથે શયામાં સૂતો હતો, તેવામાં સુકુમારિકાના શરીરનો સ્પર્શ થતાં તે અતિ ગરમ ખેરના અંગારા સમાન જણાયું તેથી તે વિરાગી થઈ તેણીને સૂતી મૂકી પોતાના ઘરે જતો રહ્યો. સાગર જતો રહ્યો તેથી પ્રભાત સુકુમારિકા અત્યંત રૂદન કરવા લાગી કે, મારા પતિ મને ત્યજી ગયા છે. આ જાણી તેના પિતા સાગરદત્ત જીનદત્તને મળ્યા અને તમારો દીકરો મારી દીકરીને પરણીને તેને ત્યજી તમારે ત્યાં આવ્યો છે. આથી જીનદત્તે પોતાના દીકરા સાગરને સમજાવવા પ્રયત્ન ર્યો, પણ સાગરે કહ્યું કે, હે તાત ! આજ્ઞા કરો તો જળ અને અગ્નિમાં પ્રવેશ કરું. એ સ્ત્રીના શરીરનો સ્પર્શ અંગારા તુલ્ય છે. માટે તેણીની પાસે ક્ષણ વાર પણ હું રહીશ નહીં" સાગરદત્તે ઘરે આવી પુત્રીને કહ્યું કે, હે પુત્રી, સાગર તને મનથી પણ ચિંતવતો નથી. તો વાત તો ક્યાંથી કરે ? માટે તારા માટે બીજો ઉત્તમ, કુલીન વર લાવીશ માટે તારે આ વાતનું દુ:ખ ધરવું નહીં
પછી સાગરદત્તે બીજા નિર્ધન પુરુષોને પોતાની પુત્રીના પાણીગ્રહણ માટે આપ્યા પણ તેઓ દરેકને સુકુમારિકાનું શરીર અગ્નિ જેવું લાગવાથી તેને છોડીને ભાગી ગયા.
આમ થવાથી સુકુમારિકા બહુ રૂદન કરવા લાગી. તે જોઈ તેના પિતા તેને સાંત્વન આપતાં કહેતા કે, “પૂર્વ કરેલાં કર્મ છૂટતાં નથી. તે ભોગવવાં પડે છે. ગુણી જનને પણ ભિક્ષાર્થે ભટકવું પડે છે અને કોઈ મૂર્ખ હોવા છતાં સંપત્તિ ભોગવે છે માટે પૂર્વના કર્મને દવા તું દાન આપ, તપશ્ચર્યા કર અને આત્માને શાંત કરીને રહે."
પિતાનાં આવાં વચનો સાંભળીને સંતોષપૂર્વક રહેવા લાગી અને જૈન ધર્મનું મહત્ત્વ સમજી દાન, તપ વગેરમાં પોતાનો વખત ગુજારવા લાગી.
એકદા કોઈ સાધ્વી ગોચરી માટે તેને ત્યાં આવી. તેમને શુદ્ધ અન્ન પાનથી ભાવસહિત પ્રતિભાભીને તેમની પાસે તેણીએ દીક્ષા ગ્રહણ કરી અને પૂર્વનાં ઉપાર્જેલાં કર્મોને છેદવાને દુષ્કર તપ આદર્યા. . થોડાં વર્ષો બાદ તેની ઇચ્છા “કોઈ એકાંત વનમાં જઈ ત્યાં છઠ્ઠ, અઠ્ઠમનો તપ કરતાં સૂર્ય સામે જ પ્રગટ ઈષ્ટ રાખી એકાગ્ર મનથી આતાપના કરું.”
આ માટે તેણે પ્રવર્તિનીની રજા માગી પ્રવર્તિનીએ સમજાવ્યું કે બહાર ઉઘાનમાં કે વનમાં જઈ આતાપના કરવી એ સાધ્વીને લેશ પણ યુક્ત નથી. છતાં તેણે વનમાં જવાનો ઘણો આગ્રહ કર્યો. ન છૂટકે ગુણીજીએ તેને રજા આપી.