________________
જૈન શાસનના ચમકના હીરાઓ [ ૩૧૯
જગદ્ગુરુએ અમૃત જેવી મધુર વાણી વડે કહ્યું. તે સાંભળી ગૌતમ વિચારમાં પડ્યો કે, શું આ મારા ગોત્ર અને નામને પણ જાણે છે? હું ! જાણે જ ને, મારા જેવા જગપ્રસિદ્ધ માણસને કોણ ન જાણે, પણ જો મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે અને તેને પોતાની જ્ઞાન સંપત્તિ વડે છેદી નાખે તો તે ખરા આશ્ચર્યકારી છે. એમ હું માનું"
આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતા એવા સંશયધારી ઈંદ્રભૂતિને પ્રભુએ કહ્યું કે, “હે વિપ્ર ! જીવ છે કે નહીં? એવો તારા હૃદયમાં સંશય છે, પણ હે ગૌતમ ! જીવ છે, તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણોથી જાણી શકાય છે. જો જીવ ન હોય તો પુણ્ય-પાપનું પાત્ર કોણ ? અને તારે આ યજ્ઞ-દાન વગેરે કરવાનું નિમિત્ત પણ શું ?" આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળીને તેણે મિથ્યાત્વની સાથે સંદેહને ત્યજી દીધો અને પ્રભુનાં ચરણમાં નમસ્કાર કરીને બોલ્યા કે, હે સ્વામી ! ઊંચા વૃક્ષનું માપ લેવાને વામણા પુરુષની જેમ હું દુર્બુદ્ધિ તમારી પરીક્ષા લેવાને અહીં આવ્યો હતો, તે નાથ ! હું દોષયુક્ત છું. તે છતાં તમે આજે મને સારી રીતે પ્રતિબોધ આપ્યો છે. તો હવે સંસારથી વિરક્ત થયેલા એવા મને દીક્ષા આપો. પ્રભુએ તેને પોતાના પહેલા ગણધર થશે, એવું જાણીને પાંચસો શિષ્યો સાથે પોતે જ દીક્ષા આપી. તે સમયે કુબેર દેવતાએ ચારિત્ર ધર્મનાં ઉપકરણો લાવી આપ્યાં અને પાંચસો શિષ્યોની સાથે ઈંદ્રભૂતિએ દેવતાઓનાં અર્પણ કરેલાં ધર્મનાં ઉપકરણો ગ્રહણ કર્યો.
ઈંદ્રભૂતિની માફક અગ્નિભૂતિ વગેરે બીજા દશે દ્વિજો વારાફરતી આવી પોતાનો સંશય પ્રભુ મહાર્વરે દૂર કર્યાથી તેઓના શિષ્યોની સાથે દીક્ષા ગ્રહણ કરી.
વીર પ્રભુ વિહાર કરતા કરતા ચંપાનગરી પધાર્યા. ત્યાં સાલ નામના રાજા તથા મહાસાલ નામે યુવરાજ પ્રભુને વાંદવા આવ્યા. પ્રભુની દેશના સાંભળી ને બને પ્રતિબોધ પામ્યા. તેમણે તેમના ભાણેજ ગાગલીનો રાજ્ય ઉપર અભિષેક કરી બન્નેએ વીર પ્રભ પાસે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુની આજ્ઞા લઈ ગૌતમ સ્વામી સાલ અને મહાસાલ સાધુની સાથે પૃષ્ઠ ચંપાનગરીએ ગયા. ત્યાં ગાગલી રાજાએ ભક્તિથી ગૌતમ ગણધરને વંદના કરી. ત્યાં દેવતાએ રચેલા સુવર્ણના કમળ ઉપર બેસીને ચતુર્દાની ગૌતમ સ્વામીએ ધર્મદેશના આપી. તે સાંભળી ગાગલી પ્રતિબોધ પામ્યો. એટલે પોતાના પુત્રને રાજયસિંહાસન સોંપી પોતાનાં માતાપિતા સહિત તેણે ગૌતમ સ્વામીની પાસે દીક્ષા લીધી. તે નવા ત્રણ મુનિઓ અને સાલ, મહાસાલ એમ પાંચે જણ ગુરુ ગૌતમ સ્વામીની પાછળ પાછળ પ્રભુ મહાવીરને વાંદવા જતા હતા. માર્ગમાં શુભ ભાવનાથી તે પાંચેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી જ્યાં બિરાજતા હતા