________________
ગૌતમ સ્વામી વિલાપ ૧. ગૌતમ સ્વામી ચરમ શાસનપતિ મહાવીર દેવના પ્રથમ શિષ્ય હતા.
સાથોસાથ પરમાત્મા પ્રત્યે અનહદ ભક્તિ-રાગ હતો. નિર્મલ જ્ઞાન વડે પરમાત્માએ મોક્ષ સમય નજીક આવતો જોઈને ગૌતમ સ્વામીને દેવશર્મા પાસે પ્રતિબોધ આપવા મોકલ્યા. આ બાજુ પરમાત્મા અપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં નવમલ્લી અને નવલચ્છિ દેશ એવા અઢર દેશના રાજન નિર્જલ છઠ્ઠ તપની સાથે પૌષધ લઈને ૧૬ પ્રહરની દેશના સાંભળવા બેઠા. ૬૪ ઇન્દ્ર કરોડ દેવતાઓ આદિ ૧ર પર્ષદની સામે અખંડવધાર
દેશના આપી અને દિપાવલીના દિવસે નિર્માણ પામ્યા. ૩. ગૌતમ સ્વામીને આ ખેદપ્રદ સમાચાર પાછા ફરતી વેળા માર્ગમાં,
દેવોને શોકાતુર, આંસુથી છલકાતી આંખોવાળ જોઈને મળી ગયા. ત્યારે હાય ! વીર કહેતાં જ ઢળી પડ્યા. આવા વજાઘાત સમાન સમાચારથી તેઓ આકુળવ્યાકુળ થઈ ગયા. બેશુદ્ધ અવસ્થામાંથી જયારે ઊઠ્યા, તો હે વીર હે વીર... કલ્પાંત કરતા વિલાપ કરવા લાગ્યા. ભારે રુદન કરતાં બોલી રહ્યા : “હા..હા...વીરને આ શું કર્યું? એમની આ વિલાપની ભયંકર અવસ્થામાં એમને વિશેષ જ્ઞાન થયું.