________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૮
ગુરુ ગૌતમ વામી
|| ૧૦૮.
મગધદેશમાં ગોબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ પુત્રો થયા હતા.
અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાઢ્ય બ્રાહ્મણે યજ્ઞકર્મમાં વિચક્ષણ એવા આ ત્રણ ગૌતમ ગોત્રી બ્રાહ્મણો અને એ વખતે બ્રાહ્મણોમાં મહાજ્ઞાની ગણાતા બીજા આઠ દ્વિજોને યજ્ઞ કરવાને બોલાવ્યા હતા. સૌથી મોટા ઈંદ્રભૂતિ ગૌતમ ગોત્રી હોવાથી ગૌતમ નામે પણ ઓળખાતા હતા.
યજ્ઞ ચાલતો હતો તે વખતે શ્રી વીર પ્રભુને વાંદવાની ઇચ્છાથી આવતા દેવતાઓને જોઈ ગૌતમે બીજા બ્રાહ્મણોને કહ્યું, “આ યજ્ઞનો પ્રભાવ જુઓ ! આપણે મંત્રોથી બોલાવેલા આ દેવતાઓ પ્રત્યક્ષ અહીં યજ્ઞમાં આવે છે." તે વખતે યજ્ઞનો વાડો છોડીને દેવતાઓને સમવસરણમાં જતા જોઈ લોકો કહેવા લાગ્યા : હે નગરજનો ! સર્વજ્ઞ પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે. તેમને વાંદવાને માટે આ દેવતાઓ હર્ષથી જાય છે." સર્વજ્ઞ એવા અક્ષરો સાંભળતાં જ જાણે કોઈએ વજપાત હોય તેમ ઇંદ્રભૂતિ કોપ કરી બોલ્યા : “અરે ! ધિક્કાર ! ધિક્કાર ! મરૂદેશના માણસો જેમ આંબાને છોડીને કેર પાસે જાય તેમ લોકો મને છોડીને એ પાખંડીની પાસે જાય છે. શું મારી આગળ કોઈ બીજો સર્વજ્ઞ છે? સિંહની આગળ બીજો કોઈ પરાક્ની હોય જ નહીં. કદી મનુષ્યો તો મૂર્ખ હોવાથી તેની પાસે જાય, તો ભલે જાય, પણ આ દેવતાઓ કેમ જાય છે? તેથી તે પાખંડીનો દંભ કોઈ મહાન લાગે છે.
પરંતુ જેવો તે સર્વજ્ઞ હશે તેવા જ આ દેવતાઓ લાગે છે, કેમ કે જેવો યજ્ઞ હોય તેવો જ બલિ અપાય છે. હવે આ દેવો અને માનવોના દેખતાં હું તેના સર્વજ્ઞપણાનો ગર્વ હરી લઉં. આ પ્રમાણે અહંકારથી બોલતો ગૌતમ પાંચસો શિષ્યોની સાથે જ્યાં શ્રી વીર પ્રભુ સુરનરોથી વિંટળાઈને બેઠા હતા ત્યાં સમવસરણમાં આવ્યો. પ્રભુની સમૃદ્ધિ અને ઝગમગતું તેજ જોઈ “આ શું?" એમ આશ્ચર્ય પામી ઇંદ્રભૂતિથી બોલાઈ ગયું. એવામાં તો હે ગૌતમ ! ઇંદ્રભૂતિ ! તમને સ્વાગત છે." આ પ્રમાણે