________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૩રર
આવા મુનિ બોધ કરનાર મળવા તે પણ બહુ જ દુર્લભ છે. માટે આપણે સર્વથા પુણ્યવાન છીએ." આ પ્રમાણે ભાવના શુષ્ક સેવાળ ભલી પાંચસો તાપસોને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દર વગેરે બીજા પાંચસો તાપસોને દૂરથી પ્રભુના પ્રાતિહાર્ય જોતાં ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમ જ કૌડીય વગરે બાકીના પાંચસો તાપસોને ભગવંતનાં દર્શન દૂરથી થતાં કેવળજ્ઞાન થયું. પછી તેઓએ શ્રી વીર પ્રભુની પ્રદક્ષિણા કરી કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમ સ્વામી બોલ્યા કે, આ વીર પ્રભુને વંદના કરો. પ્રભુ બોલ્યા કે, “ગૌતમ કેવળીની આશાતના કરો નહીં" ગૌતમે તરત જ મિથ્યા દુષ્કૃત આપી તેઓને ખમાવ્યા. તે વખતે ગૌતમે ફરીથી ચિંતવ્યું કે, જરૂર હું આ ભવમાં સિદ્ધિને પામીશ નહીં. કારણ કે હું ગુરુકર્મી છું. આ મહાત્માઓને ધન્ય છે કે જેઓ મારા દીક્ષિત છતાં જેમણે ક્ષણમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આવી ચિંતા કરતા ગૌતમ પ્રતિ શ્રી વીર પ્રભુ બોલ્યા કે, હે ગૌતમ ! તીર્થંકરોનું વચન સત્ય કે બીજાઓનું ?" ગૌતમે કહ્યું કે, “તીર્થકરોનું ત્યારે પ્રભુ બોલ્યા. હવે અવિર્ય રાખશો નહીં. ગુરૂનો સ્નેહ શિયોની ઉપર દ્વિદળની ઉપરના ફોતરા જેવો હોય છે. તે તત્કાળ દૂર થઈ જાય છે અને ગુરુ ઉપર શિવનો હોય તેમ તમારો સ્નેહ ઉનની કડાહ જેવો ત્ર છે. ચિરકાળના સંસર્ગથી અમારી ઉપર તમારો સ્નેહ બહુ ઢ થયેલો છે, તેથી તમારું કેવળજ્ઞાન રંધાયું છે. તે સ્નેહનો જ્યારે અભાવ થશે ત્યારે કેવળજ્ઞાન ચોક્કસ પામશો.”
આમ પ્રભુ પાસે દીક્ષા લીધા બાદ ત્રીશ વર્ષે એક દિવસે પ્રભુએ પોતાનો મોક્ષ એ રાત્રે જાણી વિચાર્યું કે, 'અહો ! ગૌતમને મારા ઉપર અત્યંત સ્નેહ છે અને તે જ તેમને કેવળજ્ઞાન મેળવવામાં અંતરાય કરે છે, તેથી તે સ્નેહને મારે છેદી નાખવો જોઈએ એટલે તેમણે ગૌતમ સ્વામીને પાસે બોલાવી કહ્યું : “ગૌતમ ! અહીંથી નજીકના બીજા ગામમાં દેવશર્મા નામે બાઢાણ છે, તે તમારાથી પ્રતિબોધ પામશે, માટે તમે ત્યાં જાઓ તે સાંભળી જેવી આપની આજ્ઞાં" એમ કહી ગૌતમસ્વામી પ્રભુને નમીને તરત જ ત્યાં ગયા અને પ્રભુનું વચન સત્ય કર્યું, અર્થાત્ દેવશર્માને પ્રતિબોધ પમાડ્યો. અહીં કાર્તિક માસની અમાવાસ્યાની (આપણા દેશના રિવાજ પ્રમાણે આસો વદિ અમાવાસ્યાએ) પાછલી રાત્રે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવતાં છઠ્ઠનું તપ કરેલું છે એવા શ્રી વીરપ્રભુએ છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા માંડ્યું. તે સમયે આસન કંપથી પ્રભુનો મોક્ષ સમય જાણી સુર અને અસુરના દ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. પછી શદ્દે પ્રભુને અંજલિ જોડીને સંભ્રમ સાથે આ પ્રમાણે કહ્યું, “નાથ ! તમારા ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન હસ્નોત્તરી