Book Title: Jain Shasanna Chamakta Hira
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 354
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૨૩ નક્ષત્ર થયા છે, આ વખતે સ્વાતિ નક્ષત્રમાં મોહ્ન થશે પરંતુ આપની જન્મ રાશિ ઉપર ભસ્મ ગ્રહ સંવંત થવાનો છે, જે તમારાં સંતાનોને (સાધુ-સાધ્વી) બે હજાર વર્ષ સુધી બાધા ઉત્પન્ન કરશે માટે તે ભસ્મક ગ્રહ આપના જન્મ નક્ષેત્રે સંક્રમે ત્યાં સુધી આપ રાહ જુઓ, માટે પ્રસન્ન થઈને ક્ષણ વાર આયુષ્ય વધુ ટકાવો કે જેથી તે દુગ્રહનો ઉપશમ થઈ જાય. પ્રભુ બોલ્યા, હે શદ્ર ! આયુષને વધારવાને કોઈ પણ સમર્થ નથી” એમ કહી સમુચ્છિન્ન યિ ચોથા શુક્લ ધાનને ધારણ કર્યું અને યથા સમય જુ ગતિ વડે ઊર્ધ્વગમન કરી મોક્ષને પ્રાપ્ત થયા" શ્રી ગૌતમ ગણધર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફર્યા એટલે માર્ગમાં દેવતાઓની વાર્તાથી પ્રભુના નિર્વાણના ખબર સાંભળ્યા અને એકદમ ધ્રાસકો પડ્યો અને પુષ્કળ દુ:ખ થયું. પ્રભુના ગુણ સંભારીને “વીર ! હો વીર!" એમ વલવલાટ સાથે બોલવા લાગ્યા અને હવે હું પ્રશ્ન કોને પૂછીશ. મને કોણ ઉત્તર આપશે. અહો પ્રભુ ! તેં આ શું કર્યું? આવા તમારા નિર્વાણ સમયે મને કેમ દૂર ર્યો ? શું તમને એમ લાગ્યું કે આ મારી પાસે કેવળજ્ઞાનની માગણી કરશે? કે બાળક અણસમજથી માની કેડે પડે તેમ હું શું તેમની કેડે પડવાનો હતો ? પણ પણ હા પ્રભુ ! હવે હું સમજ્યો. અત્યાર સુધી મેં ભ્રાંત થઈ નિરાગી અને નિર્મોહી એવા પ્રભુમાં એ રાગ અને મમતા રાખી. તે રાગ અને દ્વેષ એ તો સંસાર ભ્રમણના હેતુ છે. તેનો ત્યાગ કરવા માટે જ એ પરમેષ્ઠીએ મારો ત્યાગ કર્યો હશે. માટે એવા મમતારહિત પ્રભુમાં મમતા રાખવાની મેં ભૂલ કરી, કેમ કે મુનિઓને તો મમતાળુમાં પણ મમત્વ રાખવું યુક્ત નથી." આ પ્રમાણે શુભધ્યાન પરાયણ થતાં ગૌતમ ગણધર ાપક શ્રેણીને પ્રાપ્ત થયા તેથી તત્કાળ ઘાતિ કર્મનો ક્ષય કરી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. બાર વર્ષ કેવળજ્ઞાન પર્યાય સાથે બાણ વર્ષની ઉમરે રાજગૃહી નગરીએ એક માસનું અનસન કરી બધાં કર્મો ખપતાં તે અક્ષય સુખવાળા મોક્ષપદને પામ્યા. મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્યુલિભદ્રાથા, જિન ધર્મોસ્તુ મંગલં. શિવમસ્તુ સર્વ જગત: પરહિત નિરતા ભવતુ ભૂતગામ ઘષાઃ પ્રથાનું નામ, સર્વન સુખી ભવતુ લોકો.

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356