________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૩૧૬
શ્રી કૂણિક
શ્રેણિક પુત્ર કૂણિકે શ્રેણિક રાજાને બંદીવાન બનાવી પાંજરામાં પૂરી રાખ્યા હતા અને રોજ બે વખત સોસો ચાબખાનો માર મરાવતો હતો.
૧૦૭.
ઉગ્રપણે રાજ્ય કરતા કૂણિકને પદ્માવતી નામની રાણીથી એક પુત્ર થયો. તેનું ઉદાયી એવું નામ રાખ્યું. આ પુત્ર ઉપર કૂણિકને અનહદ પ્રેમ હતો.
એક વખતે પુત્ર વત્સલ કૂણિક પોતાના ડાબા સાથળ ઉપર પુત્રને બેસાડીને જમતો હતો. તેણે અર્ધું ભોજન કર્યું હતું તેવામાં તે બાળકે મૂત્રોત્સર્ગ કર્યો એટલે મૂત્રની ધારા ભોજનથાળમાં પડી. પુત્રના પેશાબના વેગનો ભંગ ન થાઓ' એવું ધારી કૂણિકે પોતાનો સાથળ હલાવ્યો પણ નહીં. મૂત્રથી બગડેલી થાળી દૂર ન કરતાં પુત્ર વાત્સલ્યને કારણે થોડું ખરાબ અન્ન દૂર કરી એ જ થાળીમાં ફરીથી તે ખાવા લાગ્યો. આ સમયે તેની માતા ચેલ્લણા તેણી પાસે બેઠી હતી. તેને કૂણિકે પૂછ્યું કે, "હે માતા ! કોઈને પોતાનો પુત્ર આવો પ્રિય હતો ? કે અત્યારે હશે ?" ચેલ્લણા બોલી : "અરે પાપી ! અરે રાજકુળાધમ ! તું તારા પિતાને આના કરતાં પણ અધિક વહાલો હતો તે શું તું નથી જાણતો ? મને દુષ્ટ દોહદ થવા વડે તું જન્મ્યો છે અને તેથી જ તું તારા પિતાનો વૈરી થયો છે, સગર્ભા સ્ત્રીઓને ગર્ભ પ્રમાણે જ દોહદ થાય છે” ગર્ભમાં રહેલો તું તારા પિતાનો વૈરી છે, એવું જાણી મેં પતિના કલ્યાણની ઇચ્છાથી ગર્ભપાત કરવા પ્રયત્ન કર્યા હતા. તથાપિ તું તે તે ઓષધોથી નાશ ન પામતાં ઊલટો પુષ્ટ થયો હતો. 'બળવાન પુરુષોને સર્વ વસ્તુ પથ્ય થાય છે' તારા પિતાએ હું પુત્રનું મુખ ક્યારે જોઉં ? એવી આશાથી મારા નઠારા દોહલાને પણ પૂર્ણ કર્યા હતા. પછી જ્યારે તું જન્મ્યો ત્યારે તને તારા પિતાનો વૈરી જાણી મેં તજી દીધો હતો. પણ તારા પિતા પોતાના પ્રાણોની જેમ તને પાછો લઈ આવ્યા હતા. તને તજી દીધો તે વખતે ટુકડીના કરડવાથી તારી એક આંગળી વીંધાઈ ગઈ હતી. તે પાકી જવાથી તને અત્યંત પીડા થતી હતી. તે વખતે તારી તે આંગળીને પણ તારા પિતા પોતાના મુખમાં રાખતા હતા અને તે જ્યાં સુધી મુખમાં રાખતા હતા ત્યાં સુધી તને દુ:ખ ટળતું હતું એટલે એટલો વખત તું ન રોતાં શાંત રહેતો હતો. અરે અધમ ! આવી રીતે જે પિતાએ તને મહા કષ્ટ ભોગવી લાલિતપાલિત કર્યો હતો તેના બદલામાં અત્યારે તેવા ઉપકારી પિતાને તેં કારાગૃહમાં નાખેલા છે.” આ વખતે કૂણિકે