________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૪
પ્રભુ બોલ્યા, હે રાજન ! કપિલા દાસી પાસે જો સાધુઓને હર્ષથી ભિક્ષા અપાવે અને જો કાળસૌરિકની પાસે કસાઈનું કામ મુકાવે તો નરકથી તારો મોક્ષ થાય. તે સિવાય થાય તેમ નથી" આ ઉપદેશ સાંભળી શ્રેણિક પોતાના સ્થાને ગયો.
પછી શ્રેણિકે ગામમાંથી કપિલાદાસીને બોલાવી અને તેની પાસે માગણી કરી કે, “હે ભદ્ર ! તું સાધુઓને શ્રદ્ધથી ભિક્ષા આપ. હું તને ધનની રાશિ આપીને ન્યાલ કરી દઈશ કપિલા બોલી કે, કદી મને બધી સુવર્ણમય કરો અથવા મને મારી નાખો તો પણ હું એ કૃત્ય નહીં કરું. પછી રાજાએ કાળસૌરીકને બોલાવીને કહ્યું કે, જો તું આ કસાઈપણું છોડી દે તો હું તને ઘણું દ્રવ્ય આપું, કેમ કે તું પણ ધનના લોભથી કસાઈ થયો છું. કાળસૌરિક બોલ્યો કે, આ કસાઈના કામમાં શો દોષ છે? જેનાથી અનેક મનુષ્યોનાં પેટ ભરાય છે, તેવા કસાઈના ધંધાને હું કદી પણ છોડીશ નહીં. આ સાંભળી રાજાએ તેને એક રાત્રિ - દિવસ કૂવામાં પૂરી રાખ્યો અને કહ્યું કે, હવે તું કસાઈનો વ્યાપાર શી રીતે કરીશ ?"
પછી રાજા શ્રેણિકે ભગવંતની આગળ જઈ કહ્યું કે, “હે સ્વામી ! મેં કાળસૌરીકને એક રાત્રી - દિવસ સુધી કસાઈનું કામ છોડાવ્યું છે."
પ્રભુ બોલ્યા કે, હે રાજન ! તેણે અંધકૂપમાં પણ કોલસાથી પાડા ચીતરી પાંચસો પાડ માર્યા છે.” તત્કાળ શ્રેણિકે જઈને જોયું તો તે પ્રમાણે જ હતું. એટલે તેને ઘણો ઉદ્વેગ થયો કે, “મારા પૂર્વ કર્મને ધિકાર છે. તેવા દુષ્કર્મના કારણે ભગવાનની વાણી અન્યથા થશે નહીં.”
કાળક્રમે શ્રેણિક રાજા વૃદ્ધ થયા. તેમના પુત્ર અભયકુમારે દીક્ષા લીધી. આથી લાગ સારો મળ્યો છે, એમ સમજી શ્રેણિકના બીજા પુત્ર કૃણિકે પોતાના કાળ વગેરે દશ બંધુઓને એકઠા કરી કહ્યું કે, પિતા વૃદ્ધ થયા તો પણ હજુ રાજ્ય છોડતા નથી. આપણા જયેષ્ઠ બંધુ અભયકુમારને ધન્ય છે કે જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને છોડી દીધી, પરંતુ આપણા વિષયાંધ પિતા તો હજુ રાજ્ય ભોગવતાં કાંઈ પણ જોતા જ નથી. માટે આજે એ પિતાને બાંધી લઈને આપણે સમયને યોગ્ય રાજ્ય ગ્રહણ કરીએ." આમ વિચારી તેણે પિતાને એકદમ દોરડાથી બાંધી તેને પાંજરામાં પૂરી દીધા. વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં. ઊલટો તે પાપી વૃણિક પ્રતિદિન સવારે અને સાંજે સો સો ચાબુકના પ્રહારો મારતો. કૃણિક શ્રેણિકની પાસે કોઈને જવા દેતો નહીં. ફક્ત માતા ચેલ્લાણાને તે રોકી શકતો નહીં. રાણી ચેલ્લણા માથાના વાળ સારી રીતે ધોઈ