________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૨
દુંદુભિ સાંભળી તેથી તેણે વિચાર્યું કે ધિક્કાર છે મને, હું અધન્ય છું, અભાગીઓ છું તેથી પ્રભુ મારે ઘેર ન પધાર્યા આથી ધાન ભંગ થયો અને મનદુ:ખ સાથે ભોજન કર્યું.
- ત્યાર બાદ કોઈ જ્ઞાની ગુરુ તે નગરે આવ્યા. તેમને વંદન કરી રાજાએ કહ્યું કે, મારું નગર વખાણવા લાયક છે કેમ કે પ્રભુ મહાવીર સ્વામીએ ચોમાસી પારણું કરાવનાર મહા ભાગ્યશાળી અભિનવ શ્રેષ્ઠી અહીંયા જ રહે છે. એવા પુણ્યાત્માથી મારું નગર શોભે છે. જ્ઞાની ગુરુ બોલ્યા કે, એમ કહેવું યોગ્ય નથી. કેમ કે અભિનવ શેઠે તો દ્રવ્યભક્તિ કરી, પણ ભાવભક્તિ તો જીરણ શ્રેષ્ઠીએ કરી છે. તેથી તેણે અધિક પુણ્યવંત ગણવો જોઈએ. જીરણ શેઠે દેવદુંદુભીનો અવાજ જો થોડીક વાર સુધી સાંભળ્યો ન હોત તો એવી શ્રેણીએ પહોંચ્યો હતો કે તેને તરત જ કેવળજ્ઞાન થાત. રાજાએ આથી જીરણ શેઠની ભૂરી ભૂરી અનુમોદના કરવા લાગ્યા અને જીરણ શેઠ કાળ કરી બારમા દેવલોકવાસી દેવ થયા. ત્યાંથી આવી અનુક્રમે મોક્ષસુખ પામશે.
બ્રહ્મચર્ય વિશે સુભાષિત નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન: ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ: એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. એક વિષયને જીતતાં, જીત્યો, સાં સંસાર: નૃપતિ જીતતાં જીનિયે, દળ, પુર ને અધિકાર. વિષયરૂપ અંકુરથી, ટળે સાન ને ધાન: લેશ મદિરાપાનથી, છાકે જયમ અશાન. જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ: ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહદ જે નરનારી સેવશે, અનુપમ ફળ લે નેહ, પાત્ર વિના વસ્તુ ન રહે, પાને આત્મિક શાન: પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.
કરી
કરી