________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૧
| જીરણ શેઠ
|૧૦૫.
વિશળા નગરીમાં એક શ્રેષ્ઠી રહેતા હતા. તે પરમહંત શ્રાવક હતા.
એક વખત ભગવાન મહાવીર ચોમાસી તપ કરી આ નગરીના ઉપવનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તેણે પ્રભુ અહીં પધાર્યા છે એમ જાણી ત્યાં આવી પ્રભુને વિંદના કરી કહ્યું, “સ્વામી ! આજે મારે ઘેર પારણું કરવા (વહોરવા) તમે પધારજો.” એમ કહી પોતાને ઘેર ગયો. પણ પ્રભુ તો તેને ઘેર આવ્યા નહીં. તેથી બીજે દિવસે ત્યાં આવી છઠ તપ" હશે એમ ધારી પ્રભુ પ્રત્યે એવી અરજ કરી કે, કૃપાવતાર આજે મારે ઘેર પધારી મારું આંગણું પવિત્ર કરજો. એમ કહીને ઘેર ગયો. પણ ભગવંતે તો કંઈ હા કે ના - નો ઉત્તર આપ્યો નહીં. એમ દરરોજ નિમંત્રણા કરતાં ચાર માસ વહી ગયા. ચોમાસી પારણાના દિવસે તે મનમાં વિચારવા લાગ્યો કે આજે તો અવશ્ય પ્રભુને પારણું હશે જ, તેથી પ્રભુ પાસે આવી બોલ્યો કે, “દુર્વાર સંસારમય ધવંતરી (દુ:ખો જેમાંથી દૂર ન કરી શકાય એવા સંસારરૂપી રોગને દૂર કરવામાં સાક્ષાત્ ધન્વતરી વૈદ્ય) જેવા હે પ્રભુ! કૃપામય ! આ આપનાં લોચનથી મને જોઈ, આપ મારી અરજ અવશ્ય સ્વીકારશો. એમ કહી પોતાના ઘરે ગયો. વખત થતાં મધ્યાહન કાળે હાથમાં મોતીનો ભરેલો થાળ લઈ પ્રભુને વધાવવા માટે ઘરના દરવાજા આગળ ઊભો રહી વિચાર કરે છે કે, “આજે જરૂર જગતબધું પધારશે, ત્યારે હું તેમને પરિવાર સહિત વંદન કરીશ. ઘરમાં બહુમાન સહિત લઈ જઈશ, ઉત્તમ પ્રકારનાં અન્નપાણી વહોરાવીશ, વહોરાવતાં શેષ વધેલું અન્ન હું મારા આત્માને ધન્ય માનતો ખાઈશ.”
આવી રીતે મનોરથની ઉચ્ચ શ્રેણી પર ચડતો ગયો તેથી તેણે બારમા દેવલોકને યોગ્ય કર્મ ઉપાર્જન કર્યું. એ વખતે શ્રી મહાવીર પ્રભુ અભિનવ નામના એક શ્રેષ્ઠીને ઘેર જઈ ચડ્યા. તે વખતે તેણે નોકર પાસે ભગવાનને આહાર - પાણી અપાવરાવ્યાં.
આ ઘનના પ્રભાવથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં (કૂલની વૃષ્ટિ-વસ્ત્રની વૃષ્ટિ - સોનામહોરોની વૃષ્ટિ તથા દેવદંભી વાગે અને અહોદાન અહોદન એમ દેવતા આકાશમાંથી બોલે એ પાંચ દિવ્ય કહેવાય) અહીં જીર્ણ શ્રેષ્ઠીએ ભાવના ભાવતાં દેવ